કેમિકલ વાળી દેશી દારૂની પોટલી પીતા જ એક સાથે 31 લોકોના મોત થતા સમગ્ર પંથક હલબલી ગયો, તંત્રની પોલ ખુલ્લી પડી..!

રાજ્યમાં ઘણી બધી ગેરકાનુંની પ્રવૃત્તિઓ થઈ રહી છે. નશાખોરીની પ્રવૃત્તિ ખૂબ જ વધી રહી છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. ઘણા બધા વિસ્તારોમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. તો ઘણા બધા વિસ્તારોમાં દારૂની ભઠ્ઠીઓ ચલાવવામાં આવી રહી છે. અનેક લોકોને આ દારૂના રવાડે ચડાવીને બધા લોકો પોતાનો ધંધો કરી રહ્યા છે.

આવી નશાખોરીની પ્રવૃત્તિઓ ખૂબ જ વધી રહી છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. નશો કરવા દારૂ પીને એક સાથે 31 વ્યક્તિઓના મોત થઈ ગયા હતા. 45 વ્યક્તિઓની સારવાર ચાલી રહી હતી. આજકાલ આવી ઘટનાઓ બનતા જે વ્યક્તિઓના મૃત્યુ થયું હોય છે તેના પરિવારજનોને ઘણું બધું સહન કરવું પડે છે.

આ ઘટના બોટાદ જિલ્લામાં બની હતી. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રોજીદ ગામમાં આ ઘટના બની હતી. રોજીદ ગામમાં ઝેરી દારૂ પીવાને કારણે એકસાથે 24 લોકોના મોત થઈ ગયા હતા. તેને કારણે ગામમાં હાહાકાર મચી ગયો હતો. દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હતી ત્યાં અલગ અલગ ગામના ઘણા બધા વ્યક્તિઓ દારૂ પીવા માટે ગયા હતા.

આ દારૂમાં કેમિકલ ભેળવેલ હોવાથી દારૂ ઝેરી થઈ ગયો હતો. તેને કારણે ઘણા બધા વ્યક્તિઓના અચાનક જ મૃત્યુ થયા હતા અને ઘણા બધા લોકો સારવાર હેઠળ હતા. બરવાળા તાલુકાના ચોકડી ગામમાં કેમિકલની સપ્લાય થતી હતી. અને કેમિકલની સપ્લાય એક પીન્ટુ નામના વ્યક્તિને કરવામાં આવી આવતી હતી. આ પિન્ટુ નામના વ્યક્તિ ગામમાં દેશી દારૂનો લઠ્ઠો ચલાવી રહ્યો હતો.

લઠ્ઠો બરવાળાના તાલુકાના રોજીદ, ચંદરવા, દેવગના અને અમદાવાદના અમુક ગામોમાં આ દેશી દારૂને સપ્લાય કરતો હતો અને તેને કારણે એકસાથે ગામના વ્યક્તિઓ આ દારૂ પીતા હતા. તેને કારણે 24 વ્યક્તિઓના અચાનક જ મૃત્યુ થઈ ગયા હતા. ગામમાં અંતિમસંસ્કાર માટે પણ લાઈન લાગી ગઈ. પરિવારમાં રોકકળ મચી ગઈ.

એકસાથે આ વ્યક્તિઓના મૃત્યુ થઈ જતા હાહાકાર મચી ગયો હતો. જાણવામાં આવ્યું હતું કે પીપલજ પાસેથી ફેક્ટરીમાંથી મિથેલીન સપ્લાય કરવામાં આવતું હતું અને આ સપ્લાયરમાંથી પીન્ટુ નામનો યુવક લઠ્ઠો ચલાવી રહ્યો હતો. તે મિથેલીનને દેશી દારૂ ભેગુ ભેળવતો હતો અને આ કેમિકલ મેળવવાની કારણે દેશી દારૂ ઝેરી બની ગયો હતો.

