માર્ગ અકસ્માતના બનાવો સામે આવતા પરિવારના સભ્યો દુખની લાગણીમાં ચાલ્યા જતા હોય છે. હાલ એક ગમખ્વાર અકસ્માત સુરેન્દ્રનગરના માળિયા પાસે બન્યો છે. આ અકસ્માત બનતાની સાથે જ આસપાસના ગ્રામજનો પીપળીયા ચાર રસ્તા ઉપર એકઠા થઇ ગયા હતા.
માળીયા તાલુકાના પીપળીયા ચાર રસ્તા પાસે એક છકડો રિક્ષા અને એક બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. નાના દહિંસરા ગામના પાટિયા પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. એક બાજુથી છકડો રીક્ષા પૂરઝડપે આવી રહી હતી..
અને બીજી બાજુ એક બાઇક ચાલક પૂરઝડપે આવી રહ્યા હતા. બંને વચ્ચે ધડાકાભેર અથડાઈ હતી. અથડામણને પગલે બાઈક અને છકડો રીક્ષા બંનેના કુચા બોલી ગયા હતા. અકસ્માતમાં માળીયા તાલુકાના બગસરા ગામમાં રહેતા ભરત ભાઈ નાનુભાઈ વાઘેલા નામના યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે.
ભારે અથડામણના કારણે તેમના માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગો પર પણ ખૂબ ગંભીર ઈજા થઈ હતી. અને શરીરના મોટાભાગનાં લોહી ઘટનાસ્થળે જ વહી ગયું હતું. આ ગંભીર ઈજા થતાંની સાથે જ તેઓને સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડે પહેલા ઘટનાસ્થળે તેઓએ જીવ ગુમાવી દીધો હતો..
બીજી બાજુ છકડાચાલકને સમયસૂચકતા દાખવી ને કૂદકો મારી લેતા તેમનો જીવ બચી ગયો છે. ભરત ભાઈનું મૃત્યુ થતાં તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. વાઘેલા પરિવારનો અડીખમ આધાર ભરતભાઈ પોતે હતા. તેઓ કામ ધંધો કરીને પરીવારનું ગુજરાન ચલાવતા હતા..
હવે તેમનું મૃત્યુ થતા પરિવારનો માળો વિખાઈ ગયો છે. ખરેખર અકસ્માતમાં થયેલું મોત ખુબ જ કરુણ હોઈ છે. પરિવારના સભ્યો માટે આ મોત ક્યારેય ભુલાઈ શકાતું નથી કારણ કે આ એક એવો સમય છે જે થોડી વારમાં જ તેમના નજીકના કોઈ સભ્યનો જીવ લઇ બેસે છે.. ઓમ શાંતિ..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]