Breaking News

ભરૂચની દીકરીએ વિડીયો મોકલીને માંગી મદદ, કહ્યું અહિયા ધડાકા અને સાયરનના જ અવાજ આવે છે, વિડીયો જોઈને ભાવુક થઇ જશો..

છેલ્લા ઘણા સમયથી russia and ukraine વચ્ચે વાટાઘાટો અને તણાવ ચાલી રહ્યા હતા. પરંતુ ગઈ કાલે રાત્રે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન એ યુદ્ધનું એલાન કરી દીધું હતું. આજે સવારથી લઇને અત્યાર સુધી રશિયા ની સેનાએ યુક્રેનના ઘણા વિસ્તારો પર મિસાઈલ હુમલા કરી નાખ્યા છે..

આવા સમયમાં યુક્રેનમાં રહેલા ભારતીય અને વતન પરત લાવવા એ ભારત સરકારની જવાબદારી રહે છે. પરંતુ રશિયાએ યુક્રેનના તમામ હવાઈ અડ્ડા અને એક્સપ્રેસને બંધ કરાવી દીધા છે. એટલા માટે ભારત તરફથી વિમાન મોકલીને ભારતીઓને ભારતમાં પરત લાવવા ખૂબ જ મુશ્કેલ છે..

આવા સમયે ભારત સરકાર અન્ય કયો રસ્તો અપનાવે છે. તેના પર સૌ કોઇની નજર છે. ભયંકર યુદ્ધ ના સમયમાં લોકો ઘરમાં પુરાઈ ગયા છે એવામાં ગુજરાતના કુલ 30 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ યુક્રેનમાં ફસાયા છે. તેઓએ તેમના માતા-પિતાને વિડીયો કોલ કરીને જણાવ્યું હતું કે યુક્રેનમાં માહોલ ખૂબ જ બગડતું જાય છે. તેથી તેઓને કોઇ પણ રીતે ભારત સરકાર બચાવવા આવે તેવી રજૂઆત કરી છે.

એવામાં હાલ સોશિયલ મીડિયા પર ભરૂચની એક દીકરી નો વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ દીકરીનું નામ આઈશા શેખ છે. તેણે તેના માતા-પિતાને એક વિડીયો મોકલ્યો છે જેમાં તે કહી રહી છે કે અહીંયા તમામ વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે. સૌ કોઈ લોકો ઇન્ડિયન એમ્બેસી સાથે કોન્ટેક સાધવા મથી રહ્યા હતા..

એમબીએ સૌ કોઈ લોકોને હાલ જે લોકો જ્યાં છે ત્યાં જ રહેવા માટે આદેશ આપ્યો છે. અહીંયા સતત યુદ્ધના સાયરન વાગી રહ્યા છે. અને માર્શલ લૉ પણ લગાવી દેવામાં આવ્યો છે. આયશા શેખની સાથે સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશ અને અન્ય બે વિદ્યાર્થીનીઓ પણ ફસાઈ ગઈ છે.

હાલ તેઓ ખૂબ જ ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. અને તેમને મદદની જરૂર છે. આઈશાએ જણાવ્યું છે કે તેઓ ની ફ્લાઈટ હતી. પરંતુ યુદ્ધના કારણે એ ફ્લાઈટ કેન્સલ થઈ ગઈ છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ તેમને લેવા માટે આવવાની હતી. તે flight હકીકતમાં ત્યાં આવી જ નથી..

એટલા માટે કેટલા વિદ્યાર્થીઓ અહિયા ફસાયા છે. સૌ કોઈ વિદ્યાર્થીઓ ભારતીય દૂતાવાસમાં મદદ માટે પહોંચી ગયા હતા. તેમને કહેવામાં આવ્યું હતું કે તમારી પાસે માત્ર ને માત્ર 48 કલાક નો સમય છે. તમે કોઈપણ રીતે પૈસાની વ્યવસ્થા કરો અને તાત્કાલિક ધોરણે ટિકિટ બુક કરીને યુક્રેન છોડીને નીકળી જાવ…

ત્યારબાદ અમારી કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. આ સાંભળતાની સાથે જ યુક્રેનમાં ભણતા વિદ્યાર્થીઓના મા બાપ ને ખુબજ ચિંતા વધી ગઈ છે. વાલી ઉપર આભ ફાટી નીકળ્યું છે. કારણ કે તેઓ તેમના બાળકોને ભણવા માટે મોકલ્યા હતા. પરંતુ આ યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ જતા તેઓ જીવ જોખમમાં છે.

આ ઉપરાંત ગુજરાતના ગોંડલ, અરવલ્લી, સુરત, વલસાડ, ભરૂચ, જામનગર તેમજ રાજકોટના વિદ્યાર્થીઓ ફસાયા છે. સૌ કોઈ લોકોએ વિડિયો મોકલીને ભારત સરકાર પાસે મદદની અપીલ કરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *