ગુજરાતમાં ચોમાસાના આગમનની સાથે જ જુદા જુદા વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે. ઘણા જિલ્લાઓમાં નદી-નાળામાં પાણી વહેતા થયા છે. તો ઘણા જિલ્લાના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે અમુક અમુક જિલ્લામાં તોફાની વરસાદના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. હાલ હવામાન વિભાગે બીજા રાઉન્ડનો વરસાદની આગાહી આપી દીધી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતી આગાહી જણાવી દીધું છે કે, આજે અને આવતીકાલે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી રહેલી છે. આ સાથે સાથે આવનારા પાંચ દિવસની અંદર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસવા જઈ રહ્યો છે. આ સાથે સાથે તેઓએ જણાવ્યું છે કે, અમદાવાદ જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે..
સાંજે અને રાત્રીના સમયે ઠંડરસ્ટ્રોમ એક્ટીવીટી નજરે ચડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. મોટાભાગના જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદ વરસી ગયો છે. એટલા માટે ખેડૂતો ખુશખુશાલ થયા છે. અને ખેતરમાં વાવણી કરવા લાગ્યા છે..
દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, ભરૂચ અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને રાજકોટમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અને તમામ જિલ્લાઓમાં આગામી પાંચ દિવસમાં વાતાવરણ વરસાદમય બનેલું રહેશે.
આ ઉપરાંત વરસાદી સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય થઇ ગઇ છે. જેના કારણે દક્ષિણ ગુજરાતના દરીયાકિનારે 8 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળવા લાગ્યા છે. તેમજ દરિયાકિનારાના વિસ્તારોમાં ખૂબ મોટી નુકશાનની આશંકા સેવાઈ રહી છે. આ વરસાદી સિસ્ટમને કારણે દરિયામાં કરંટ જોવા મળ્યો છે. તેમજ સમુદ્રની અંદર ડિપ્રેશન થતા દરિયાના મોજા દરિયા કિનારાના ગામોમાં પણ ઘુસી ગયા છે.
વરસાદી સિસ્ટમ સક્રિય થતાની સાથે જ મોટા મોટા મોજા ઉછળવા લાગ્યા છે. જેના કારણે દરિયા કિનારા પર હરવા-ફરવા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સાથે સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. કારણ કે દરિયામાં ભરપૂર પવન ફૂંકાવા લાગ્યો છે. તેની સાથે સાથે વાતાવરણમાં પણ અચાનક જ પલટો નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતના સુવાલી, ડુમસ, તિથલ અને ઉભરાટનો દરિયા કિનારો ગાંડો થયો છે. દક્ષિણ ગુજરાતના દાદરાનગર હવેલીના વાતાવરણમાં પણ અચાનક જ પલટો નોંધાયો હતો અને બપોરના સમયે તો સેલવાસ તેમજ વલસાડના અન્ય વિસ્તારોમાં કાળા ડીબાંગ વાદળ છવાઈ ગયા હતા અને થોડી જ વારમાં મેઘરાજાએ વરસાદની ધબડાટી બોલાવી દીધી હતી.
જેના કારણે વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી ગઈ છે. અને લોકો ગરમી અને બફારાથી રાહત અનુભવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકની અંદર અંદર નવસારી, કામરેજ, હાંસોટ, મહુવા, નેત્રંગ, ઓલપાડ, કેશોદ, માણાવદર, જુનાગઢ, પલસાણા, વલસાડ, પોરબંદર, ઝઘડિયા, વિસનગર, વડનગર, અંકલેશ્વર, નસવાડી, જલાલપુર, ગણદેવી, તાલુકામાં ભારે વરસાદ વરસી ચૂક્યો છે….
જ્યારે માંગરોળ, મહેમદાવાદ, તાલાલા, ચાણસ્મા, ખેડા, વેરાવળ, કાલાવડ, વંથલી, બોરસદ, ભાવનગર, ધોળકા, વઢવાણ, ઘોઘા, ગોંડલ, ખાંભા, કોડીનાર, તળાજા, ધંધુકા, વલભીપુર, ધોલેરા, રાજકોટ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી ચૂક્યો છે. આ ઉપરાંત જેસર, મુળી, જસદણ, ઉપલેટા, ગણદેવી, પેટલાદ, સુત્રાપાડા ,સિધ્ધપુર…
કલ્યાણપુર, બગસરા, માતર, લાલપુર, લોધીકા, પાદરા, કરજણ, વિસાવદર, ગીરગઢડા, મહેસાણા, વાપી, સંખેડા અને દાંતામાં હળવા વરસાદી ઝાપટા અનુભવાયા છે. આ ઉપરાંત તમામ તાલુકાઓમાં બીજા રાઉન્ડનો વરસાદ આગામી પાંચ દિવસની અંદર શરૂ થવા જઇ રહ્યો છે. વરસાદની આગાહી મળતાની સાથે જ ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે..
કારણ કે પહેલા વરસાદ વાવણી લાયક વરસાદ કારણે ખેડૂતોએ ખેતરમાં વાવણી કરી દીધી છે. જ્યારે બીજા વરસાદની આગાહી માત્ર પાંચ દિવસની અંદર આપી દેવામાં આવી છે. એટલે કે પાંચ દિવસમાં ફરી એક વખત વરસાદ થતાં ખેડૂતોને માટે ખૂબ સારા સમાચાર આવ્યા છે. આ આગાહીને લઈને ચારે કોર આનંદની લહેર જોવા મળી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]