Breaking News

ભણેલ-ગણેલ યુવતી મોટા ઉદ્યોગપતિના ઘરે નોકરાણી બનીને કામ કરતી, એક દિવસ માલિકના ઘરમાં કરી નાખી એવી હરકતો કે પોલીસ 400 કિમી સુધી દોડતી થઈ..!

આજકાલ ભણેલ ગણેલ યુવક યુવતીઓ પણ કાળા કારનામાઓ સાથે જોડાઈ ગયા છે. પણ ભણી ગણીને સારી નોકરી તેમજ ધંધો કરવાને બદલે તેઓ એવા કામ કરી બેસે છે કે જેના કારણે તેમના મા-બાપને નીચું જોવાનો વારો આવે છે અને ભારે મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હોય છે. એમ.સી.એ. નો અભ્યાસ કરેલી એક મહિલા રાજસ્થાનના તલવારના 80 ફૂટ રોડ ઉપર રહેતી હતી..

તે દિલ્હીમાં ભણી હતી અને ત્યારબાદ દિલ્હીના પ્રસાદ નગરના એક ખુબ મોટા પરિવારમા કામવાળી તરીકે નોકરી કરતી હતી. આ ઘર ઉદ્યોગપતિનું ઘર હોવાથી તેને ખૂબ સારો પગાર પણ આપવામાં આવતો હતો. પરંતુ તમે વિચારવા મુકાઈ જશો કે, એમસીએ કરેલી આ યુવતી ઉદ્યોગપતિના ઘરમાં કામવાળી તરીકે શું કામ નોકરી કરે છે..?

કારણ કે તે પોતે ભણેલી છે. તો તેને ખૂબ સારી નોકરીઓ પણ મળી શકે તેમ હતી. પરંતુ આ યુવતીના લુક પરથી કોઈ વ્યક્તિ ન કહી શકે કે તે કામવાળીનું કામ કરતી હશે. તે એકદમ મોર્ડન કામવાળી હતી. તેમજ તેણે પરિવારના દરેક સભ્યોનો વિશ્વાસ પણ જીતી લીધો હતો. પરંતુ એક દિવસ તેને એવી હરકતો કરી છે કે જેના કારણે દિલ્હી પોલીસને 400 કિલોમીટર સુધી તેની પાછળ પાછળ દોડવાનો વારો આવ્યો છે…

આ યુવતી રોજની જેમ નોકરીએ જતી હતી. અને ઘરના તમામ કામકાજો કર્યા બાદ પોતાના ઘરે પરત આવતી હતી. તેની ઉંમર 24 વર્ષની હતી. તેણે એક દિવસ ઉદ્યોગપતિ ઘરની ત્રણ વર્ષની નાની બાળકીને પોતાની સાથે લઈને બસમાં બેસી રાજસ્થાન અલવર જવા માટે નીકળી પડી હતી. એટલે કે તેણે આ બાળકીનું અપહરણ કરી લીધું હતું..

એક બાજુ બાકીનો પરિવાર તેની ત્રણ વર્ષ બાળકીને શોધવા માટે આમથી આમ મથામણ કરી રહ્યો હતો. તેમજ પોલીસમાં પણ તેઓએ અપહરણની ઘટના નોંધાવી હતી. પરિવાર તેમની બાળકીને ગોતી ગોતીને થાક્યો છતાં પણ તેની કોઈ જાણ ન મળતા તેઓએ વિચાર્યું કે તેમની કામવાળી પણ આજે કામે આવ્યા બાદ તરત જ ઘર મૂકીને ચાલી ગઈ છે..

તેઓએ આ બાબત પોલીસને જણાવી હતી પોલીસને આશંકા ગઈ કે નક્કી આ કામવાળી બાળકીને અપહરણ કરીને ચાલી ગઈ હશે. એટલા માટે તેઓએ તાત્કાલિક અલવર પોલીસને આ બાબતની જાણ આપી હતી. કારણ કે આ યુવતી મૂળ અલવરની હોવાથી તેઓની શંકા હતી કે યુવતી આ બાળકીને લઈને અલવર જતી હશે..

પોલીસે જાણ મળતા જ અલાવતી તમામ બસ, ટ્રેન અને એરપોર્ટ પર પણ ચેકિંગ કરવા લાગ્યા હતા. જેમાંથી માત્ર 35 મિનિટની અંદર જ આ યુવતી એક બસમાંથી પકડાઈ ગઈ હતી. પોલીસે આ બાબતની જાણ દિલ્હી પોલીસને કરતા જ દિલ્હી પોલીસ આ બાળકીના માતા પિતાને લઈને 400 કિલોમીટર દૂર રાજસ્થાન આવી પહોંચી હતી..

દિલ્હી પોલીસે સાંજે 5:00 વાગ્યે આ બાળકીને પોતાના પરિવારજનોને સોંપી હતી. હકીકતમાં આ કામવાળી ખૂબ જ ભેજાબાજ હતી છેલ્લા ઘણા દિવસોથી આ ઉદ્યોગપતિ પરિવારમાં રેકી કરવાનું શરૂ કર્યું હતું. અને મોકો મળતા તેમની ત્રણ વર્ષે દીકરીને અપહરણ કરીને પરિવારજનો પાસેથી પૈસા પડાવવાની ચાલ બનાવી લીધી હતી..

પરંતુ તેનું આ તમામ કાવતરું નિષ્ફળ ગયું છે. અને પોલીસે તેને પકડી પાડી છે. આ નોકરાણી ખૂબ જ શિક્ષિત હોવાથી તે દરેક ચીજ વસ્તુઓને સમજે છે. અને પોલીસ સામે મોઢું ખોલી રહી નથી. પરંતુ પોલીસ પણ તેની તરકીથી આ કામવાળી પાસેથી પૂછપરછ કરી વધુ માહિતી કઢાવવામાં સ્કૂલ બની છે.

કામવાળી યુવતીના કપડા અને તેની બોડી લેંગ્વેજ તેમજ તેની ભાષા જોઈને પોલીસ પણ ચોકી ઉઠી છે કે હકીકતમાં આ યુવતી કામવાળી તરીકે નોકરી કરતી હતી કે શું? આ મામલો સામે આવ્યા બાદ મોટા મોટા બિઝનેસમેન કે જેઓ તેમના ઘરમાં કામવાળી યુવતીઓ રાખે છે. આ બાબતને લઈને તેવો ખૂબ ચોકી ઉઠ્યા છે. કારણકે ઘરમાં કોઈ વિશ્વાસુ વ્યક્તિ હોય તો પરિવારના દરેક સભ્યો સુરક્ષિત રહે છે. પરંતુ જો આવી ઘટના વારંવાર સામે આવે તો લોકોનો વિશ્વાસ કામ કરનાર વ્યક્તિ ઉપરથી ઉઠવા લાગશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *