Breaking News

ભાવનગરના વતની એરફોર્સના જવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા શોક છવાયો, ડાયરીમાં લખેલા અંતિમ શબ્દો સાંભળીને પરિવારના રુંવાટા બેઠા થઈ ગયા..!

ઘણા લોકોનું સપનું હોય છે કે તેઓ દેશ માટે સેવા કરવાની ઈચ્છા ધરાવતા હોય છે. આર્મી એરફોર્સ અને નેવીમાં જોડાઇને દેશના વીર સૈનિકો દેશની રક્ષા કરવા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેતા હોય છે. દેશના વીર સૈનિકો દુશ્મનોને ઉભી પૂંછડીયે ભગાવવાની હિંમત ધરાવતા હોય છે. પરંતુ ભાવનગરના વતની ઇન્ડિયન એરફોર્સમાં સેવા આપતા હતા..

કે જેમનું નામ જયદત્તસિંહ પ્રદ્યુમ્નસિંહ સરવૈયા છે. તેઓ પોતાના જિંદગીની જંગ હારી જતા આપઘાત કરી લીધો કર્યો છે. તેમની ઉંમર 25 વર્ષની હતી. તેઓ એરફોર્સમાં ઓફિસર ક્લાસ વન રેન્ક ધરાવતા હતા. તેઓએ બેંગ્લોરથી પોતાની ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ ગ્વાલિયર ખાતે તેમની ટ્રેનિંગ ચાલી રહી હતી. પરંતુ કોઈ બાબતને લઈને તે હંમેશા ચિંતિત રહેતા હતા..

અને એક દિવસની હોટેલમાં તેમના રૂમમાં તેઓએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. આ બનાવની જાણ જ્યારે જયદત્તસિંહ પ્રદ્યુમ્નસિંહ સરવૈયા પરિવારજનોને થઈ ત્યારે તેઓ તાત્કાલિક ધોરણે ગ્વાલિયર પહોંચી ગયા હતા. આ જવાનના મૃતદેહને આજે સવારે ભાવનગરમાં લાવવામાં આવશે. અને ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવશે..

જયદત્તસિંહ પ્રદ્યુમ્નસિંહ સરવૈયા ખૂબ જ કાબીલ ઓફિસર હતા. અને તેઓએ એરફોર્સની સૌથી અઘરી પરીક્ષાઓ પણ ગણતરીના સમયમાં જ પાસ કરી લીધી હતી. તેઓએ બેંગ્લોર ટ્રેનિંગ પૂરી કરીને જાન્યુઆરી મહિનામાં પોતાના ઘરે પણ આવ્યા હતા. હવે તેઓની ટ્રેનિંગ ગ્વાલિયરમાં ચાલતી હતી, ટ્રેનીગ પૂર્ણ થયા બાદ તેઓ પાંચ દિવસ માટે પોતાના ઘરે ભાવનગર આવવાના હતા…

જયદત્તસિંહના પિતા પ્રદ્યુમ્નસિંહ સરવૈયા રિયલ એસ્ટેટ અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમજ જયદ્રથસિંહ નાનાભાઈ પરાજય અમદાવાદ શહેરમાં મેડિકલ કોર્સનો અભ્યાસ કરી રહ્યા છે. તેઓ શા માટે આપઘાત કર્યો છે..? તેના કારણે લઈને જવાનના કાકા કૃષ્ણદેવસિંહએ સૌ કોઈને જણાવ્યું હતું કે જયદત્તસિંહ ઉપર નોકરીનું મોટું પ્રેશર હતું..

જેના કારણે તેઓ ડિપ્રેશનમાં આવી ગયા હતા. અને અંતે તેઓએ આપઘાતનું પગલું ભરી લીધું છે. નોકરીની વાતને લઈને અવારનવાર ટેન્શનમાં રેહતા હતા. તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતા છતાં પણ તેને ટેન્શન દૂર થતું હતું નહીં. હાલ તેમના મૃતદેહને ભાવનગર ખાતે લઇ આવામાં આવ્યો છે. તેમના પિતાનો જન્મ દિવસ માત્ર ત્રણ દિવસ પહેલા હતો.

એ દિવસે તેમણે તેમના પિતાને જન્મદિવસની શુભેચ્છાઓ પણ આપી હતી. અને ત્યારબાદ તેઓએ ગળાફાંસો ખાઇ લીધો હતો. ભગવાનની સ્થાનિક પોલીસે તેમની રૂમમાંથી એક ડાયરી મળી આવી હતી. આ ડાયરીમાં તેઓએ અંતિમ શબ્દો લખેલા હતા. તે સાંભળીને જયદત્તસિંહના પિતા પ્રદ્યુમ્નસિંહ સરવૈયાના રુવાડા બેઠા થઇ ગયા હતા..

કારણ કે તેઓ ડાયરીમાં લખ્યું હતું કે હેપી બર્થ ડે પપ્પા માત્ર આટલા જ શબ્દ લખ્યા હતા આ શબ્દ સાંભળતાની સાથે જ પ્રદ્યુમનસિંહ ઉપર આફતના વાદળો ફાટી નીકળ્યા હતા અને હૈયાફાટ રૂદન જોવા મળ્યું હતું. આર્મીના જવાને સૌ લોકોએ અશ્રુભીની આંખે વિદાય આપશે.

આ બાબતને લઈને ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માહિતી આપી હતી અને તેઓએ પણ શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું હતું કે એરફોર્સમાં ક્લાસ વન રેન્ક ઓફિસર તરીકેની ફરજ આ દેશ ક્યારેય નહીં ભૂલે. જય હિન્દ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *