આજકાલ યુવાનો અને યુવતીઓ સોશિયલ મીડિયા પર વધારે આકર્ષિત થઈ રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયા પર વધારે લાઇકસ અને વ્યુ માટે જોખમી સ્થળોએ સેલ્ફી તેમજ ફોટાઓ લઈને અપલોડ કરતા હોય છે. પરંતુ તેમને જાણ હોતી નથી કે તેમાં તેમનો જીવ જોખમમાં મુકાઈ જાય છે. અવાર નવાર ખુબ જ ભયંકર બનાવો સામે આવતા હોઈ છે.
અને હાલ મધ્ય પ્રદેશના ઇન્દોરમાંથી ખુબ જ હચમચાવતો બનાવ સામે આવ્યો છે. ઇન્દોરમાં નેહા આરસે સાગરમાં બુંદેલખંડ મેડિકલ કોલેજમાં MBBS માં અભ્યાસ કરી રહી હતી. તેણે કોલેજના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા હતા. પરંતુ તે કોલેજમાં રજાઓના કારણે મૂળ વતન ઈન્દોર પોતાના પરિવારને મળવા માટે આવી હતી.
ગઈકાલે રાત્રે 8 વાગયા આજુબાજુ તે પોતાના ભાઈ સાથે ફરવા નીકળી હતી. તેઓ સિલિકોન સીટી પાસે આવેલા રાજેન્દ્ર રેલવે ઓવરબ્રીજ પાસે ફરવા આવ્યા હતા. પરંતુ નેહાને ભૂખ લાગતા તેનો ભાઈ તેના માટે ત્યાંથી થોડે દૂર ચિપ્સ લેવા માટે ગયો હતો. તે દરમિયાન નેહા ઓવરબ્રિજ પર સેલ્ફી લેવાનો પ્રયાસ કરતી હતી.
પરંતુ તે દરમિયાન તે પોતાનું સંતુલન ગુમાવી બેઠી હતી. જેને કારણે તે ઓવરબ્રિજ પરથી નીચે પડી ગઈ હતી.જ્યારે તેનો ભાઈ ચિપ્સ લઈ ને પાછો ફર્યો. ત્યારે તે આ મામલો જાણીને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તેની નજર સામે જ તેની બહેન ત્યાં નીચે પટકાયેલી હાલતમાં જોવા મળી હતી. આ દ્રશ્ય જોઈને તે ખુબ જ સ્તબ્ધ થઈ ગયો હતો..
તેણે તરત જ એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. ત્યારબાદ નેહા ને તરત જ નજીકની ચેતના હોસ્પિટલ માં ખસેડવામાં આવી હતી. પ્રાથમિક તપાસ બાદ ડોક્ટરે જણાવ્યું હતું કે તેની હાલત ખૂબ જ ગંભીર છે.તેને ખૂબ જ ગંભીર ઈચ્છા પહોંચવાને કારણે હોસ્પિટલમાં થોડી ઘણી સારવાર બાદ તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
નેહા આરસેના મૃત્યુ બાદ તેમના પરિવારજનોએ તેનું મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. હવે તેના પરિવાર દ્વારા તેના રિપોર્ટ આવવાની રાહ જોવામાં આવી રહી છે. આ બનાવને લઈને રાહદારીઓની સાથે સાથે આસપાસના વિસ્તારમાં પણ ભારે તંગદિલીનો માહોલ સર્જાઈ ગયો હતો. આ દુખને સહન કરવું પરિવાર માટે ખુબ જ મુશ્કેલજનક બની ગયુ છે.