ત્યારબાદ અલગ અલગ ગામના લોકો આ ગામમાં લઠ્ઠો ચલાવવામાં આવતો હતો. ત્યાં દારૂ પીવા માટે દરરોજ જતા હતા. તેમાંથી રોજિંદના 5 વ્યક્તિઓ હતા, ચંદરવા ગામના 2 વ્યક્તિઓ, દેવગના ગામના 2 વ્યક્તિ, કલ્યાણીના 2, આકરું 3, ઉચડી 2, અન્ય ગામના 2 વ્યક્તિઓના મોત થઈ ગયા હતા. આમ તમામ લોકોએ ચોકડી ગામેથી દેશી દારૂ પીધો હોવાનું સામે આવ્યું હતું.

આ તમામ વ્યક્તિઓ ચોકડી ગામમાં અવારનવાર દારૂ પીવા માટે જતા હતા અને આ 24 લોકોના મૃત્યુ થયા તેમાં બધા જ લોકો ધંધુકા તાલુકાના 9 લોકો અને બરવાળાના તાલુકાના 15 લોકો હતા. તેમાંથી ઘણા બધા યુવકો નાની વયના હતા. જેની ઉંમર 27 થી 24 વર્ષની હતી. આ યુવાકોના આવા મૃત્યુ થઈ જતા મહિલાઓ વિધવા બની રહી છે.

આજકાલ લોકો દારૂના રવાડે ચડીને પોતાના પરિવારનું વિચારી રહ્યા નથી અને નાના બાળકો પોતાના પિતાની છત્રછાયા ગુમાવી રહ્યા છે. આવી કરુણ ઘટનાઓ બનતા આજકાલ સરકાર કડક પગલાં ભરી રહી છે પરંતુ આવી દેશી દારૂની લઠ્ઠો ચલાવનાર વ્યક્તિઓને લઠ્ઠો બંધ કરાવવા માટે પણ સરકાર ઘણી બધી પૂછપરછ કરી રહી છે.

રોજીદ ગામના સરપંચે જણાવ્યું છે, તેઓએ 3 મહિના પહેલા પોલીસને લેખિતમાં અરજી આપી હતી. પરતું પોલીસ સ્થળ પર માત્ર આંટો મારીને જ ચાલી ગઈ હતી, એક વખત તો જીગરભાઈએ દારૂ પીધેલ વ્યક્તિને પકડી રાખ્યા હતા અને પોલીસ બોલાવી હતી. પરતું પોલીસે એમનામ ચેકિંગ કરીને જણાવ્યું કે આ વ્યક્તિ પીધેલ નથી. એટલે કે પોલીસતંત્રના ધાંધિયા સામે આવ્યા છે.

એક બાજુ તંત્રના ઈમાનદાર અને કર્મનિષ્ઠ અધિકારીઓ શહેરી વિસ્તારોમાં ખૂંખાર અને રીઢા ગુનેગારોને પકડી પાડે છે. તો બીજી બાજુ ગામડાના વિસ્તારોમાં નકરી ધાંધિયાગીરીઓ ચાલે છે. હકીકતમાં આ ઘટનાના પડઘા દુર દુર સુધી પહોચ્યા છે. એટલે આ વખતે કોઈ ચોક્કસ પગલા લેવામાં આવે તેવી સૌ કોઈને આશા છે.

આજકાલ આવી ઘટનાઓ બનતા ઘણા બધા પરિવારમાંથી લોકો વિખોટા પડી રહ્યા છે. ધંધુકા, બરવાળામાં આ લઠ્ઠાકાંડનું કારણ બનેલા ઝેરી દારૂ બનાવવા માટે અમદાવાદથી 90 લીટર કેમિકલ મગાવવામાં આવતું હતું અને આ કેમિકલ દેશી દારૂ ભેગું ભેળવવામાં આવતું હતું. જેને કારણે દારૂ ઝેરી બની ગયું હતું. એકસાથે આટલા બધા વ્યક્તિઓનું મૃત્યુ થઈ ગયું હતું. એકસાથે લોકોનું મૃત્યુ થતાં ગામમાં નિરાશાનું મોજુ ફરી વળ્યું હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment