ખેડૂતોને પોતાના પાકનું રક્ષણ કરવા માટે વન્યજીવોથી પાકને બચાવો ખૂબ જ મુશ્કેલ ભર્યુ કામ છે. છેલ્લાં ઘણાં વર્ષોથી ખેડૂતો પોતાના ખેતરમાં ચારેબાજુ બાઉન્ડ્રી બનાવીને તાર લગાવતા હોય છે. અને તેમાં ઝટકા મશીનનું જોડાણ કરે છે. જેથી જો કોઈ વન્યજીવન પ્રાણી કે વ્યક્તિ ખેતરમાં ઘુસવાની કોશિશ કરે તો તેને આધારે પોતાની સાથે ઝટકો લાગી જતો હોય છે.
અને તે વ્યક્તિ દુર ફેંકાઈ જાય છે. આ જટકા મશીનમાં ક્યારેય જીવને જોખમ રહેતું નથી. પરંતુ માત્ર કરંટ જ લાગે છે. પરંતુ મહુવા તાલુકાના વેલણપુર ગામમાં છેલ્લા ઘણા સમયથી જંગલી ડુક્કર પાકને નુકસાન પહોંચાડવા માટે આવી જતા હતા. અને સમગ્ર ખેતર ખેદાનમેદાન કરીને ચાલ્યા જતા હતા. આ બાબતને લઈને ગામના દરેક ખેડૂતોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવતો હતો..
તેઓ ખુબ જ મહેનત ખેતી કરવામાં કરતા હતા. પરંતુ માત્ર એક કે બે રાતની અંદર જંગલી ડુક્કર આ પાકને નુકસાન પહોંચાડી દેતા હતાં. એટલા માટે આ ગામના બે ખેડૂતોએ કે જેમના નામ દાનીયલ રમેશભાઈ નાયકા અને ધર્મેશભાઈ નાયકા જે આ બંને ખેડૂતોએ પોતાના ખેતરમાં જંગલી ડુક્કર ન આવે તેમજ પાકને નુકસાન ન થાય એટલા માટે ખેતરની ફરતે ધારની બાઉન્ડ્રી લગાવી દીધી હતી..
અને ખેતર નજીકથી પસાર થતા વીજ પોલમાંથી ઇલેક્ટ્રિક સપ્લાય આ તારમાં જોડાણ કરી દીધી હતી. જેથી જો વધારે કોઈ વ્યક્તિ અડકે એટલે તરત જ તેને કરંટ લાગી જાય છે. અને તેનું મૃત્યુ થાય છે. આ બાબત જાણતા હોવા છતાં પણ આ બંને ખેડૂતોએ પોતાની ખેતરને સુરક્ષાને લઈને આ પ્રકારનું પગલું ભર્યું હતું.
તેઓને કોઈ પણ પ્રકારનો અંદાજ હતો નહીં કે, આ તાર કોઈ વ્યક્તિનો જીવ લઇ લેશે. એક દિવસ વેલણપુર ગામના નાઇકી વાડમાં રહેતા તેમના જ પરિવારના ૪૫ વર્ષીય મહિલા રેખાબેન ભરતભાઈ નાયકા કે જેવો આ ખેતર નજીક ચારો કાપવા માટે ગયા હતા. તેઓ આ બાબતે અજાણ હતા કે, આ ખેતરમાં કરંટ મૂકવામાં આવ્યો છે.
એટલા માટે તેઓ તારની નજીક જ ચારો કાપી રહ્યા હતા. એવામાં પોતાનો હાથ તાર સાથે અડકતા જ તેમનું શરીર ગંભીર રીતે દાઝી ગયું હતું. અને એક સાથે ખૂબ વધારે વોલ્ટનો પાવર શરીરની અંદર પ્રવેશતાની સાથે જ શરીર ફાટી ગયું હતું. અને તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.
પોતાના ખેતરના પાકને બચાવવા માટે ખેડૂતોએ કરેલા નુસખાને કારણે આજે તેમના જ પરિવારની એક મહિલાનું મૃત્યુ થયું છે. આ મૃત્યુના સમાચાર પવનની ગતિ એ સમગ્ર ગામમાં તેમજ આસપાસના વિસ્તારોમાં પણ પહોંચી ગયા હતા. ઘટનાની જાણ થતા મહુવા પોલીસ પણ ઘટનાસ્થળે હાજર થઈ હતી. અને ખેતર ફરતે વીજકરંટ લગાવનાર ડેનિયલ રમેશભાઈ નાયકા અને ધર્મેશ રમેશભાઈ નાયકા નામના બંને ખેડૂતો સામે ગુનો નોંધ્યો છે..
અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બંને ખેડૂતોને જાણ હતી કે, આ કરંટ પસાર કરવાને કારણે તેના સંપર્કમાં આવવાથી કોઈપણ પશુ પ્રાણી કે વ્યક્તિને પણ મૃત્યુ થઇ શકે છે. તેમ છતાં પણ તે બંને ભાઈઓએ ખેતર ફરતેની બાઉંટરીમાં કરંટ ઉતારી દીધો હતો. જેના કારણે તેના કુટુંબે મહિના રેખાબેનને કરંટ લાગતા તેમનું મૃત્યુ થયું છે..
હકીકતમાં આ એક ગંભીર કેસ બને છે. જેમાં ગુનેગારને આજીવન જેલની સજા પણ થઈ શકે છે. કારણકે આ ગુનામાં કોઈ વ્યક્તિ મોત થાય છે. તેમજ મોત થવાની આશંકાને આધારે આ કલમો દાખલ કરવામાં આવતી હોય છે. આ બનાવ બન્યા બાદ મહુવા તાલુકાના વેલણપુર ગામના ફળિયામાં એકાએક શોકનો માહોલ છવાઇ ગયો છે. આગળ પણ સૌરાષ્ટ્રના જુદા જુદા ગામોમાંથી ખેતરમાં લગાવેલા ઝટકા મશીન ને કારણે કરંટ લાગવાના બનાવો સામે આવી ચૂક્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]