રોજબરોજની જીંદગીમાં દરેક વ્યક્તિઓને કોઈને કોઈ બાબતોનું ટેન્શન રહેલો હોય છે. પરંતુ એ ટેન્શનને ભૂલાવીને પરિવાર સાથે હસતી ખેલ તી જિંદગી જીવવી અને સૌ કોઈ લોકો સાથે હળીમળીને રહેવું એ જ સાચી માનવતા છે. પરંતુ અમુક લોકોને ટેન્શન મગજ ઉપર એટલું બધું હાવી બની જતું હોય છે..
જેના કારણે તેઓ અંતે આત્મહત્યા જેવું પગલું ભરવા માટે પણ હસતા મુખે રાજી થઈ જતા હોય છે. અને પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. આ પ્રકારનો એક ચોંકાવનારો બનાવ ઉત્તર પ્રદેશના રામનગરી અયોધ્યામાં બન્યો છે. મૂળ લખનઉની શ્રદ્ધા છેલ્લા ઘણા વર્ષોથી અયોધ્યામાં પોતાની નોકરી માટે આવી હતી.
તે પંજાબ નેશનલ બેંકમાં તરીકેની નોકરીની શરૂઆત કરી હતી. પરંતુ ધીમે ધીમે સમય વીતાવતા હતા. તેને સુલતાનપુરાની બ્રાંચમાં બેંકની આસિસ્ટન્ટ મેનેજર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. બેંકની બરાબર સામે આવેલા એક બિલ્ડિંગમાં તેણે પોતાનું ઘર ભાડે રાખ્યું હતું અને તે એકલી જ ત્યાં રહેતી હતી.
શ્રદ્ધાના જીવનમાં એવી કશી મુશ્કેલી આવી પડી હશે કે, તેણે ન ભરવાનું પગલું ભરી લીધું હતું. હકીકતમાં એક દિવસે રોજની જેમ સવારમાં દૂધવાળા ભાઈએ શ્રદ્ધાના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ અંદરથી કોઈ પણ પ્રકારનો જવાબ ન મળતાં તેમજ દસ મિનિટ સુધી કોઈએ દરવાજો ન ખુલતા દૂધવાળા ભાઈ એ મકાન માલિકને આ વાતની જાણ કરી હતી..
મકાનમાલિક જાગીને તરત જ ત્યાં દોડી આવ્યા હતા. અને દરવાજો ખોલવાની કોશિશ કરતા હતા. દરવાજાની બાજુમાં રહેલી બારીમાંથી તેઓએ મકાનની અંદર શું થઈ રહ્યું છે. તે જોવાની કોશિશ કરી હતી તેઓએ બારી ખોલતાની સાથે જ જોયું તો તેઓ ના હોશ ઉડી ગયા હતા. કારણકે તેમના મકાનની અંદર પંખા સાથે શ્રદ્ધા દુપટ્ટા વડે ફાંસો ખાઇ લીધો હતો..
આ દ્રશ્ય જોતાની સાથે જ તેના પગ થરથર કાંપવા લાગ્યા હતા. કારણ કે પોતાની નજર સામે કોઈપણ વ્યક્તિને લટકતી હાલતમાં મૃત જોવી એ કોઈ સહેલી બાબત નથી. તેઓએ તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનમાં આ વાતની જાણ કરી દીધી હતી. પોલીસ વિભાગના મોટા મોટા અધિકારીઓ આ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા..
ઘરની બારી તોડીને પોલીસના એક કર્મચારીને અંદર મોકલવામાં આવ્યો હતો. જેથી કરીને ઘરનો દરવાજો ખોલી શકાય અને આ લાશને બહાર કાઢી શકાય શ્રદ્ધાના રૂમની તલાશી લેવામાં આવી હતી. એવામાં અંગ્રેજીમાં લખેલી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. આ નોટમાં લખ્યું હતું કે તેના મોત પાછળ પોલીસના મોટા મોટા અધિકારીઓ સામેલ છે..
જેમાં વિવેક ગુપ્તા અને અનિલ રાવત, આશિષ તિવારી અને રાજેશનો સમાવેશ થતો હતો. આ સુસાઇડ નોટને પોલીસે ફોરેન્સિક લેબમાં મોકલી હતી. તેમજ શ્રદ્ધાની લાશને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવી હતી. બીજી બાજુ શ્રદ્ધાના પરિવારજનોને પણ આ ઘટનાની જાણ કરતા તેઓ શ્રદ્ધાના ઘરે આવી પહોંચ્યા હતા..
શ્રદ્ધાના ભાઈ દીપે કહ્યું હતું કે, એક દિવસ પહેલાથી જ શ્રદ્ધા એ તેમનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. એટલા માટે પરિવારના દરેક સભ્યો ખૂબ જ ચિંતિત હતા. પરંતુ એવામાં પોલીસનો ફોન આવ્યો કે હકીકતમાં શ્રદ્ધા આત્મહત્યા કરી લીધી છે. તે સાંભળતાની સાથે જ સમગ્ર પરિવાર ભાંગી પડયો હતો અને દુખની લાગણીમાં વિભોર બની ગયો હતો.
બીજી બાજુ પોલીસે બેંકના કર્મચારીઓને પણ પૂછતા જ કરવાની શરૂ કરી હતી જેમાંથી એક કર્મચારીએ જણાવ્યું હતું કે એક દિવસ સાંજે બેંકની એક ઇવેન્ટ યોજાઇ હતી. જેમાં હાજરી આપી હતી પરંતુ એ પછીના દિવસથી શ્રદ્ધા બેંક ઉપર હાજર રહી નથી. શ્રદ્ધાની આત્મહત્યા પાછળનું કારણ હજુ પણ અકબંધ છે. પરંતુ પોલીસની તપાસ ચાલી રહી છે. તેમાં મુખ્ય કારણ મળશે તેવી સૌ કોઈ લોકોને આશા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]