Breaking News

બર્થડે ના દિવસે જ યુવકે ઝાડ સાથે લટકીને આપઘાત કરી લેતા આખું ગામ હિબકે ચડ્યું, કારણ જાણીને ભલભલા ચોંકી ગયા…!

સમાચાર પત્ર ખોલતાની સાથે જ કેટ કેટલાય આપઘાતના બનાવો દિન પ્રતિદિન આપણી નજર સામે વાંચવામાં આવે છે. આજકાલ પરિવારમાં ક્યાંક ને ક્યાંક સમજણનો અભાવ તેમજ એકબીજા સાથે કેવી રીતે રહેવું જોઈએ અને કેવી રીતે વાતચીત કરવી જોઈએ આ ઉપરાંત ખરાબ પરિસ્થિતિ આવવી પડે ત્યારે તેનો કેવી રીતે સામનો કરવો જોઈએ..

આ તમામ બાબતોના સમજણનો ક્યાંકને ક્યાંક અભાવ દેખાઈ રહ્યો છે. જેને કારણે રોજ રોજ ઘણા બધા આપઘાતના મામલાઓ સામે આવે છે. રાજકોટના ગોંડલ જિલ્લામાં છેલ્લા બે દિવસની અંદર અંદર ટોટલ ત્રણ જેટલા આઘાતના બનાવ સામે આવતા સૌ કોઈ લોકો હચમચી ગયા છે..

જ્યારે સામાન્ય લોકોના ડોળા ફાટી નીકળ્યા છે. અને વિચારવા પર મજબૂર બન્યા છે કે, આખરે આ લોકોને એવું તો શું દુઃખ આવી પડ્યું હશે કે, જેના કારણે તેઓને આપઘાત કરવાનો વારો આવ્યો છે. ગોંડલ તાલુકાના જીવરાજગઢ ગામમાં મેહુલ રમેશભાઈ સાકરીયા નામનો યુવક પોતાના પરિવારજનો સાથે રહે છે…

આ યુવકની ઉંમર 26 વર્ષની છે. અને માત્ર એક વર્ષ પહેલા જ તેની સગાઈ થઈ હતી. પરંતુ હવે તેને ઝાડ ઉપર લટકીને ગળાફાંસો ખાઈ લેતા પરિવારજનોની સાથે સાથે સગાઈ કરનાર યુવતીના પરિવારજનો પણ હોશ કોઈ બેઠા છે. જે દિવસે આ યુવકનો જન્મદિવસ હતો એ જ દિવસે તેણે મોતને ભેટયું હતું..

આ દુઃખને સહન કરવું કોઈ પણ પરિવાર માટે શક્ય નથી. આ યુવક શાપરના વેરાવળ ગામે કડિયા કામ કરતો હતો અને પોતાના પરિવારને ગુજરાન ચલાવવામાં મદદરૂપ બનતો હતો. આ યુવકે કયા કારણોસર આપઘાત કર્યો છે. તેની કોઈ જાણ ઘટના સ્થળેથી મળી હતી નહીં. પરંતુ પોલીસની તપાસ બાદ પ્રાથમિક સૂત્ર મુજબ આ યુવકે આર્થિક સંકળામણ ના કારણે આત્મહત્યા કરી હોય તેવું જાણવા મળ્યું છે..

ક્યાંક ને ક્યાંક યુવક ઉપર ખૂબ મોટી જવાબદારી આવી પડી હશે. અને જેના કારણે તેને પૈસાની જરૂર પડી હશે. જેને કારણે તે સતત આર્થિક સંકળામણમાં રહેતો હોય અને અંતે કંટાળીને આપઘાત કરી લીધો હોય તેવું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ જ્યારે પોલીસને થઈ ત્યારે તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને મૃતક યુવકના મૃતદેહને પોસ્ટ મોટા માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જ્યારે બીજી બાજુ સમગ્ર ગામના લોકો અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપીને હિબકે ચડ્યા છે તેમજ પરિવારજનો પણ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા છે. પોતાનો જુવાનજોધ દીકરો ખોઈ બેસતા માં-બાપ ઉપર મોટી આફતોના વાદળો ફરવા લાગ્યા છે. જયારે નજીકના સ્નેહીમાં પણ ભારે દુખઓ માહોલ છવાયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *