ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. આ ઉપરાંત વધુ માહિતી જણાવતા કહ્યું છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ સારો વરસાદ વરસ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ અને મેઘરાજા ધામરોળી નાખ્યા છે…
જેને કારણે દરેક તાલુકાની નદી નાણામાં બે કાંઠે પાણી વહેતું થયું હતું. ધીમે ધીમે પાણીની આવક વધતા રાજ્યના 42 ડેમોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 13 ડેમોને એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. ગયા અઠવાડિયાના પાંચ દિવસ ગુજરાતમાં અતિભારે મેઘમહેર થઈ હતી. જેને પગલે અત્યાર સુધીમાં સિઝનનો 56% વરસાદ વરસી ચુક્યો છે..
અને હવામાન વિભાગે વધુ એક આગાહી કરતા જણાવ્યું છે કે, મહેસાણા, વલસાડ, નવસારી, ડાંગ, ગીર સોમનાથ અને દાદરા નગર હવેલીમાં હજુ પણ હતી ભારે વરસાદ પડવાની આગાહી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં છૂટો છવાયો ઝાપટા રૂપી વરસાદ પડશે. આ વરસાદ વરસ્યા બાદ ધીમે ધીમે વરસાદનો જોર ઘટવા લાગશે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 181 તાલુકામાં અતિ ભારે વરસાદ વરસી ચુક્યો છે. જેમાં સૌથી વધારે મહેસાણા અને બનાસકાંઠામાં વરસાદ નોંધાયો છે. વાત કરીએ ગુજરાત રાજ્યના જુદા જુદા ઝોન મુજબ વરસાદની તો કચ્છ ઝોનમાં 102% કરતાં પણ વધારે વરસાદ વરસી ગયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 52 ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં 72% વરસાદ થયો છે..
જયારે મધ્ય અને પૂર્વ ગુજરાતમાં ૪૪ ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં દર વર્ષની જેમ સૌથી ઓછો 31% વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં સૌથી વધારે વરસાદ કચ્છ ઝોનમાં નોંધાયો છે. જ્યાં સીઝનનો 100 ટકા કરતાં પણ વધારે વરસાદ વરસી ગયો છે. તમને જણાવી દઈએ કે કચ્છ ઝોનમાં આટલો બધો વરસાદ માત્ર પાંચ દિવસની અંદર જ ખાબકયો છે.
આ અતિ ભારે વરસાદને પગલે જુદા જુદા ડેમો ઓવરફ્લો થયા છે. જેને કારણે નીચાણવાળા વિસ્તારોને પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કારણ કે રોજ રોજ ડેમમાં વધારે પડતા વરસાદની પાણીની આવક થવા લાગી છે. જેટલી આવક થાય એટલા પ્રમાણે જ પાણીને છોડવું પડે છે..
જો પાણીને છોડવામાં ન આવે તો ડેમ તૂટવાની પણ ભીતી રહેલી હોય છે. એટલા માટે નિયમિતતા અનુસાર પાણી છોડવામાં આવે છે. પરંતુ એક સાથે વધારે જથ્થો છોડવામાં આવતા જ નીચાણવાળા ગામો તળાવમાં ફેરવાઈ જતા હોય છે. તો રસ્તા પણ નદી બની જાય છે. વરસાદી પુરના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રેહતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]