Breaking News

કરોડપતિ બાપની લાડકી અને દેખાવડી દીકરી કરતી એવા કાળા કામ કે જાણીને પરિવાર ચક્કર ખાઈ ગયો, સમાજે કહ્યું કે, ઈજ્જતની તો….

જે ઘરમાં ખૂબ જ સુખ સગવડ અને પૈસા હોય તે ઘરના બાળકોને તેમના માતા પિતા તરફથી પૂરતો સમય ન મળતો હોય તેવી ઘણી બધી ઘટનાઓ અત્યાર સુધીમાં સામે આવી ચૂકી છે. કારણ કે માતાને પિતા બંને તેમજ પરિવારના અન્ય વડીલ સભ્યો પણ પૈસા કમાવાની રેસમાં દોડતા હોય છે..

એવામાં તેમના બાળકો ક્યાંના ક્યાંય પાછળ રહી જતા હોય છે, ક્યાંક ને ક્યાંક સંસ્કાર અને સારા વિચારોની ખોટ પડતી પણ જણાતી હોય છે. હાલ કંઈક આવો જ એક બનાવો સામે આવ્યો છે. રાજસ્થાનના ચુરૂના તારાનગર વિસ્તારમાં રહેતા જાવેદ નામના એક યુવક સાથે કરોડપતિ બાપની રૂપાળી અને દેખાવડી દીકરીએ ન કરવાના કારનામાઓ કરી નાખ્યા છે.

જ્યારે કરોડપતિ પરિવારને જાણ થઈ કે, તેમની જ દીકરીએ પરિવારની ઈજ્જતના ટુકડે ટુકડા થઈ જાય તેવા કારનામાઓ કર્યા છે. ત્યારે તેમના કાનમાં પણ એકાએક સુનકાર મચી જવા પામ્યો હતો. હકીકતમાં જાવેદ નામના એક યુવકે ફરિયાદ નોંધાવી છે કે, દિલ્હીની એક યુવતી કે જેનું નામ આંચલ શર્મા છે.

તેણે તેની સાથે સોશિયલ મીડિયામાં વાતચીતો શરૂ કરી હતી. ત્યારબાદ તે ધીમે ધીમે આટલી બધી નજીક આવવા લાગી કે, બંને એકબીજાના પ્રેમમાં પણ પડી ગયા હતા. પરંતુ જાવેદને શું ખબર કે આંચલ શર્મા તેને સાચો પ્રેમ નહીં પરંતુ ખોટો પ્રેમ કરે છે. અને તેની સાથે ન કરવાના કારણો કરવા માટે તેની નજીક આવતી હતી..

તે આટલી બધી નજીક આવી ગઈ કે, આ યુવકને વિડીયો કોલ કરીને ખૂબ જ ખરાબ દ્રશ્યો પણ દેખાડતી હતી. આ સાથે સાથે તેણે યુવકના ખૂબ જ ખરાબ ફોટો પણ મંગાવી લીધા હતા. યુવક પણ ભોળો બનીને ઘણા બધા ફોટોસ તેને મોકલી આપ્યા હતા. બસ આ વાતને લઈને આચલ શર્માએ તેને ધમકાવવાનું શરૂ કરી દીધું હતું કે જુઓ તું મને પૈસા નહીં આપે તો આ તારા તમામ ફોટા અને વિડીયો વાયરલ કરી દઈશ..

આ સાથે સાથે તેણે આ યુવતી સાથે કરેલી ખૂબ જ ખરાબ ખરાબ વાતો પણ વાયરલ કરી દેવાની ધમકીઓ આપી હતી. જાવેદ નામના યુવક ખૂબ જ ડરી ગયો હતો, તે કુલ ત્રણ વખત આપઘાત કરીને જીવન ટૂંકાવવા પણ જતો રહ્યો હતો. પરંતુ અંતે પરિવારનો વિચાર આવી જતા તે પાછો આવી ગયો હતો.

અને અંતે કંટાળીને તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે જણાવ્યું કે, આંચલ શર્માના પિતા દિલ્હીની એક યુનિવર્સિટીમાં ખૂબ જ સારા પદ ઉપર નોકરી કરે છે. તેમજ તેના પરિવારજનો પણ ખૂબ જ સારા વિચારધારા વાળા છે. પરંતુ આંચલ શર્મા માત્ર નજીવા રૂપિયાની લાલચમાં એવા કારનામા ઓ કરવા બેઠી હતી કે, જેના કારણે તેના પરિવારની ઈજ્જત સાવ ધૂળમાં મળી ગઈ છે..

તેના આ કામો જ્યારે બહાર આવ્યા ત્યારે તેના સમજે તેને જણાવ્યું હતું કે, તે આપણા પરિવારની તમામ લાજ શરમને નેવે મૂકીને ઈજ્જત કાઢી નાખી છે. આ યુવતીનો ચહેરો જોઈને સૌ કોઈ લોકો કહી બેસે કે ખૂબ જ સારી અને પ્રેમાળ દીકરી છે. પરંતુ તેણે નજીવા પૈસાની લાલચમાં આવી આ યુવકને ધમકાવ્યો હતો..

એટલું જ નહીં તેણે અન્ય યુવકોને પણ ધમકાવીને તેમની પાસેથી ચારથી પાંચ હજાર રૂપિયા પડાવી લેતી હતી. ત્યારબાદ તે નવો યુવક શોધીને તેની સાથે વાતચીત શરૂ કરી વિડીયોકોલ સહિતના પુરાવાઓ એકઠા કરી તેને ધમકાવવાના કારનામાઓ શરૂ કરતી હતી. આ ઘટનાને સાંભળીને દરેક વ્યક્તિએ ચેતી જવું જોઈએ..

તો દરેક માતા-પિતાએ પોતાના લાડકા દીકરા કે દીકરીઓને સલાહ આપવી જોઈએ કે, ક્યારેય પણ અજાણ્યા વ્યક્તિ સાથે વાતચીત કરવી જોઈએ નહીં. આ ઉપરાંત માત્ર નજીવા કિંમતના રૂપિયા મેળવવા માટે ક્યારેય પણ ખોટું કામ કરવું જોઈએ નહીં. હાલ આ બનાવને લઈને પોલીસે આ યુવતીની ધરપકડ કરીને તેને જેલના સળીયા પાછળ ધકેલી દીધી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘરડા પિતાના મોત બાદ સગાભાઈઓ સંપતિના ભાગ પાડવાની બાબતે છુટા હાથની મારામારી ઉપર ઉતરી આવતા જ થયું એવું કે પરિવારની જિંદગી બગડી ગઈ..!

સંપત્તિ માટે પરિવારના સભ્યો અંદર જ આટલો મોટો ઝઘડો કરી બેસે છે કે, જ્યારે આ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *