Breaking News

અમદાવાદમાં કારમાં અચાનક જ બ્લાસ્ટ થતા કારના છૂંદે-છુંદા, કારમાં સવાર હતા 2 લોકો, લોકોમાં મચી ગઈ અફરાતફરી..!

મોટાભાગના અકસ્માતો હાઇવે ઉપર બનતા હોય છે. પરંતુ અમુક અકસ્માતમાં કારચાલકની કોઈપણ ખામી ન હોવાને કારણે પણ અકસ્માત સર્જાતા હોય છે. પરંતુ અમુક અકસ્માતો પરિસ્થિતિના કારણે અકસ્માત બની જતા હોય છે. હાલ એવો જ એક અકસ્માત અમદાવાદના શાસ્ત્રીનગરમાં સર્જાયો છે..

હકીકતમાં અમદાવાદ શાસ્ત્રીનગર ચાર રસ્તા પર સાંજના સમયે કાળા રંગની એક કાર એક કોમ્પલેક્ષની આગળના ભાગ પર ઊભી હતી. આ કારમાં બે યુવકો સવાર હતા. એ દરમિયાન અચાનક જ કારમાં જોરદાર ધમાકો થતાં આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો..

આ ધડાકાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થઈ રહ્યો છે. બ્લાસ્ટનો આ વિડીયો કોમ્પ્લેક્ષમાં લાગેલા કેમેરામાં કેદ થયો છે. અને હાલ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. કાળા રંગની ગાડીમાં બ્લાસ્ટ થાય છે. જેને કારણે કારની બારી અને અન્ય તમામ કાચ તૂટી જાય છે..

તો બીજી બાજુ ડ્રાઇવર ના દરવાજાના તો કુચા બોલી જાય છે. આ બ્લાસ્ટ કારમાં રહેલા સીએનજી ગેસના કારણે થયો હોવાનું સામે આવ્યું છે. બ્લાસ્ટ થયા બાદ સૌ કોઈ લોકો બોલી રહ્યા છે કે, આ કારથી દુર ચાલો.. કારણ કે કારમાંથી ગેસ લીકેજ થાય છે. આ બનાવ થતાની સાથે જ અંદર બેઠેલા બંને યુવકો તાત્કાલિક ધોરણે ઘરની બહાર નીકળી ગયા હતા..

તેથી સદનસીબે તેનો જીવ બચી ગયો છે. હકીકતમાં આ ધમાકો ખૂબ જ ભયંકર હતો. છતાં પણ આ બંને યુવકોને કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી એ સારા સમાચાર છે. કારના કુચાકુચા બોલી ગયા છે. પરંતુ યુવકો એકદમ સ્વસ્થ છે. પ્રાથમિક તપાસમાં આ કારમાં સીએનજી ગેસ ના કારણે થયું હોવાનું સામે આવ્યું છે…

પરંતુ કોઈ ચોક્કસ કારણ હજુ પણ મળી શક્યું નથી. એટલા માટે હાલ આ બાબતની તપાસ ચાલી રહી છે. તો બીજી બાજુ કાર માલિકને આ કાર ટોટલ લોસમાં ચાલી ગઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *