ભણવામાં હોશિયાર દીકરાએ ઉપરની રૂમમાં લટકીને કરી લીધો આપઘાત, IITમાં ભણવા જાય એ પહેલા જ પરિવાર હિબકે ચડ્યો..!

બાળકોને ભણવાનું ખૂબ જ વધારે પડતું દબાણ હોય છે. દરેક માતા-પિતા તેમના બાળકોને ભણાવી ગણાવીને ખૂબ જ મોટા માણસ બનાવવા માંગે છે. તેઓ હંમેશા તેમના બાળકોને લઈને ચિંતા હોય છે કે, કદાચ તેમનો બાળક તેની સાથે રહેલા અન્ય બાળકોની પાછળ ન રહી જાય એટલા માટે તેને ભણાવવાની પ્રવૃત્તિઓમાં ખૂબ જ વધારે પડતું ધ્યાન અપાવવામાં આવે છે..

પરંતુ આ તમામ બાબતોમાં માતા-પિતા કેટલીક વખત તેમના બાળકો ઉપ આપવીતી પરિસ્થિતિને સમજી શકતા નથી. બાળક ખૂબ જ દબાણમાં જિંદગી જીવતા હોવાથી અંતે તેઓ કંટાળી જઈને અવળું પગલુ પણ ભરી લે છે અને આવા સમયે મા બાપના મોઢાં ફાટેલા ને ફાટેલા જ રહી જતા હોય છે..

પરંતુ ત્યારબાદ પસ્તાવો કરીએ પણ કોઈ પણ ફાયદો મળતો નથી. અત્યારે મધ્યપ્રદેશના શિવપુરી માંથી એક એવી હચમચાવી દેતી ઘટના સામે આવી છે કે, તેમાં સમગ્ર પરિવાર અત્યારે હિબકે ચડ્યો છે. બાજપેઈ કોલોની વિસ્તારમાં રાજેન્દ્રભાઈ દુબે તેના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેમનો દીકરો દેવ દુબે અને એક દીકરી તેમજ તેની પત્નીનો પણ સમાવેશ થતો હતો..

રાજેન્દ્રભાઈ હોમગાર્ડમાં નોકરી કરતા હતા. જ્યારે તેમનો 20 વર્ષનો દીકરો દેવો ધોરણ 12 ની પરીક્ષા આપીને હવે IITમાં પ્રવેશ મેળવી લીધો હતો. પરિવારજનો ખૂબ જ ખુશ હતા કારણ કે, આઇઆઇટીમાં ચાર વર્ષ ભણ્યા બાદ તેને 20 લાખ રૂપિયાથી શરૂઆતથી પગાર થઈ જવા પામવાનો હતો..

એટલા માટે પરિવાર હવે ખૂબ જ ખુશ ખુશાલ હતો. પરંતુ આ ખુશી લાંબો સમય સુધી ટકી શકી નથી અને રાત્રીના સમયે પરિવારજનો સાથે બેસીને ભોજન લીધું હતું. ત્યારબાદ તેઓ અગાસી ઉપર ખુલ્લી હવાનો આનંદ માણવા માટે ગયો હતો અને ત્યાં પોતાની રૂમમાં તેણે આપઘાત કરી લીધો હતો.

જ્યારે સવારે ના સમયે મોડે સુધી દેવ નીચે આવ્યો નહીં ત્યારે તેની માતા તેને જગાડવા માટે છત ઉપર આવી હતી. પરંતુ ત્યાં દેવને લટકેલી હાલતમાં જોઈને તેણે ખૂબ જ મોટી ચીખ નાખી દીધી હતી. આ ચીખ સાંભળીને દેવના પિતા પણ ત્યાં પહોંચ્યા અને જોયું તો તેમના દીકરો મૃત્યુ પામ્યો હતો..

દેવના માતા પિતાનું કહેવું છે કે, તે ધોરણ 12 સુધી ભણવામાં ખૂબ જ હોશિયાર હતો અને અત્યારે પણ તેણે આઇઆઇટીમાં એડમિશન મેળવી લીધું હતું. તેની ભણતરની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી હતી એ પહેલા જ દેવી આપઘાત કરીને જીવંત ટૂંકાવી દીધું છે. જેને લઇ સૌ કોઈ લોકો અત્યારે દુઃખના ઊંડા માહોલમાં ચાલ્યા ગયા છે.

તેના દીકરો આઈઆઈટીમાં ભણવા જવાનો હતો. જેની ખુશીમાં પરિવારજનોએ પોતાના ઘરે પૂજાપાઠનો કાર્યક્રમ રાખ્યો હતો. જેની તૈયારી પણ પરિવારજનોએ કરી લીધી હતી. પરંતુ દેવને તેના મનમાં એવું તો શું સુજ્યું હશે કે, તેણે પોતાનું કરિયર શરૂ થાય એ પહેલા જ આ અવળું પગલું ભરી લીધું હતું કે, ઘટનાની જાણકારી પોલીસ સુધી પહોંચતા પોલીસનો કાપલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો..

દેવની રૂમમાં તપાસ પણ શરૂ કરવામાં આવી પરંતુ કોઈ પણ અંતિમ ચિઠ્ઠી મળી આવી નથી. અત્યારે પોલીસે દેવનું લેપટોપ અને મોબાઈલ ફોનને કસ્ટડીમાં લીધો છે અને તેને તપાસ કરવા માટે આગળ મોકલી આપ્યો છે. આ ઉપરાંત જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીની કાર્યવાહીમાં દેવના મૃત્યુ કોઈ પણ કારણ સામે આવ્યું નથી. દિન પ્રતિ દિન આપઘાતના બનાવો એટલા બધા વધી રહ્યા છે જે દરેક લોકો માટે માતાનો દુખાવો સાબિત થઈ શકે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment