Breaking News

બાઈક સવારને બચાવવા જતા કાર પુલ સાથે અથડાઈ, કારના બે ટુકડા થઈ જતા દેરાણી-જેઠાણી સહીત કુલ 3ના કરુણ મોત..!

રોજબરોજ અકસ્માતની ઘટના ના બનાવોમાં વધારો થતો જાય છે. કેટલીક વાર લોકોને બેદરકારી અથવા ખરાબ રસ્તાઓના કારણે અકસ્માત સર્જાતું હોય છે. જેનો ભોગ ઘણા લોકો બનતા હોય છે. મધ્યપ્રદેશ રાજ્યના દીછવાડા જિલ્લામાં સચિન જયસ્વાલ નો પરિવાર રહે છે. થોડા દિવસો પહેલા સચિન જયસ્વાલ ના મામા દ્વારા ફોન જણાવવામાં આવ્યું હતું કે તેના પુત્રના લગ્ન ગોઠવેલા છે .

જેથી સચિન જયસ્વાલ ને સહ પરિવાર લગ્નમાં પધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ગઈકાલે તેઓ લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે પોતાની કીયા સેલ્ટોઝ એસયુવી કારમાં તેમના મામાના ઘરે જઈ રહ્યા હતા. જ્યારે તેઓ દેશવાડા નજીક નાગપુર રોડ પર રહેલી ડ્રિમ હોટલ પાસે પહોંચ્યા..

ત્યારે અચાનક જ તેમની સામે ખૂબ જ ઝડપી એક બાઈક આવી પહોંચી સચિન દ્વારા તે બાઈક સવારને બચાવવાના પ્રયાસ કરતા દરમિયાન તે કાર પરથી કાબુ ગુમાવી બેઠો હતો. કારણે કાર નજીકમાં રહેલા પુલ સાથે ધમાકાભેર અથડાઈ હતી. અકસ્માત ગંભીર હતો કે ભૂલની સાથે અથડાતાની સાથે જ કાલના બે ટુકડા થઈ ગયા હતા.

કારમાં પાછળની બાજુ બેઠેલી ત્રણે મહિલાઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. આ અકસ્માત વિશે જાણ થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કારમાં આગળની બાજુ બેઠેલા સચિન જયસ્વાલ અને નીલમ જયસ્વાલ ને ખૂબ જ ગંભીર ઈચ્છા પહોંચી હતી. ત્યાંના સ્થાનિક લોકો દ્વારા એમ્બ્યુલન્સ ને બોલાવીને તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ત્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. પાછળની સીટમાં બેઠેલા રોશની જયસ્વાલ , માધુરી જયસ્વાલ અને પ્રિયા જયસ્વાલ નું મૃત્યુ થાય ગયું હતુ. જેમાં રોશની અને માધુરી સગા દેરાણી-જેઠાણી છે. ઘરમાં લગ્નના માહોલમાં એક જ પરિવારમાં થી ત્રણ વ્યક્તિનું મૃત્યુ થઈ જવાને કારણે આખા પરિવારમાં દુઃખનોમાં હોય છવાઈ ગયો છે.

છેલ્લા 2 અઠવાડિયાથી સમગ્ર દેશમાં અકસ્માતમાં મોતના બનાવ ખુબ જ વધી ગયા છે. જેમાં કેદારનાથ અને અમરનાથ યાત્રાળુઓનો અકસ્માત કે જેમાં 22 લોકો મૃત્યુ પામ્યા છે તેનો પણ સમાવેશ થાય છે. થોડા દિવસ પહેલા જ યુમના એક્સપ્રેસ પર ખુબ મોટા અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો જેમાં એક પરિવાર ખલાસ થઈ ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રોજની માથાકૂટોથી કંટાળી ગયેલી 4 બાળકોની માતાએ ફિનાઈલના ટીકડા પીઈને આપઘાત કરી લેતા રોક્કળ મચી ગઈ, પરિવાર દોડતો થઈ ગયો..!

આજકાલ આપઘાતના બનાવવામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. લોકો પોતાના અંગત કારણો અને જીવનમા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *