ગુજરાતમાં વારંવાર નાના-મોટા ભૂકંપ ના આંચકા અનુભવતા જ હોય છે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મોટે ભાગે કચ્છ પંથકમાં અવારનવાર ભૂકંપ ના આંચકાઓ અનુભવતા હોય છે પરંતુ આ વખતે કચ્છ ની જગ્યાએ રાજકોટ પંથક માં ગોંડલ ના વિસ્તારોમાં નાના મોટા આંચકા અનુભવામાં આવ્યા છે જેમાં,
વીરપુર પંથકમાં વહેલી સવારના 6:53 કલાકે 3.4 તીવ્રતાનો ધરતીકંપનો આંચકો અનુભવાયો છે.આ વખતે રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો છે. સવારે 6.53 કલાકે ધારા ધ્રુજી હતી. આ ભૂકંપ 3.4ની તિવ્રતાનો હતો. ત્યારે ગોંડલથી 22 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયાના અહેવાલ છે.
આજે વહેલી સવારે ગોંડલની આસપાસ ભૂકંપનાં (Earthquake) આંચકા અનુભવાયાની માહિતી સામે આવી છે. તો વીરપુરમાં પણ આંચકા અનુભવાયા છે. જણાવી દઈએ કે આજે સવારે 6.53 કલાકે ધારા ધ્રુજી હતી. તો મળેલી માહિતી અનુસાર આ ભૂકંપ 3.4ની તિવ્રતાનો હતો. ત્યારે ગોંડલથી 22 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયાના અહેવાલ છે.
વહેલી સવારે ધરતીકંપનો આંચકો અનુભવાતા અનેક લોકો ઘરની બહાર નીકળી ગયા હતાં. ગોંડલથી 22 કિમી દૂર તેનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ધરતીકંપના આંચકાને પગલે યાત્રાધામમાં લોકોમાં ભય પણ ફેલાયો છે. 20 નવેમ્બરે પણ અંબાજી પંથકમાં ભુકંપનો આંચકો અનુભવાયો હતો. જેમાં માહિતી મુજબ 2.6 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. તો રાત્રે 2.27 કલાકે અંબાજી ધરા ધ્રુજી હતી.
જેની અસર અંબાજી અને આબુરોડ તથા મા઼ઉન્ટઆબુ વિસ્તારમાં અનુભવાઇ હતી. તો આ અગાઉ 16 નવેમ્બરે બનાસકાંઠામાં 4.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જે પાલનપુર સહિત અનેક ગામોમાં અનુભવાયો. જેમાં ભુકંપનું કેન્દ્રબિંદુ પાલનપુરથી 136 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે,
ગુજરાતમાં ભૂકંપના પાંચ ઝોન છે, જે પૈકી બનાસકાંઠા જિલ્લો ભૂકંપના ઝોન-3માં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં અવાર-નવાર હળવા આંચકા નોંધાતાં હોય છે. ગુજરાતમાં ભૂકંપ માટે સૌથી સંવેદનશીલ વિસ્તાર કચ્છ છે. જે ભૂકંપ ઝોન-5માં આવે છે.
ગોંડલ અને વિરપુરમાં ભૂકંપના આંચકા આવતા સૌરાષ્ટ્રમાં ધરા ધ્રૂજી ઉઠી છે. ગુજરાતનાં સૌરાષ્ટ્રની ધરા બુધવારે વહેલી સવારે ધણધણી ઉઠી હતી. વહેલી સવારે ભૂકંપનો આંચકો આવતા લોકોનાં મનમાં ભય જોવા મળ્યો હતો. ગોંડલ અને તેની આસપાસના વિસ્તારમાં આ આંચકો અનુભવાયો હતો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]