Breaking News

બુધ ગ્રહે કર્યો મિથુન રાશિમાં પ્રવેશ, જાણો કઈ રાશિઓને આવનારા સમયમાં મળશે લાભ? અને કોને થશે પરેશાની?

જ્યોતિષના જાણકારો અનુસાર બ્રહ્માંડમાં ગ્રહો ની સ્થિતિ માં ફેરફાર થવાના લીધે બદલાવ થતો રહે છે, જો કોઈ ગ્રહ કોઈ રાશિમાં પ્રવેશ કરે છે તો તેની દરેક રાશી પર અસર પડે છે. ગ્રહોમાં બદલાવ થવાના કારને વ્યક્તિના જીવનમાં ઘણા બધા ઉતાર ચડાવ થતા રહે છે. જેનાથી અમુક રાશિના લોકોને લાભ થાય છે તો અમુક રાશીને નુકશાન.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ ગ્રહ ને વિદ્યા અને બુદ્ધિ નો કારક માનવામાં આવે છે, બુધ ગ્રહે ૩૦ જુલાઈ ૨૦૧૯ ના દિવસે બપોરે ૧:૨૬ વાગે મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે. તેની પહેલા બુધ ગ્રહ કર્ક રાશિમાં હતો. આજે અમે જણાવીશું બુધના રાશી પરિવર્તન થી તમારી રાશિમાં શું ફેરફાર થશે.

મેશ રાશિના લોકો ની કુંડળીમાં બુધ ગ્રહે ત્રીજા ભાવ માં પ્રવેશ કર્યો છે. જેના કારને ઘરેલું વાતાવરણ સારું રહેશે. ઘર પરિવારમાં લોકોની વચ્ચે આપસી સબંધો માં સુધાર આવશે. તમે તમારી વાત ને અન્ય લોકો ની સામે રજુ કરી શકશો. તમારા પરાક્રમ અને આત્મ વિશ્વાસ માં વધારો થશે.

વૃષભ રાશિના લોકો ની કુંડળીમાં બુધ ગ્રહ બીજા ભાવ માં ગોચર કરે છે. જેથી વેપારીઓને તેનો ખુબજ ફાયદો થશે. તમે તમારા વેપારમાં ખુબજ પ્રગતિ કરશો. પૈસા કમાવાની ખુબજ સારી તક ઉભી થશે. મિત્રો સાથે તમે ક્યાય ફરવા જઈ શકો છો. વિદ્યાર્થી વર્ગ ના લોકો ને તેનો સારો ફાયદો થશે.

સિંહ રાશિની કુંડળીમાં બુધ ગ્રહમાં અગ્યારમાં ભાવમાં ગોચર કરે છે, જેથી લાંબા સમય થી અટવાયેલા કાર્ય પૂર્ણ થશે. વ્યાપારના ક્ષેત્ર માં વધારો થશે. જે તમારા માટે લાભદાયક સાબિત થશે. પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત થશે. આવનારા સમયમાં કઈ ને કઈ નવું સીખવા મળશે.

કન્યા રાશિના જાતકોની કુંડળીમાં બુધ ગ્રહ દસમાં ભાવ માં પ્રવેશ કરે છે, જેથી તમે તમારા કાર્યસ્થળ પર સારું પ્રદર્શન કરી શકશો. દરેક કાર્યો સરળતા પૂર્વક સફળ થશે. સુખ સુવિધાના સાધનો માં વધારો થશે. રાજકીય ક્ષેત્ર થી તમને લાભ મળશે. વિદેશમાંથી ખુશ ખબરી મળવાની સંભાવના છે.

તુલા રાશિના જાતકોની કુંડળીમાં બુધ ગ્રહ નવમાં ભાવ માં પ્રવેશ કરે છે જેથી શેર બજારમાં સારો ફાયદો થશે. ધર્મ કર્મના કાર્યોમાં વધારે રસ રહેશે. મિત્રો સાથે સારો સમય પસાર થશે. તમારા દ્વારા બનાવામાં આવેલી યોજનાઓ સફળ થશે. તમે કોઈ મિલકતમાં રોકાણ કરવાની યોજના બનાવી શકો છો. જેનો તમને ખુબજ સારો ફાયદો પ્રાપ્ત થશે.

મીન રાશિના જાતકોની કુંડળીમાં બુધ ગ્રહ ચોથા ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે. જેના કારને તમને દામ્પત્ય સુખની પ્રાપ્તિ થશે તમે તમારા કામકાજમાં બદલાવ કરી શકો છો. ભાગીદારોનો પૂરો સાથ સહકાર પ્રાપ્ત થશે. કોઈ નજીકના સબંધીઓ પાસેથી ભેટ મળી શકે છે. નવું વાહન ખરીદી શકો છો. સુખ સુવિધાના સાધનોમાં વધારો થશે. ઘર પરિવારના લોકોનીઓ પુરતો સાથ મળી રહેશે. વિદ્યાર્થી વર્ગને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થશે. તેમજ વિદેશ જવાના યોગ બની રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About admin

Check Also

આજે કાલાષ્ટમી પર બની રહ્યો છે શુભ યોગ, આ રાશિઓને મળશે સારા સમાચાર, જાણો તમામ રાશિઓ પર શું અસર થશે

બ્રહ્માંડમાં ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં સતત ફેરફાર થાય છે, જેના કારણે ઘણા શુભ અને અશુભ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *