Breaking News

ભાઈ, “તું મમ્મીનું ધ્યાન રાખજે” એવો મેસેજ કરીને નાનો ભાઈ નહેરમાં કુદી ગયો, મોટો ભાઈ મેસેજ વાંચે એ પહેલા જ તૂટી પડ્યા આફતોના આભ..!

અત્યારે રોજબરોજ આપઘાતના ઘણા બધા મામલાઓ બની જતા હોય છે. જેમાં અમુક અંગતના કિસ્સા પારિવારિક જીવનની કંટાળી જઈને બનતા હોય છે. તો અમુક પૈસા અને વ્યાજખોરોના ત્રાસને લઈને બનતા હોય છે. તો અમુક વખત તો સાવ સામાન્ય બાબતમાં પણ માઠું લાગી જવાને કારણે કોઈપણ વ્યક્તિ આ વાત કરીને જીવન ટૂંકવી દેતા હોય તેવા કિસ્સા સામે આવતા હોય છે..

અત્યારે રાજસ્થાનના બિકાનેરમાંથી વધુ એક હચમચાવી દે તો મામલો સામે આવ્યો છે. આ ઘટના ખાજુવાલા એરિયામાં રહેતા પૂર્ણ સિંહ નામના અઢાર વર્ષના દીકરા સાથે બની છે. રાજસિંહનો દીકરો પૂર્ણ સિંહ અઢાર વર્ષનો છે. એક દિવસ તેણે તેના મોટા ભાઈને મેસેજ કર્યો હતો કે ભાઈ હવે હું આ જિંદગી માંથી રજા લઈ રહ્યો છું..

અને તું મમ્મીનો ખાસ ધ્યાન રાખજે બસ આટલો જ મેસેજ કરીને પૂર્ણ સિંહ પોતાના ઘરેથી ગુમ થઈ ગયો હતો. તેણે પરિવારના સૌ સભ્યોને જણાવ્યું હતું કે, શ્રી ગંગાનગર વિસ્તારમાં તેના મિત્રનું માર્ગ અકસ્માત સર્જાયો છે. એટલા માટે તે તેની પાસે જઈ રહ્યો છે. પરંતુ પરિવારજનોને શું ખબર કે તેમનો દીકરો હવે ક્યારેય પણ ઘરે પરત આવવાનો નથી.

પૂર્ણ સિંહને તેના મોટાભાઈને મેસેજ કરીને ઇન્દિરા ગાંધી નહેર પાસે પહોંચ્યું અને ત્યાં તેણે નહેરની અંદર કૂદકો લગાવી દીધો હતો. ત્યાં રસ્તા પર ઉભેલા એક પાણીપુરીની લારી વાળાએ આ વ્યક્તિને નહેરમાં કુદતા જોઈ લીધો હતો. તે જોર જોરથી બૂમ બૂમ કરવા લાગ્યો અને આસપાસના લોકોને એકઠા કરીને આ વ્યક્તિને બચાવવા માટે ત્યાં પહોંચ્યો હતો..

પરંતુ ત્યાં આસપાસ ઉભેલા અન્ય વ્યક્તિઓ તેને બચાવવા માટે પહોંચે એ પહેલાં તો પાણીનો વહેણ વધારે હોવાને કારણે આ વ્યક્તિ તણાતો તણાતો ક્યાંય દૂર પહોંચી ગયો હતો અને તેનો વાતો કરતો પણ મળ્યો નહીં. આ ઘટનાની જાણકારી તેઓએ તરત જ પોલીસ સુધી પહોંચાડી હતી પોલીસનો કાફલો પણ અહીં પહોંચી આવ્યો અને સ્થાનિકો અને મદદથી ડૂબનાર વ્યક્તિની શોધખોળ કરવામાં આવી હતી..

પરંતુ રાતનો સમય થઈ ગયો હોવાથી તેની કોઈપણ ભાર મળી નહીં બીજા દિવસે પણ આ યુવકએ પ્રાઇવેટ લેબોરેટરીમાં કામકાજ શીખતો હતો. પરંતુ હવે તેનું મૃત્યુ થઈ જવાને કારણે તેના પરિવારજનો ખૂબ જ દુઃખી છે. કારણ કે તેમના દીકરાને જીવનમાં કોઈપણ પ્રકારનો દુઃખ હતું નહીં તો શા માટે તેણે આપઘાતનું પગલું ભરી લીધું છે..

તે હજુ પણ કોઈ વ્યક્તિને સમજમાં આવતું નથી તેની સાથે રહેવાવાળા લોકો તેના માતા પિતા અને આસપાસના પડોશીઓ તેમજ સ્નેહીજનોને પણ આ બાબતની પૂછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી આ દીકરાની લાશનો કોઈપણ અતો પતો મળ્યો નથી. આ ઘટનાને લઈ ચકચાર મચી જવા પામ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘરડા પિતાના મોત બાદ સગાભાઈઓ સંપતિના ભાગ પાડવાની બાબતે છુટા હાથની મારામારી ઉપર ઉતરી આવતા જ થયું એવું કે પરિવારની જિંદગી બગડી ગઈ..!

સંપત્તિ માટે પરિવારના સભ્યો અંદર જ આટલો મોટો ઝઘડો કરી બેસે છે કે, જ્યારે આ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *