સૌરાષ્ટ્રના જુદા જુદા પંથકમાં ચોમાસુ ધડબડાટી બોલાવી રહ્યું છે. મેઘરાજા મનમુકીને દરેક જિલ્લાઓમાં વરસી રહ્યા છે. એવામાં ગોંડલ પંથકમાં સવારથી જ અસહ્ય બફારો શરૂ થવા લાગ્યો હતો. અને બપોરના સમય બાદ વાતાવરણમાં અચાનક પલટો નોંધાયો અને આકાશમાં કાળાડિબાંગ વાદળો ચડી આવ્યા હતા. અને ત્યાર બાદ ભારે પવન સાથે ધૂળની ડમરીઓ પણ ઉડવા લાગી હતી..
અને જોતજોતામાં જ વીજળી ની સાથે કડાકા ભડાકા સાથે વરસાદ વરસવા લાગ્યો હતો. માત્ર અડધા કલાકની અંદર જ ગોંડલમાં વીજળીના કડાકા-ભડાકા સાથે બે ઇંચ વરસાદ ખાબકી જતા શહેરના રસ્તાઓ નદીમાં ફેરવાયા હતાં. ઉપરાંત રાજકોટ જિલ્લાના જુદા-જુદા તાલુકાઓમાં આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા છે. અને જુદા-જુદા તાલુકાઓમાં વરસાદ પણ વરસવા લાગ્યો છે..
જેમાં બાંદરા અને દેવચડી ગામમાં અતિશય ભારે વરસાદ વરસતા ગામમાં વરસાદના પાણી ભરાઈ ગયા છે. તેમજ ગામના બેઠા પુલ અને ખેતરોમાં પણ ભારે માત્રામાં પાણી ભરાઈ ગયા છે. બાંદરા અને દેવચડી ગામના પહેલો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી ની લાગણી છવાઈ ગઈ છે અને હોંશે હોંશે વાવણી કરવા માટે પહોંચ્યા છે.
આ સાથે સાથે ધોધમાર વરસાદને પગલે ખેતરોના પાણીને કારણે નદી-નાળાં પણ છલકાઈ ગયા છે. તેમજ રસ્તા પર પણ પાણી ફરી વળ્યા છે જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગોંડલમાં છેલ્લા બે દિવસથી ભારે બફારાનો અનુભવ થતો હતો. પરંતુ હવે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી જતા લોકો અસહ્ય ગરમીથી રાહત મેળવી રહ્યા છે.
તો બીજીબાજુ ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો વરસાદ ખાબકતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. અગાઉ રાજકોટ શહેરમાં માત્ર અડધા કલાકની અંદર પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો અને હવે ગોંડલના જુદા-જુદા તાલુકાઓમાં અડધો કલાકની અંદર બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસ્યો છે.
હવામાન ખાતાએ જણાવ્યું છે કે, જૂન મહિનાની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસતો હોય છે. પરંતુ આ વર્ષે હજુ મહિનો અડધો ઉપર પૂર્ણ થયો છે. એવામાં ખૂબ સારો વરસાદ વરસી ચૂક્યો છે. એટલે કે હવામાન વિભાગે જણાવી દીધું છે કે, આ વર્ષનું ચોમાસું ખૂબ જ સારું જશે.
તેમજ સામાન્ય ચોમાસાની સાપેક્ષમાં આ વર્ષે વરસાદ પણ ૧૦૫ ટકા જેટલો નોંધાવા જઈ રહ્યો છે. આ ઉપરાંત ચોમાસાની સિસ્ટમ પણ દિવસેને દિવસે મજબૂત બનતી જાય છે. જેને પગલે વરસાદનો વિસ્તાર અને વ્યાપ પણ વધવા લાગ્યો છે. અને સાર્વત્રિક વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગના અધિકારીઓએ જણાવી દીધી છે..
જુલાઈ મહિનાની અંદર બંગાળની ખાડીમાં સામાન્ય રીતે લો પ્રેસર જાય છે. જેને કારણે અરબી સમુદ્રના વરસાદી સિસ્ટમને સપોર્ટ મળે છે. અને જુદાજુદા વિસ્તારોમાં સારો વરસાદ ખાબકે છે. 24 તારીખ લઈને 30 તારીખ સુધી ગુજરાતના જુદા જુદા તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ ખાબકવાની આગાહીઓ કરવામાં આવી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]