કોરોના ના આજના સમયમાં સૌ કોઈ લોકો ડોક્ટરને ભગવાન માની ગયા હતા. કારણ કે ડોકટરોએ જ કેટલાય લોકોના જીવનને નવજીવન આપ્યું છે. પોતાના જીવના જોખમ પર દર્દીઓને સારવાર આપી રહ્યા હતા. ડોક્ટરનો દરજ્જો લોકોની નજરમાં ભગવાન સમાન બની ગયો હતો..
પરંતુ હાલ સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે. જે સાંભળ્યા બાદ સૌ કોઈ લોકોના હોશ ઉડી જશે કોરોનાની મહામારી માં કોઈપણ કામ ધંધો ન હોવાને કારણે આ વ્યક્તિએ રાંદેર હનુમાન ટેકરી નજીકના વિસ્તારમાં ડોક્ટર મીઠાણી હેલ્થ કેર ક્લિનિક નામ નું દવાખાનું શરૂ કર્યું હતું…
હકીકતમાં આ એક બોગસ ડોક્ટર હતો. જેને રાંદેર પોલીસે પકડી પાડયો છે. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ યુવક પોતે ધોરણ 12 પાસ કરેલું છે. જે હાલ અન્ય લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે. આ બાબતને પોલીસ કમિશનરે ખૂબ જ ગંભીરતાથી લીધી છે.
ડુબલીકેટ ડોક્ટરનું નામ ડોક્ટર સમીર ફિરોજ મીઠાણી છે. મહત્વની વાત તો એ છે કે તેની પાસેથી મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર તેમજ કતારગામની કિરણ હોસ્પિટલનું આઈ કાર્ડ પણ મળી આવ્યું હતું. આ સાથે સાથે દર્દીની ફાઈલો, prescription ના લેટર પેડ, મેડિકલની કીટો, દવા ,ઇન્જેક્શનો વગેરે કબજે કરવામાં આવ્યું હતું…
પોલીસે બોગસ ડોક્ટર સમીરની પૂછપરછ કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે તે 12 કોમર્સ પાસ છે. તે automobile નો વ્યવસાય ચલાવતો હતો. પરંતુ ધન્ધો બન્ધ થઈ જતા તે પાલનપુર પાટિયા ખાતે જાન પ્રધાનમંત્રી ઔષધી કેન્દ્ર ચલાવતો હતો. કોરોના ના કારણે તેનું automobile ધંધો બંધ થઈ ગયો હતો..
તેમજ પોતાને દવા વિશે થોડીઘણી સમજ હતી. અને બ્લડપ્રેશર તેમજ સુગર માપવા સહિતનું નોલેજ ધરાવતો હતો. તેમજ તેણે ગુગલ પરથી ગુજરાત મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ન્યુ દિલ્હી નું પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરીને તેમાં ચેડા કરી પોતાનું પ્રમાણપત્ર બનાવી નાખ્યું હતું..
આ પરિબળોને આધારે તેને દવાખાનું ખોલી નાખ્યું હતું. એવું જાણવા મળી છે રહ્યું છે કે તે દર્દીને એવું જણાવતો હતો કે તે પોતે કિરણ હોસ્પિટલ માં વીઝીટીંગમાં જાય છે. એટલા માટે દર્દી લોકો તેના પર વિશ્વાસ કરી શકે હાલ આ બોગસ ડોકટરની સામે કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]