આપણને સૌને ખ્યાલ છે તે પ્રમાણે ગત દિવસોમાં મારામારી, લૂંટ, ચોરી અને હ.ત્યાના કેસો ખૂબજ વધી રહ્યા છે ઘણી બધી વખત ઘરના સભ્યોમાં જ નાના મોટા ઝઘડા ના કારણે ક્યારે તે ઝઘડો મોટો વિવાદ બને અને તેમાંથી એકબીજાના મોત કરવાના આરે પણ આવી પહોંચે છે આવા તો અનેક ગુનાઓ બની ચૂકયા છે ત્યારે અનેક વખત વ્યક્તિ પોતાના નાનાભાઈ અથવા તો માતા-પિતાને જ ધમકાવતો હોય છે.
અને તેનું મૃત્યુ પણ કરતો હોય છે. તો ઘણી વખત ઘરની વહુ ને તેના સાસુ-સસરા તેમની સાથે રહે તે પસંદ ન હોવાના કારણે તે પોતાના પતિને કામ-ધંધે જતાં જ તેના સાસુ-સસરા ને ગમે તે ટુચકા વડે તેનું મૃત્યુ કરી દેતા હોય છે. આવો જ બનાવ બન્યો હતો ગત દિવસમાં બનાવ બન્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો અને આ બનાવ બાદ કોઈને પણ પોતાના ભાઈ-બહેન ઉપર વિશ્વાસ રાખો ખૂબ જ મુશ્કેલ થઈ ગયો છે.
કારણ કે બનાવ જ કંઈક એવો બન્યો હતો મહેસાણા જિલ્લામાં કડી શહેરમાં આવેલા કસ્બા જુમ્મા મસ્જિદ પાસે રહેતી ખાતુનબીબી મુનસ કોર્ટ પાસે રહેતી તેની માતા સાબેરાબીબીના ખબર અંતર પૂછવા ગઈ હતી. અને તેની માતા સાથે બેસી ને વાતચીત કરતી હોય છે અને તે દરમિયાન તેનો મોટો ભાઈ મહેબૂબ મલેક ત્યાં આવી જતા તેની બહેન ને જોઈ તેની સાથે બેસી વાતચીત કરવાને જગ્યા એ તેને કંઈ પણ પૂછતાછ વગર સીધું જ બહેનને ગાળાગાળી આપવાનું શરૂ કર્યું હતું.
અને એમ પણ કહ્યું હતું કે મારા ઘરે કેમ આવી છો મારા ઘરે કોઈ દિવસ તારે આવવાનું નહીં ‘અહીંયા થી ચાલી જા’ એમ કહી ઘરમાંથી લોખંડની પાઇપ લાવીને તેને ગાલ પર ધા મારી દેતા તેની બહેન લોહીલુહાણ બની ગઈ હતી બાદમાં મારામારી દરમિયાન ફરિયાદી ની બહેન ત્યાં આવી જતા જેમ તેમ ભાઇ-બહેનના આ ઝઘડાને શાંત કરી અટકાવ્યો હતો.
ભાઈએ ફરિયાદીને કહેલું કે જો હવે અમારા ઘરમાં પગ મુકીશ તો તને જાનથી મારી નાખીશ અને કટકા કરીને ફેંકી દઈશ. તેવી ધમકી આપી ત્યાંથી નીકળી ગયો હતો આ સમગ્ર મામલે ફરિયાદ ખાતર પોતાના મોટાભાઇ મહેબૂબ મલક વિરુદ્ધ કડી તાલુકામાં પોલીસમા ફરિયાદ નોંધાવી હતી અને આ મામલે પોલીસે પણ વધુને વધુ કામગીરી હાથ ધરી છે. મહેસાણા જિલ્લામાં આવેલી કડી ખાતે આ ઘટના સામે આવતા જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો.
અને માતાના બીમાર રહેવાના કારણે તેની દીકરી તેની ખબર અંતર પૂછવા આવી હતી ત્યારે તેના ભાઈ દ્વારા આવો વ્યવહાર જોઇને દીકરીને ખૂબ જ આઘાત લાગ્યો છે અને તે ખૂબ જ ઇજાગ્રસ્ત છે અને તેને ત્યાંથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યારબાદ ઘટનાના ગુનેગારોને ઝડપી તેના પર પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને વધુ ને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]