ખાણીપીણીના કોઈ પણ ધંધામાં સ્વાદ કરતા પણ વધારે મહત્વની વસ્તુ ચોખાઈ અને સારી ક્વોલીટીનું મટીરીયલ વાપરવું એ બાબત છે. કારણ કે જો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતા હોઈ તો એ વસ્તુ લાંબો સમય ચાલતી નથી અને પકડાઈ જતી હોઈ છે. આજકાલ અમુક લોકો સસ્તી રીતે પૈસા કમાવવા માટે લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહ્યા છે..
નફો મેળવવા માટે લોકો ના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરતા હોવાના અનેક કેસ સામે આવી ચૂક્યા છે. હાલ એવી જ એક ચોંકાવનારી ઘટના રાજકોટ શહેરમાં નોંધાઈ ચુકી છે. રાજકોટના લોકો ખાણીપીણીના ભારે શોખીન લોકો છે. તેઓ ભજીયાથી માંડીને પકોડા અને ગાંઠિયા સુધીની તમામ ખોરાકને મન મૂકીને આરોગે છે..
પરતું એ બનાવવા માટે વપરાતા મટીરીયલ અંગે હાલ એવી વસ્તુઓ મળી આવી છે કે જેની જાણ થતા જ આરોગ્ય અને ફૂડ વિભાગ દોડતું થયું છે. રાજકોટ શહેરના આનંદ બંગલા ચોક વિસ્તારમાં આવેલા અભિનવ કિરાણા સ્ટોરમાં દરોડા પાડીને ચેકિંગની કામગીરી હાથધરી હતી.
જેમાં ખુબ જ હાનીકારક વસ્તુઓ મળી આવી છે. આ દુકાનમાં આયુર્વેદિક ઔષધીઓના જુદા જુદા પાવડર પણ વેંચવામાં આવતા હતા. આ દુકાનમાં ભજિયા અને ગાઠિયા બનાવાવા માટેના સોડા પણ મળતા હતા. જે ભજીયાના રાબડામાં નાખતાની સાથે જ ભજીયા પોચા રૂ જેવા બનતા હતા..
હકીકતમાં આ પેકીંગમાં વોશિંગ સોડા ભેળવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. આ પાઉડરનો કુલ 80 કિલો જેટલો જથ્થો આ દુકાનમાંથી પકડી પાડવામા આવ્યો છે. જો તમે પણ આમાના એક હોય તો ખાસ આ અહેવાલ વાંચી લેજો. રાજકોટવાસીઓના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થઇ રહ્યાં છે.
જેમાં ઓમ બ્રાન્ડમાંથી ફરસાણ બનાવવા માટે વોશિંગ સોડાના પેકીંગ વેચવાનો ધંધો પણ ઝડપાયો છે. એટલું જ નહીં, ઓમ બ્રાન્ડથી વેચાતા ભજિયામાં વોશિંગ પાઉડર મળી આવતા ખળભળાટ મચ્યો છે. હાલ આ સૌથી મોટું કારસ્તાન સામે આવ્યું છે. તેમાં ઓમ બ્રાન્ડ હેઠળ સોડા એસ નામના કેમિકલ અને વોશિંગ પાઉડરનો ઉપયોગ કરીને ભજિયા બનાવતા હોવાનું ખૂલ્યું છે.
રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા લોકો માત્ર ધો.12 અને ધો.9 ભણેલા છે અને તેમણે ૐ બ્રાન્ડથી વેચાતા વોશિંગ પાઉડરનો ઉપયોગ રાજકોટમાં ભજીયા અને ગાઠિયા બનાવવામાં થાય છે. આરોગ્ય વિભાગના ચેકિંગમાં આયુર્વેદના નામે ડાયાબીટીશ દૂર કરતી ફાકી….
50 વર્ષથી વધુ ઉંમરના લોકોની શારીરિક નબળાઈ દૂર કરતી ઇમ્યુનીટી બુસ્ટરની પડીકી અને ઘરે ઘરે ફરસાણ અને ગાંઠિયા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા સોડાને બદલે ટાઇલ્સ ક્લીન કરવાના કેમિકલને વેચવાનું કારસ્તાન સામે આવ્યું છે. તેમાં સમગ્ર મામલે આરોગ્ય વિભાગે નમૂના લઈને મોટા પ્રમાણમાં જથ્થાને સીલ કર્યો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]