Breaking News

ભારે વરસાદ સાથે ભયંકર વીજળી ત્રાટકતા એક ઘાયલ અને એક યુવકનું મોત થતા પરિવારનો માળો વિખાયો, મકાન અને વૃક્ષો થયા ધારાશાયી..!

ગુજરાતમાં હાલ બીજા રાઉન્ડના વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. જેના પગલે સૌરાષ્ટ્રના અમુક અમુક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ મહેરના દ્રશ્યો દેખાયા છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલા ચુડા, લખતર, વઢવાણ અને લીંબડીમાં ભારે હતી.

ભારે વરસાદ નોંધાયો હતો. જ્યારે સાયલામાં પણ છુટા છવાયા ઝાપટા વરસ્યા છે. સારો વરસાદ વરસની સાથે જ ખેડૂતોઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. પરંતુ એક બાજુ કડાકેદાર વીજળી પડવાને કારણે અમુક પરિવારજનોમાં મોતનો માતમ પણ છવાયો છે. સુરેન્દ્રનગરની અંદર સતત બે દિવસ સુધી વરસાદ થયો હતો નહીં.

અને લોકો ભારે બફારાથી ત્રાસી ગયા હતા અને અંતે ગઈકાલે આખો દિવસ વાદળછાયા વાતાવરણ થયા બાદ સાંજે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળા ડિબાગ વાદળો ઘેરાઈ આવ્યા હતા. જોત જોતામાં તો ગાજવી જ વીજળી સાથે ભારે પવન અને મુશળધાર વરસાદ પણ વરસવા લાગ્યો હતો..

જેના પગલે વઢવાણ તાલુકાની તમામ સીમમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ જ પાણી ભરાઈ ગયા હતા. વરસાદ પહેલા ભયંકર પવન ફૂંકાવવા લાગ્યો હતો. જેના કારણે લોકોમાં ડર પણ પેદા થયો હતો. વઢવાણના શિયાણી પોળ પોલીસ ચોકી પાસે આ વરસાદની સાથે સાથે કડાકેદાર વીજળી પડી હતી..

જ્યાં વિક્રમભાઈ નારાયણભાઈ નામના વ્યક્તિ હાજર હતા. આ વીજળી તેના સંપર્કમાં આવી જતા તેમનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે. તેઓ મૂળ રાજસ્થાનના હતા અને તેમની સાથે ઉભેલા રામ રવજીભાઈ પણ ખૂબ જ ઘાયલ થયા છે. જ્યારે આ વીજળી પડી ત્યારે આસપાસના તમામ લોકો ત્યાંથી દૂર હટી ગયા હતા. પરંતુ આ બંને વ્યક્તિ વીજળીની ચપેટમાં આવી જતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે…

આ વિજળી પડવાને કારણે તેમના પરિવારનો માળો વિખાઈ ગયો છે. તો બીજી બાજુ બીજા ઘાયલ વ્યક્તિને વઢવાણની સરકારી દવાખાનામાં લઈ જવા માટે આસપાસના લોકો 108 ની ટીમને પણ જાણ કરી દીધી હતી. હાલ તેઓની સારવાર ચાલી રહી છે. જ્યારે મૃતક વ્યક્તિને સ્મશાને લઈ જવામાં આવ્યો હતો.

આગામી સાત દિવસની અંદર અંદર હવામાન વિભાગે જણાવ્યું છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ બનેલો રહેશે. જેને કારણે સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન 27 ડિગ્રીથી લઈ 37 ડિગ્રી સુધી રહેશે. તેમજ પવનની ગતિ પણ 15 km થી લઈ 25 કિમી સુધી રહેશે. આ સાથે સાથે ભેજનું પ્રમાણ પણ વધારે રહેશે. જેના કારણે વરસાદ ટકી રહેશે..

અને છૂટાછવાયા વિસ્તારોમાં ભારે હતી ભારે વરસાદ વરસ છે. આ અગાઉ પણ સુરેન્દ્રનગર, પાટણ, ભરૂચ, વડોદરા, જામનગર અને રાજકોટમાં વીજળી પડવાને કારણે કુલ 15 કરતાં વધારે લોકોના મૃત્યુ થયા છે. તેમજ રાજકોટમાં તો એક જ પરિવારના ત્રણ સભ્યોના વીજળી પડવાને કારણે મૃત્યુ થતાં પરિવારજનોનું કરુણ આક્રદ જોવા મળ્યું હતું..

આ સાથે સાથે જામનગર શહેરમાં કુલ ત્રણ ભેંસો ઉપર વીજળી પડતા આ ત્રણેય ભેંસોના માલિક ખૂબ જ ઊંડા આકાતમાં ચાલ્યા ગયા છે. વીજળી પડવાને કારણે આ વર્ષે ગુજરાતમાં ખૂબ જ વધારે માત્રામાં નુકસાની નોંધાય છે. ખરેખર વીજળીના આવા બનાવો આ વર્ષે ખુબ વધારે નોંધાઈ રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *