Breaking News

Big Breaking : આવી ગઈ વિધાનસભા ચુંટણીની તારીખો, જાણી લો તમારા વિસ્તારના તબ્બકાની તારીખ..!

છેલ્લા કેટલાક સમયથી દરેક રાજકીય પાર્ટી ચુંટણીની રાહ જોઈને બેઠી હતી કે ક્યારે ચૂંટણી આવે અને લોકો મતદાન કરીને યોગ્ય ઉમેદવારોને ભવ્ય મતથી જીતાડીને શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા, વિકાસ, અને સમૃદ્ધીલક્ષી કામો કરે, અને આજે ચુંટણી પંચની પ્રેસ કોન્ફરેન્સ હતી જેમાં ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે.

આ તારીખો જાહેર થતાની સાથે જ રાજકીય પાર્ટીઓની સાથે સાથે જનતામાં પણ ભારે જોશ જોવા મળી રહ્યો છે. આ વર્ષની ચૂંટણી 2 તબક્કાઓમાં થવા જઈ રહી છે, જેમાં પહેલા તબક્કાની અંદર કુલ 89 બેઠકો પરથી મતદાન થશે, આ તબક્કાનું મતદાન 1 ડીસેમ્બરના રોજ થશે..

પહેલા તબક્કાની અંદર કુલ 19 જીલ્લાઓ સામેલ છે. જેમાં દક્ષીણ ગુજરાતની બેઠકોની સાથે સાથે સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકોનો પણ સમાવેશ થાય છે. જામનગર, રાજકોટ, પોરબંદર, સુરત, દ્વારકા, બોટાદ, મોરબી, કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી , તાપી, ડાંગ, નવસારી, ભરૂચ, વલસાડ અને નર્મદાનો સમાવેશ થાય છે.

જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડીસેમ્બરના રોજ શરુ થશે, આ તબક્કામાં કુલ 93 બેઠકો પર મતદાન થશે. જેમાં મોટા ભાગની બેઠકો મધ્ય તેમજ ઉત્તર ગુજરાતની છે. જેમાં કુલ 14 જેટલા જિલ્લાઓનો સમાવેશ થાશે. જેવા કે ગાંધીનગર, મહેસાણા,  બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, દાહોદ, વડોદરા, મહીસાગર, ખેડા, સાબરકાંઠા, અમદાવાદ, પાટણ, છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે.

પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે આ ઉપરાંત મતગણતરી 8 ડિસેમ્બરે યોજાશે જેમાં ગુજરાતના રાજકીય ભવિષ્યની જાણકારી સૌ કોઈ લોકોને મળશે. આ તારીખો જાહેર થતા જ દરેક પાર્ટીઓની હલચલ અને ટીકીટોની ફાળવણી શરુ કરી દેવામાં આવશે અને તમામ ગતિવિધિઓ પણ ખુબ જ તેજ બની જશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *