બિઝનેસમેન પિતાની લાડકી દીકરીએ પોતાની રૂમમાં લટકીને કરી લીધો આપઘાત, કારણ જાણતા જ માતા-પિતાના પગ ધ્રજી ગયા..!!

દિવસેને દિવસે શહેરોમાં દીકરીઓ અને મહિલાઓ સાથે છેડતી અને અત્યાચારના કિસ્સા ખૂબ જ વધી રહ્યા છે. આજકાલ બાળકો પોતાના મગજ પર નાની નાની વાતને લઈને તેમના પરિવારજનોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના સિકરમાં બની હતી.

ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલા પુરોહિતજીની ધાણીમાં રહેતા પરિવારની દીકરી સાથે કરુણ ઘટના બની ગઈ હતી. પરિવારમાં માતા-પિતા તેમજ તેમના બંને સંતાનો રહેતા હતા. પિતાનું નામ રાજુ જાંગીડ હતું અને તેમના માતાનું નામ સીમા હતું. તેમને સંતાનમાં બે બાળકો હતા. જેમાં એક દીકરી અને દીકરો હતા.

દીકરાનું નામ કેશવ હતું. કેશવની ઉંમર 14 વર્ષની હતી અને તે ભાઈ-બહેનમાં નાનો હતો. બહેન તેમનાથી મોટી હતી દીકરીનું નામ નિષ્ઠા હતું. નિષ્ઠાની ઉંમર 18 વર્ષની હતી. ધોરણ 12 માં અભ્યાસ કરતી હતી અને તે ખૂબ જ હોશિયાર વિદ્યાર્થીની હતી. તેને ધોરણ 10 માં 85 માર્ક્સ આવ્યા હતા. નિષ્ઠા તેમના માતા પિતાની ખૂબ જ લાડકી દીકરી હતી.

નિષ્ઠાની માતા સીમાબેન શિક્ષિકાની નોકરી કરતા હતા અને તેમના પિતા કાપડ બનાવવાની ફેક્ટરી ચલાવતા હતા. બંને બાળકો એક જ શાળામાં અભ્યાસ કરતા હતા અને તેમની માતા પણ શિક્ષિકા હોવાને કારણે તે શાળાએ અભ્યાસ કરવા માટે જતી હતી. સવારના સમયે દીકરી ઘરનું નાનું મોટું કામ કરતી હતી અને ત્યારબાદ બપોરે તે પણ શાળાનો સમય થતાં જતી હતી.

એક દિવસ કેશવ અને તેમના પિતા રાજુભાઈ કોઈ કામ હોવાને કારણે સવારના સમયે ઘરે થી નીકળ્યા હતા અને નિશાની માતા પોતાની નોકરીએ જવા માટે નીકળી હતી. ત્રણ ચાર દિવસથી બીમાર હોવાને કારણે શાળાએ ગઈ ન હતી અને તે ઘરે એકલી જ હતી તે સમયે નિષ્ઠા એ ઘરનો દરવાજો એકલી હોવાની કારણે બંધ કર્યો હતો.

અને થોડા સમય બાદ નિષ્ઠાના પિતા રાજુભાઈ અને તેમનો ભાઈ કેશવ ઘરે પરત આવ્યા હતા. તે સમયે બંને બહારનો દરવાજો ખોલવાનું કોશિશ કરી હતી પરંતુ લોખંડનો ગેટ અંદરથી બંધ હતો અને તે નિષ્ઠા ખોલી રહી હતી નહીં ઘણી બધી બૂમો પાડવા છતાં નિષ્ઠાએ કોઈ જવાબ આપ્યો ન હતો. જેના કારણે ગેટની ઉપરની જાળી તોડીને નિષ્ઠાનો ભાઈ કેશવ ઘરમાં ગયો હતો.

કેશવે ઘરનો દરવાજો ખોલ્યો હતો તે સમયે નિષ્ઠાના પિતા રાજુભાઈ અને કેશવે એવી ઘટના જોઈ કે તેઓ ત્યાં ને ત્યાં ઢળી પડ્યા હતા અને કેશવ બૂમ પાડવા લાગ્યો હતો. જેના કારણે આસપાસના લોકો ઘરે ભેગા થયા હતા. દરેક લોકોએ જોયું તો નિષ્ઠા રૂમમાં પોતાની માતાની સાડી લટકાવીને લટકી રહી હતી અને નિષ્ઠાએ આપઘાત કરી લીધો હતો.

તેના પિતાએ તરત જ દોડીને નિષ્ઠાને બચાવવા માટે નીચે ઉતારી હતી અને જોયું તો તેનું મૃત્યુ થઈ ગયું હતું તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી અને નિષ્ઠાની માતાની પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી જેના કારણે માત્ર શાળાએથી ઘરે આવી હતી તે સમયે પોલીસ પણ ઘરે પહોંચી ગઈ હતી.

પોલીસે નિષ્ઠાની રૂમમાં તપાસ કરતા સમયે જોયું તો નિષ્ઠા પાસેથી એક ફોન મળી આવ્યો હતો અને કોઈપણ અંતિમ ચિઠ્ઠી મળી આવી નહોતી જેના કારણે ફોન મળતા જ પોલીસે પૂછપરછ ચેક કરી હતી. તે સમયે નિષ્ઠાના પિતા રાજુભાઈએ જણાવ્યું હતું કે બે ત્રણ દિવસ પહેલા કોઈ એક અજાણ્યા યુવાકે નિષ્ઠાની સાથે છેડતી કરી હતી.

જેના કારણે આ યુવકના ઘરે રાજુભાઈ ગયા હતા અને તેમના પરિવારજનોને જાણ કરી હતી જેના કારણે યુવકના પરિવારજનોએ હવે ભવિષ્યમાં ક્યારેય તેમનો દીકરો આ ઘટનાની કરે તેમ જણાવ્યું હતું અને રાજુભાઈએ જણાવ્યું હતું કે નિષ્ઠા પાસે કદાચ એ યુવકનો જ ફોન હોવાની શંકા હતી. પોલીસ હજુ આગળની તપાસ કરી રહી હતી.

દીકરી સાથે આ કરુણ ઘટના બની ગઈ હતી દીકરી એ શા માટે આવું પગલું ભર્યું તે પરિવારજનો જાણી શકતા ન હતા. એક ધોરણ 12 માં અભ્યાસ કરતી અને સમજદાર દીકરીએ આવું પગલું શા માટે ભર્યું હોવાનું તેમના માતા-પિતા જાણી શકતા ન હતા. પોલીસને પોલીસ આગળની તપાસ કરી રહી હતી. આજકાલ બાળકો નાની નાની વાતમાં આવી ઘટનાઓ કરીને તેમના પરિવારના લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે અને તેમના જીવ પણ ગુમાવી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment