આજકાલ ગુજરાતના દરેક જિલ્લાઓમાં નશાકારક ચીજવસ્તુઓનું સેવન કરવાના કિસ્સાઓ ખૂબજ વધી રહ્યા છે. આ તમામ મામલાઓમાં ક્યાંકને ક્યાંક તંત્રની પણ કામગીરી ઢીલી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે બુટલેગર બેફામ બનીને દારૂ તેમજ અન્ય નશાકારક ચીજવસ્તુઓ જેવી ડ્રગ્સ વગેરેનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે..
આ તમામ બાબતોમાં ક્યાંકને ક્યાંક તંત્ર પણ આ તમામ બાબતો નજરઅંદાજ કરી રહી છે. પરંતુ ક્યારેક એવા બનાવો બની જતા હોય છે. જ્યારે પોલીસને પોતાની ઇજ્જત બચાવી પણ ખુબ જ અઘરી બની જતી હોય છે. આવા કારનામાઓ દરેક લોકો જોડાયેલા હોતા નથી. કેટલાક પોલીસ કર્મીઓ ખૂબ જ ઈમાનદાર, કર્મનિષ્ઠ અને સાહસિક હોય છે..
તેઓ પોતાના જીવની બાજી લગાવીને પણ ખોટા કામ કરનાર વ્યક્તિઓને પકડી પાડતા હોય છે. હકીકતમાં આપણા દેશને આવા જ પોલીસ કર્મીઓની જરૂર છે. પોલીસની આવી સરાહનીય કામગીરીને કારણે સૌ કોઈ લોકો સલામ પણ કરે છે. પરંતુ હાલ આણંદ જિલ્લાના આંકલાવમાંથી એક ખૂબ જ ગંભીર મામલો સામે આવ્યો છે..
જેમાં પોલીસની છબી ખૂબ જ નીચે અને શરમજનક પરિસ્થિતિમાં મુકાઇ ગઇ છે. આંકલાવ પોલીસ ના પોલીસ ઇન્સ્પેક્ટરને બાતમી મળી હતી કે ભેટાસી ગામમાં રાત્રિના સમયે માનસંગ બચુભાઈ માળી નામના યુવકના ઘરે દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમી મળતાની સાથે જ પોલીસ ઇન્સ્પેક્ટર ત્યાં દરોડા પાડવા માટે પહોંચી ગયા હતા..
માનસંગ બચુભાઈ માળીના ઘરે દરોડા પાડવા માટે પોલીસ કાફલો લઈને પહોંચી ગઈ હતી. અને ત્યાં તપાસ કરતાની સાથે જ દારૂનાં બાટલા પણ મળી આવ્યા હતા. પરંતુ પોલીસને જોઈને માનસંગ બચુભાઈ માળી ખૂબ જ ગુસ્સે ભરાઈ ગયો હતો. અને પોલીસ ઇન્સ્પેક્ટરને ફેંટ પકડીને તેની સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો..
અને ગાળાગાળી પણ કરતો હતો. આ સાથે સાથે તેણે પોલીસ ઇન્સ્પેક્ટરને ધમકી આપતા કહી દીધું હતું કે, જો તેઓ ફરી વખત આ વિસ્તારમાં રેડ પાડવા આવશે. તો તેને જીવતા નહીં જવા દે. અને ઘરે જવાને બદલે ઘરે તેની લાશ ઘરે જશે. તમામ પોલીસન જાનથી મારી નાખવાની ધમકી આપવાની સાથે જ પોલીસ તંત્ર શરમજનક બાબત માં મુકાઇ ગયું હતું..
કારણકે આવા બેફામ બુટલેગરોની હિંમત એટલી બધી વધી ગઈ છે કે હવે તે પોલીસને સામે પણ થવા લાગ્યા છે. તેઓના મનમાં હંમેશા તંત્ર નો ડર રેહવો જોઈએ તેના બદલે હવે તે પોલીસને જ સામેથી ધમકીઓ આપી રહ્યા છે. અને તેઓ સાંજે ઘરે જવાને બદલે ઘરે તેમની લાશ પહોંચે એવી ધમકી આપવાની સાથે જ આંકલાવ પોલીસે બુટલેગર માનસંગ બચુભાઈ માળી અને તેની પત્ની પાર્વતીબેન માનસંગ માળી સામે ગુનો નોંધ્યો છે..
અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હકીકતમાં આ પ્રકારના શરમજનક કિસ્સો સામે આવતા સૌ કોઈ લોકો વિચારમાં મુકાઇ ગયા છે કે, આખરે આવા લોકોની હિમ્મત એટલી બધી વધી ગઈ છે કે, તેઓ પોલીસ તંત્ર સામે આવી ધાક ધમકીઓ આપી રહ્યા છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે ક્યાંક ને ક્યાંક તંત્રની કામગીરી અને ઢીલાપણને કારણે આવા લોકોની હિંમત દિનપ્રતિદિન વધી રહી છે..
અને ક્યાંક તો હપ્તો પહોંચતા હોવાની વાત પણ સામે આવી છે. તેના કારણે પણ બુટલેગરો પોલીસ ઉપર દાદાગીરી કરવા લાગ્યા છે. પરંતુ આવા લોકોને બરાબરનો મેથીપાક ચખાડ્યો જોઈએ છે. ગુજરાતનું પોલીસખાતું આવા લોકોને પકડી પાડશે અને ત્યારબાદ કડકમાં કડક સજા આપશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]