રોજ રોજની માહિતીઓ સામે આવે છે, જે સાંભળ્યા બાદ ભલભલા લોકોના પરસેવા છૂટી જતા હોય છે. ગઈકાલે ભાવનગરના મહુવા તાલુકાના ગુંદરણા ગામમાંથી આવી જ એક હચમચાવતી ઘટના સામે આવી છે. આ ઘટના જ્યારે સામે આવી ત્યારે ગામના સૌ કોઈ લોકો ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા હતા..
તો બીજી બાજુ પોલીસ પણ તાત્કાલિક ધોરણે દોડતી થઈ હતી. એક દિવસ મહુવા તાલુકાના ગુંદરણા ગામના મોક્ષધામ પાસે અચાનક જ એક બાઈક લઈને યુવક અન્ય બે વ્યક્તિઓને ઉતારીને ચાલ્યો ગયો હતો. આ બંને વ્યક્તિ દેખાવમાં પુરુષ જેવા લાગતા હતા. પરંતુ તેઓએ સ્ત્રીના કપડા પહેર્યા હતા. આ ઉપરાંત તેમનો અવાજ પણ એકદમ પુરુષ જેવો જ લાગતો હતો..
આ બંને વ્યક્તિઓએ નજીકની દુકાનદારને ગામ તરફ જવાનો રસ્તો પૂછ્યો હતો. એટલા માટે દુકાનદારે તેને રસ્તો પણ ચીંધ્યો હતો. પરંતુ દુકાનદારને કાંઈક ઊંધી શંકા જતા તેના તાત્કાલિક ગામના સરપંચ તેમજ પૂર્વ સરપંચ અને મોટા મોટા આગેવાનો અને આ બાબતની જાણ કરી હતી.
ગામના લોકોએ આ બંને વ્યક્તિઓને જોતાની સાથે જ કંઈક ઊંધી શંકા ગઈ અને તેઓ મનોમન વિચારવા લાગ્યા કે, આખરે આ પુરુષોએ શા માટે સ્ત્રીનો ભેદ ધારણ કર્યો હશે. આ ઉપરાંત તેઓ જ્યારે ગામમાં પ્રવેશે ત્યારે ગામની શાળા છૂટી હતી. એટલા માટે લોકોને ડર બેસી ગયો કે, હકીકતમાં આ બંને વ્યક્તિઓ બાળકોને ઉપાડી જવાની ટોળકીના સભ્યો હશે..
અને તે ગામમાં ઘૂસીને બાળકોનું અપહરણ કરવા માટે આવી પહોંચ્યા છે. આવી અટકળો લગાવીને તેઓએ તાત્કાલિક બગદાણા પોલીસને આ તમામ બાબતોની જાણ કરી હતી. પોલીસ પણ તાત્કાલિક દોડતી થઈ આ ગામે આવી પહોંચી હતી. અને આ બંને વ્યક્તિની પૂછપરછ કરવાની શરૂ કરી હતી..
ત્યારે જણાવ્યું કે આ બંને વ્યક્તિ ભગુડા એક માનતા પૂર્ણ કરવા માટે ઘરેથી નીકળ્યા હતા. પરંતુ તેમની પાસે પૈસા ન હોવાને કારણે તેઓએ સ્ત્રીઓના કપડા પહેરીને લોકો પાસે પૈસા ભેગા કરવાનો ઇરાદો બનાવી લીધો હતો. જ્યારે લોકોએ આ બાબત સાંભળી ત્યારે સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા હતા. અને લોકો વિચારવા મજબૂર થયા કે, આખરે પૈસા ન હોય તો કોઈ વ્યક્તિ પાસે પોતાની સાથે બનેલી તમામ હકીકત બાબતો કેવી જોઈએ..
જેથી કરીને કોઈ વ્યક્તિ પૈસા આપી દે, પરંતુ મહિલાનો વેશ ધારણ કરીને આવી રીતે ગામમાં ઘૂસવું અને પૈસાની માંગણી કરવી એ ખૂબ જ ખોટું કામ છે. તેમની આ હરકતને કારણે ગામના સૌ કોઈ લોકોમાં ફાફડાટ મચી ગયો હતો. અને જ્યારે મોટા મોટા આગેવાનો આ છોકરા પકડવાની ગેંગના સભ્યો છે.
તેમ કહીને ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા હતા. આ બંને યુવકોના નામ મનુનાથ દેવનાથ માંગરોળીયા કે જેવો વીજપડી ગામના છે. તેમજ કાનાભાઈ વીરાભાઇ ખરડ કે જેવો ઉપલેટા ગામના હોવાનું સામે આવ્યું છે. તેઓ માનતા પૂર્ણ કરવા માટે પહોંચે એ પહેલાં જ આ ગામમાં પૈસા ની માંગણી કરવા માટે મહિલાનો વેશ ધારણ કરીને ઘૂસી ગયા હતા..
પરંતુ ગામ લોકોએ આ બંનેને પકડી પાડ્યા છે. પોલીસ હાલ આ બંને વ્યક્તિઓની ઊંડી તપાસ કરી રહી છે. ગામના લોકોને હજુ પણ કંઈક ને કંઈક શંકા છે કે, તેઓ કોઈ ગેંગ સાથે સક્રિય હશે. અને બાળકોને પકડનારી ગેંગમાં જ તેઓ કામ કરતા હશે. કારણ કે આ અગાઉ પણ મહુવાના મોટા જાદરા ગામમાંથી માત્ર એક વર્ષના બાળકનું અપહરણ થવાનો પ્રયાસ થઈ ચૂક્યો હતો..
જ્યારે આ બાળક ઘોડિયામાં સૂતો હતો ત્યારે તેને ઉપાડી લઈ જવાની ઘટના સામે આવી હતી. પરંતુ સમયસર માતાએ જોર જોરથી બુમા બુમ શરૂ કરી દેતા આ વ્યક્તિ ત્યાં બાળકને ફેંકીને ભાગી ગયો હતો. આ ઘટનાની જાણ આસપાસના ગામમાં છતાં હવે ક્યાંક ને ક્યાંક લોકોને શંકા છે કે, આ બંને યુવકો સ્ત્રીનો ધારણ કરીને લોકોને અપરણ કરવા માટે આવ્યા હતા. આ સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]