Breaking News

ચાલતી કારમાં અચાનક જ આગ ભભૂકી ઉઠતા પતિ બહાર કુદી ગયો, પગ ફસાતા પત્ની સાથે થયું એવું કે જોનારાના રુંવાટા બેઠા થઇ ગયા..!

વાહનોની મુસાફરી કરતી વખતે ઘણી બધી ચીજ વસ્તુઓનો ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. વહનના પૂરતી સમજ વગર વાહન ચલાવવું એ ક્યારેક અકસ્માત પણ સર્જી શકે છે. અત્યારે ચાલતી કારમાં એકાએક આગ ફાટી નીકળવાની ઘટના બની છે. છેલ્લા કેટલાક સમયથી અવારનવાર ચર્ચામાં આવતું હોય છે કે, બેટરી વાળી ગાડીના કારણે ટુ વ્હીલર કે ફોરવીલરમાં આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે..

પરંતુ હાલ એક એવી ઘટના બની છે કે, જેમાં એક વ્યક્તિ જીવતા જ ભડથું થઈ ગયું છે. આ ઘટના મધ્યપ્રદેશના ઇન્દોરની છે. અહીં ચંદ્રસિંહ ચૌહાણ તેમના દીકરા સોનિલ તેમજ તેમના દીકરાની વહુ રાધાબાઈ રાજી ખુશીથી જીવન જીવે છે. તેઓ પોતાની નેનો કાર લઈને સુનીલના જીજાજી ધર્મેન્દ્રને મળવા માટે આવ્યા હતા..

અને તેઓ ત્યાંથી તેને મળીને ઇન્દોર પોતાના ઘરે પરત ફરતા હતા. ત્યારે ગામડેથી અંદાજે થોડેક જ દૂર પહોંચ્યા કે બપોરના ત્રણ વાગ્યા આસપાસ ચાલતી ગાડીમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. આ કારમાં આટલી બધી ભીષણ આગ નીકળી ગઈ કે, કારની અંદરથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું..

એવામાં ચંદ્રસિંહ ચૌહાણ હેમખેમ બહાર નીકળી ગયા, જ્યારે 36 વર્ષનો સુનીલ પણ 70% બળેલી હાલતમાં કારમાંથી કૂદી ગયો હતો. જ્યારે સુનીલની પત્ની રાધાબાઈનો પગ ફસાઈ જવાને કારણે તે કારમાંથી બહાર નીકળી શકે નહીં. પરિણામે માત્ર 30 સેકન્ડમાં કારે ની અંદર લાગેલી આગે એટલી બધી ઝડપ પકડી લેતી હતી કે રાધાબાઈનું જીવતા જ ભડથું થઈ ગયું હતું..

જ્યારે આ ઘટના બની ત્યારે આસપાસના સૌ કોઈ લોકો ત્યાં હાજર થઈ ગયા. પરંતુ તેમાંથી કોઈ પણ વ્યક્તિ કારની અંદર રહેલી રાધા બાઈને બચાવી શક્યું નહીં કારણ કે, કારમાં એકાએક જ આગ ભભૂકી ઉઠી હતી. અને જો કોઈ વ્યક્તિ બચાવવા જાય તો તેઓને પણ જીવનું જોખમ રહે તેવું હતું..

આસપાસના અન્ય વ્યક્તિઓ પાણી છાંટીને કાર ઉપર કાબુ મેળવે એ પહેલાં તો રાધા બહેનો જીવ જતો રહ્યો હતો. આ ઉપરાંત સુનિલ પણ હવે 70% જેટલો દાજ્યો હોય તેવું લાગતું હતું. તાત્કાલિક ધોરણે તેને દેવાસની એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વધુ તબિયત બગડતા તેને ઇન્દોરની હોસ્પિટલમાં પણ રેફર કરવામાં આવ્યો છે..

રાધાબાઈને કારની બહાર નીકળવાનો મોકો ન મળતા તેનો જીવ જતો રહ્યો છે. આ ઘટનાને લઈને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ ફોરેન્સિકની ટીમને પણ તપાસ માટે બોલાવી લેવામાં આવી હતી. દેવાસની ફાયર બ્રિગેડની ટીમોને બોલાવી આગની ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.

આ આગ કારમાં કયા કારણોસર લાગી છે. તેમને હજુ કોઈ પણ માહિતી મળી નથી. પરંતુ કારમાં લાગેલી આગને કારણે આજે એક વ્યક્તિનો જીવ ગયો છે. જેનું દુઃખ દરેક વ્યક્તિના ચહેરા પર દેખાઈ આવ્યું હતું. હાલ પોલીસે આમ બાબતને લઈને તપાસના આદેશ જાહેર કરી દીધા છે..

બિચારો પરિવાર પોતાના જમાઈને મળવા માટે મહુડી ગામ આવ્યો હતો. પરંતુ ત્યાંથી પરત ફરતી વખતે કારમાં લાગેલી આગને કારણે એક વ્યક્તિનો જીવ જતો રહ્યો છે. જયારે જ્યારે આગ લાગવાની ઘટનાઓ બને છે ત્યારે ત્યારે કોઈને કોઈ વ્યક્તિના ભૂંજાઈ જવાના કારણે મોત થવાના માઠા સમાચાર પણ સામે આવે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *