Breaking News

ભાગીને લગ્ન કરેલા યુવક-યુવતીને ઘરે દીકરીનો જન્મ થતા પોતાના માં-બાપને મોઢું દેખાડવા આવ્યા, અને એ વખતે જ ગુસ્સે ભરાયેલા લોકોએ કર્યું એવું કે….

હાલના સમયમાં તેમના પરિવારથી વિરુદ્ધ જઈને પોતાના સંબંધ બનાવી રહ્યા છે. આવા પ્રેમ પ્રકરણને લઈને બનતા કિસ્સાઓ ખૂબ જ સામે આવે છે. જેમાં વધુ એક કિસ્સો હાલમાં સામે આવ્યો હતો. આ કિસ્સો મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં આવેલા મછાવલી ગામમાં બન્યો હતો. જેમાં એક યુવક-યુવતીને ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો.

માછાવલી ગામમાં રહેતા યુવકનું નામ ધીરુ પન્ના જાટવ હતું અને તેમની પ્રેમિકાનું નામ છાયા સુરેશભાઈ છે. ધીરુની ઉંમર 23 વર્ષની હતી. તેને પોતાના જ ગામમાં રહેતી પરિવારની યુવતી છાયા સાથે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. બંને યુવક યુવતી એકબીજા સાથે લગ્ન કરવા માગતા હતા પરંતુ પરિવારના લોકોને પોતાને પ્રેમ સંબંધની જાણ કરતા પરિવારે આ સંબંધની ના કહી દીધી હતી.

બંને એક જ સમાજના હોવા છતાં બંનેના લગ્ન કરાવવામાં આવ્યા નહીં. જેના કારણે એક દિવસ ધીરુ અને છાયાએ ભાગીને લગ્ન કરી લીધા હતા. લગ્ન કર્યા બાદ બંને અમદાવાદમાં રહેવા ચાલ્યા ગયા ત્યારબાદ તેઓ ક્યારેય ગામમાં પાછા આવ્યા ન હતા. છાયાના સંબંધી લોકોએ ધીરુના પરિવારના લોકોને કહ્યું કે, જો તે બંને આ ગામમાં પરત પાછા આવશે,..

તે દિવસે તેનો છેલ્લો દિવસ હશે. જેના કારણે બંને ક્યારેય પોતાના મછાવલી ગામમાં પરત આવ્યા ન હતા પરંતુ છાયા અને ધીરુને સંતાનમાં એક દીકરીનો જન્મ થયો હતો. દીકરીને ધીરુના પરિવારના લોકો ખૂબ જ જોવા ઈચ્છતા હતા. જેના કારણે બંનેને રજાનો સમય હોવાને કારણે પરિવારના લોકોએ તેડાવ્યા હતા.

છાયા અને ધીરુ ગામ આવ્યા હતા પરંતુ તેઓ પોતાના ગામ મછાવલીમાં ન ગયા અને તેમના સંબંધથી શિવપુરી ગામમાં રહેતા હતા. જેના કારણે બંને શિવપુરી ગામમાં રોકાયા હતા. ત્યારે ધીરુના પિતરાઈ ભાઈ મહેન્દ્રએ ધીરુને 5000 રૂપિયા ઉછીના આપવાના હતા, જેના કારણે મહેન્દ્રએ ધીરુને ફોન કર્યો હતો કે, ‘તેણે પાક વેચી દીધો છે..

અને તેની પાસે અત્યારે પૈસા છે, જેના કારણે તું તારા પૈસા ગામમાં આવીને લઈ જા’ તેમ જણાવ્યું હતું. જેના કારણે ધીરુ તેના સંબંધી બલ્લી સાથે ઉછીના પૈસા લેવા માટે ગામ જવા નીકળ્યો હતો. તે સંબંધીની બાઈક લઈને ગામમાં પહોંચ્યો હતો. ત્યારે બલ્લી અને ધીરુ ગામમાં રામહેત પરિવારની દુકાને કોઈ વસ્તુ ખરીદવા માટે ગયા હતા.

ત્યાં છાયાના સંબંધીના લોકો ધીરુને જોઈ ગયા હતા. ધીરુ ગામમાં આવ્યાની જાણ થતા પરિવારના લોકોને ધીરુને ઘેરી લીધો હતો અને એક જગ્યા પર ધીરુને બાંધીને ખૂબ જ ઢોર માર્યો હતો. તે સમયે ગામના લોકોએ ધીરુના પિતાને આ ઘટનાની જાણ કરી હતી. ધીરુના પિતા તરત જ તેમના દીકરાને બચાવવા માટે દોડી ગયા હતા.

અને તેણે જઈને જોયું તો પરિવારના લોકો ધીરુને ધોકાથી મારી રહ્યા હતા. ધીરુને ખુબ જ ઢોર માર મારવાને કારણે તે બેભાન થઈ ગયો હતો. બેભાન થઈ ગયા બાદ એક વ્યક્તિના હાથમાં કુહાડી હતી. જેના કારણે ગરદન પર તેણે ઘા મારીને ધીરુને ત્યારે ત્યાં જ પતાવી દીધો હતો. ત્યારબાદ છાયાના પરિવારના લોકો ત્યાંથી ભાગી ગયા હતા.

ત્યારબાદ છાયાના પરિવારના લોકોએ છાયાને આ ઘટનાની જાણ કરી હતી. તે પણ ગામમાં આવી પહોંચી હતી અને પરિવારના લોકો ખૂબ જ રડી રહ્યા હતા. દીકરી પણ તેમના પપ્પાને ‘પાપા…પાપા..’  કહીને રડી રહી હતી. છાયાંના પરિવાર સામે ફરિયાદ નોંધાવી હતી. પોતાના દીકરાનો કરુણ જીવ લઇ લીધો હોવાને કારણે પરિવારના લોકો ખૂબ જ રડી રહ્યા હતા. અને એક દીકરીએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *