દરેક બાળકોને ભણાવી ગણાવીને મોટા કર્યા બાદ તેમના લક્ષ્ય સુધી પહોંચાડવા અને દરેક ડગલે ને પગલે સફળ થવાના આશીર્વાદ આપવાનું કામ માતા-પિતા કરતા હોય છે. દરેક માતા-પિતાની ઇચ્છા હોય છે કે તેમના બાળક ભણીને ખૂબ મહાન વ્યક્તિ બને અને સમાજ જેમ જ દેશનું નામ રોશન કરે..
ઘણીવાર બાળકો નાની ઉંમરમાં તેનું ભવિષ્ય બગડી જાય તેવી હરકતો કરવા લાગે છે. એટલા માટે દરેક મા-બાપને ઠપકો પણ આપવો પડતો હોય છે. પરંતુ આ ઠપકો બાળકો પોતાનામાં ઉપર ખૂબ ખોટી રીતે લઈ લે છે. અને માઠું લાગી આવતા તેવો ન કરવાની હરકતો કરી બેસતા હોય છે.
હાલ સુરતના ઉધના વિસ્તારમાં રહેતા 12 વરસના એક બાળકે ઘર મૂકી દીધું છે. ઘર મુકવાનું કારણ માતાએ આપેલ ઠપકો હતો. ઉધના વિસ્તારમાં બજરંગ મંદિર પાસે એક પરિવાર રહે છે. જેમાં માતા અને બાર વરસના દીકરાનો સમાવેશ થાય છે. થોડા વર્ષો પહેલાં પિતાનું મૃત્યુ થતાં આ બાળકને ભણાવવા ગણાવવાની અને તેના પાલન પોષણ કરવાની તમામ જવાબદારી માતા ઉપર આવી પડી હતી.
માતા બાળકને ખૂબ સારી રીતે ભણાવતી હતી. પરંતુ આ બાળકનું મન ભણવામાં ન લાગતા માતાએ બાળકને ઠપકો આપ્યો હતો કે બેટા આપણે ભણવામાં ધ્યાન દેવું જોઈએ. અને ભણી-ગણીને સારા વ્યક્તિ બનવું જોઈએ. ખરાબ લોકો સાથેની સંગત આપણા ભવિષ્યને બરબાદ કરી નાખે છે..
પરંતુ માતાના ઠપકા ને બાળકે મન ઉપર લઇ લીધું હતું અને તે ઘર મૂકીને ભાગી જવાના મૂડમાં આવી ગયો હતો. એક દિવસ તે પોતાના ઘરેથી નીકળીને ચાલ્યો ગયો હતો. ઘણા સમય સુધી બાર વર્ષનો દીકરો ક્રિષ્ના ઘરે આવતા માતાને ખૂબ જ ચિંતા થવા લાગી હતી. એટલા માટે માતાએ તેના તમામ મિત્રોનો સંપર્ક કરીને ક્રિષ્ના ના સમાચાર પૂછ્યા હતા..
પરંતુ દરેક મિત્રોએ ક્રિષ્નાને જોયો નથી તેમ જણાવી દેતા માતા ખૂબ જ ચિંતામાં મૂકાઇ ગઇ હતી. અને અંતે પોલીસની મદદ લેવા પહોંચી આવી હતી. તો બીજી બાજુ બાર વર્ષનો દીકરો ક્રિષ્ના સુરત થી ટ્રેનમાં બેસીને અમદાવાદ ચાલ્યો ગયો હતો. જ્યાં તેણે મણીનગર વડનગરની બસ પકડીને વડનગર તેની દાદીને મળવા માટે પહોંચી ગયો હતો.
પરંતુ વડનગર આવ્યા બાદ રાત્રિનો સમય હોવાથી તેને રસ્તાની સમજ હતી નહીં. એવા માટે આજુબાજુ શોધખોળ કરતો હતો. આ દ્રશ્ય બસના કંડક્ટરે જોયું હતું અને તે સમજી ગયો હતો કે આ બાળક કોઇ મોટી મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. અને તેને હાલ કોઈ વ્યક્તિના મદદની જરૂર છે.
એટલા માટે તે બાળકની નજીક ગયા હતા અને બાળકને પૂછવાની કોશિશ કરી હતી કે તે ક્યાંથી આવે છે. અને શા માટે અહીંયા રસ્તા પર ફાંફા મારે છે. તમામ બાબતોને જાણી આબાદ બસ કંડક્ટરએ આ બાળકને પોલીસને સોંપી દીધો હતો. પોલીસે આખી રાત આ બાળકને સાચવ્યો હતો.
અને સવારે નવડાવીને ચા નાસ્તો પણ કરાવ્યો હતો. ત્યારબાદ આ બાળકની પૂછતાછ કરી તેની પાસેથી તેની માતા નો ફોન નંબર લીધો હતો. અને તેની માતા ને કોલ કરીને આ તમામ બાબતોની જાણ કરી હતી. માતાએ પોલીસ કંડક્ટરનો તેમજ પોલીસની ટીમ નો આભાર માન્યો હતો અને તેઓને જણાવ્યું હતું કે આ બાળક ના પિતાનું મૃત્યુ થતાં પેટે પાટા બાંધીને આ બાળકનો ઉછેર કર્યો છે..
અને ખૂબ અઘરી પરિસ્થિતિની વચ્ચે આ બાળકને ભણવા માટે હું મોકલું છું. તેમજ તેની સાર સંભાળ રાખું છું. પરંતુ બાળકને ભણવામાં સહેજ પણ મન મળતું નથી. એટલા માટે તેને મીઠો ઠપકો આપ્યો હતો. પરંતુ બાળકને વાતનું લાગી આવ્યું હતું અને તે ઘર મૂકીને જતો રહ્યો હતો જ્યારે પોલીસે ફોન કરીને જણાવ્યું કે તમારું બાળક વડનગર ખાતેથી મળી આવ્યો છે. ત્યારે માતાના જીવમાં જીવ આવ્યો હતો અને તેને ખુશીનો પાર રહ્યો હતો નહીં.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]