Breaking News

CAના અભ્યાસ માટે પુસ્તક લેવા નીકળી હતી દીકરી, થોડાજ કલાકમાં ખંડણી માટે આવ્યો કોલ! જાણો સમગ્ર મામલો..

સુરત શહેરમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં સુરત શહેરના વરાછા વિસ્તારમાં પુસ્તક લેવા નીકળેલી સીએનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું અપહ-રણ થવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીનું અપહ-રણ થતા પોલીસ દોડતી થઈ છે.

શું બન્યો છે બનાવ : સુરતના વરાછા વિસ્તારમાં એક અજીબ બનાવ ઘટી ચુક્યો છે. દીકરીએ તેની માતા પાસે 20 રૂપિયા માંગ્યા અને કહ્યું કે હું હમણાં જ પુસ્તક લઈ ને આવું છું. આમ કહીને યુવતી ઘરેથી નીકળી હતી. ઘણો સમય વીતી જતા દીકરીની માતાને કૈક જુદી ફાળ પડી.

એટલે દીકરીની મમ્મીએ તેમના પતિને બોલાવ્યા. દીકરીના પિતાએ આજુબાજુના તમામ વિસ્તારમાં શોધ-ખોળ શરુ કરી. હજુ તો પૂછપરછ કરતા હતા ત્યાં જ દીકરીના પિતા પર એક અજાણ્યા યુવકનો કોલ આવી ગયો હતો. કોલમાં યુવક એ કહ્યું કે જો તમારે તમારી દીકરી જોતી હોય તો 10 લાખ રૂપિયા આપી જાવ.

આ પ્રકારનો બનાવ બનતા દીકરીના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ નોંધતાની સાથે જ વરાછા પોલીસે કામગીરી હાથે ધરી હતી અને દીકરીની શોધ-ખોળ ચાલુ કરી દીધી હતી.

પ્રાથમિક તપાસમાં પોલીસે આજુબાજુ વિસ્તારના સીસીટીવી કેમેરાના રેકોર્ડીંગ જોયા હતા જેમાં યુવતી એક અજાણ્યા યુવકની મોપેડ પર સવારી કરતી નજરે ચડી હતી. આ દ્રશ્ય જોતાની સાથે જ પોલીસને પ્રેમ-પ્રકરણ નો મામલો હોવાની શંકા છે.

10 લાખ રૂપિયાની ખંડણીનો કોલ પણ આવ્યો :  ત્યાર બાદમાં રત્નકલાકાર પિતા પર 10 લાખ રૂપિયાની ખંડણીનો કોલ પણ આવ્યો હતો. પોલીસની સઘન તપાસમાં સીસીટીવી કેમેરામાં યુવતી અજાણ્યા યુવક સાથે મોપેડ પર બેસી જતી જોવા મળી હતી. આને લઈ પોલીસને સમગ્ર કેસ પ્રેમ પ્રકરણ હોવાની આશંકા છે. તેમ છતાં સીસીટીવી ફુટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *