ભર ઉનાળે માવઠું વરસતા ખેડૂતોને મોટી નુકસાની, અચાનક જ વરસાદ આવતા માર્કેટયાર્ડમાં મચી ગઈ દોડધામ..!

ગુજરાતના હવામાન વિભાગે 20 તારીખ, 21 તારીખ અને 22 તારીખના રોજ રાજ્યના જુદા-જુદા શહેરોમાં તેમજ ગામડાઓમાં વરસાદી ઝાપટા અને કમોસમી વરસાદની સાથે સાથે ખૂબ વધારે ગતિથી પવન ફૂંકાવાની આગાહી રજૂ કરી હતી. આ આગાહીના પગલે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, મોરબી, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર પંથકમાં છૂટા છવાયા ઝાપટા વરસ્યા હતા..

ઉનાળાના કાળઝાળ તડકામાં પણ કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોને ભારે મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે કારણકે હાલ તમામ માર્કેટયાર્ડોમાં દરેક પાકોની જંગી આવક થઈ રહી છે. એકાએક વરસાદ વરસતા તમામ પાકોને સહી-સલામત છત નીચે લાવવા ખૂબ જ મુશ્કેલ ભર્યું કામ છે..

તેમજ દરેક પાકોને તાડપત્રી ઢાંકવા માટે પણ ખૂબ લાંબો સમય વીતી જતો હોય છે. એવામાં એકાએક વરસાદ આવી પડતા મોટાભાગના ભાગ બની ગયા હતા. જામનગર, ગોંડલ અને વાંકાનેરના માર્કેટયાર્ડોમાં ખેડૂતોને પાક વેચવા માટે ન આવવા જણાવ્યું હતું. આ સાથે જ રાજકોટ માર્કેટયાર્ડમાં પણ તમામ પાકોને તાડપત્રી ઢાંકી દેવામાં આવી હતી..

રાજકોટ શહેરમાં સવારના સમયથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. જેમાં અમુક સ્થળોએ છૂટાછવાયા વરસાદ વરસ્યા હતા. જેના પગલે શહેરના તમામ રસ્તાઓ પણ ભીના થયા છે. તો બીજી બાજુ જામનગર જિલ્લામાં પણ એકાએક વાતાવરણમાં પલટો આવતા બપોરના સમયે વરસાદી છાંટા પડવા લાગ્યા હતા..

અફઘાનિસ્તાન તરફથી ઉત્પન્ન થયેલા સર્ક્યુલેશનને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. જેની અસર અરબ સાગર સુધી પહોંચી આવી છે. જેના પગલે ગુજરાતના તમામ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ અને માવઠાઓ વરસી રહ્યા છે. આ સાથે સાથે ખૂબ વધારે ગતિથી પવન ફૂંકાઇ રહ્યો છે.

જે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઉનાળુ પાકનું વાવેતર કરી દીધું છે. તે તમામ ખેડૂતોને વરસાદી ઝાપટાને કારણે પાક બળી જવાની ભીતિ રહેલી છે. તેમજ ખેતરમાં પડેલા તૈયાર પાકોને પણ સમયસર છત નીચે સ્ટોર ન કરવાથી મોટા ભાગના પાકો ભીના થઇ ગયા હતા. અમુક માર્કેટયાર્ડોમાં આવા વરસાદી માહોલ વચ્ચે પણ હરાજી ચાલુ રાખવામાં આવી હતી..

જ્યારે મોટાભાગના માર્કેટયાર્ડમાં હરાજી આગાહીના દિવસો દરમ્યાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગીર ગઢડા, તાલાલા, કોડીનાર ,ગીર સોમનાથ તેમજ પોરબંદરમાં પણ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડ માં ખુલ્લી જગ્યામાં અંદાજે ૨૦,૦૦૦ પણ ચણા તેમજ ૧૦૦૦૦ મણ ઘઉં અને મગફળી સહિતના પાકો પડ્યા હતા…

આગાહી મળતાની સાથે જ આ તમામ પાકોને ઢાંકી દેવામાં આવ્યો હતો. જ્યારે નવા પાકની આવકને પ્લેટફોર્મ ઉપર યોગ્ય વ્યવસ્થિત રીતે ઢાંકી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ખેડૂતોને પણ ખુલ્લી જગ્યામાં પોતાનો માલ સામાન નહીં ઉતારવાની સુચના સાથે નો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment