Breaking News

ભરજુવાનીમાં યુવક-યુવતીને પ્રેમ થતા બંને પ્રેમીપંખીડાએ ચુંદડી બાંધીને એક સાથે જ મોતને વ્હાલું કરી દીધું, કારણ જાણીને ચોંકી જશો..!

હાલમાં કેટલાક યુવા-યુવતીઓ એકબીજા સાથે પ્રેમ કરી બેસતા હોય છે. ત્યારબાદ લગ્ન માટે પરિવારના વડીલોની મંજૂરી ન મળતા તેઓ ખોટું પગલું ભરી લેતા હોય છે. આવા અનેક બનાવો અગાઉ પણ સામે આવ્યા છે. ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના કડાણા તાલુકા માં પણ એક પ્રેમીપંખીડા દ્વારા આપઘાત કર્યો હોવાની માહિતી ઝડપથી ફેલાઈ રહી છે.

અમદાવાદ શહેરના કડાણા તાલુકાના ઘોડિયાર પુલ પરથી ત્યાંના સ્થાનિક પોલીસને 2 દિવસ પહેલા બિનવારસી અવસ્થામાં એક બાઈક અને ચંપલ મળી આવ્યા હતા. આથી કોઈએ નદીમાં કૂદકો મારી પોતાનું જીવન ટૂંકાવ્યું હશે, એવી સ્થાનિક પોલીસને સહકાર જતી હતી. જેથી કડાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર કે કે ડીંડોરે ગઈકાલે સવારે તરવૈયાઓની ટીમ મહીસાગર નદીમાં ઉતારી હતી.

પરંતુ તેમને આ વિશે કોઈ પણ જાણકારી કે મૃતદેહ મળ્યો ન હતો. તેથી કડાણા તાલુકાના સ્થાનિક પોલીસ દ્વારા ગોધરાની SDRF ની ટીમને મદદ લેવામાં આવી હતી. તેઓએ ગઈકાલે મોડી રાત સુધી નદીમાં શોધખોળ હાથ થઈ હતી પરંતુ તેમને નિષ્ફળતા સિવાય બીજું કંઈ પણ ન મળ્યું હતું.

જ્યારે આજે સવારે SDRFની ટીમ દ્વારા પુનઃ શોધખોળ શરૂ કરવામાં આવી ત્યારે તેમને ઓઢણીમાં બાંધેલી હાલતમાં બે મૃતદેહો મળી આવ્યા હતા. તેઓએ મૃતદેહને કિનારે લાવ્યા બાદ પોલીસને સોંપ્યા હતા. હવે ઇન્સ્પેક્ટર કે.કે. ડીંડોરની પુલ પર પડેલી બિનવારસી બાઇક અને ચંપલને જોઈને થયેલ આ શંકા હકીકતમાં ફેરવાઈ ગઈ હતી.

જ્યારે પોલીસ દ્વારા બાઈકના નંબર પ્લેટ દ્વારા મૃતકોના પરિવારજનોની ઓળખાણ કરી હતી. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરતા મૃત્યુ પામેલા યુવકનું નામ સુનિલકુમાર ઉદાભાઈ ખૂંટ અને યુવતીનું નામ જલ્પાબેન વિનુભાઈ બારીયા હોવાનું સામે આવ્યું હતું. તેઓ અમદાવાદ શહેરના લુણાવાડા તાલુકાના ગાભલાવાડાના મૂળ રહેવાસી છે.

તેમના પરિવારજનોને મૃતદેહોની ઓળખાણ માટે બોલવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા મૃતકોના પરિવારજનોની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેઓ એકબીજા સાથે પ્રેમ સંબંધમાં ઘણા લાંબા સમયથી જોડાયેલા હતા. પરંતુ પરિવાર દ્વારા લગ્નની મનાઈ કરવામાં આવતા તેઓએ આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો.

ત્યારબાદ બંને મૃતદેહોને કડાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમાર્ટમ માટે લઈ જવામાં આવ્યા છે. તેમજ પોસ્ટમાર્ટમ બાદ બંને મૃત દેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવશે. આ બનાવને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે, તો પરિવાજનોની હાલત ખુબ જ ગંભીર છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *