Breaking News

ભાડે બાંધેલી કારમાં પહેલેથી જ બેઠેલા લોકોએ મહિલાને બેસારીને કપડું સુંઘાડી દીધું, અને પછી તો કરવા લાગ્યા એવું કે જે દરેકે જાણી લેવું જોઈએ..!

હાઈવે ઉપર મુસાફરી કરવી પણ દિન પ્રતિદિન ખૂબ જ અઘરી બનતી જાય છે. અમુક વ્યક્તિઓને અકસ્માતનો ડર રહે છે. તો અમુક વ્યક્તિઓને અન્ય માઠા બનાવવો ન બને તેનો ડર રહેલો હોય છે. પરંતુ હવે હાઇવે પર મુસાફરી કરતી વખતે મુસાફરોને કોઈ વ્યક્તિની છેતરપિંડીનો ભોગ ન બનવું પડે તેનું પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે..

કારણકે ગઈકાલે સુરેન્દ્રનગરના લીમડી હાઇવે ઉપર એક મહિલા સાથે ખૂબ જ મોટો અણબનાવ બની ગયો છે. લીમડી તાલુકાના દોલતપુર ગામમાં રહેતા દિલીપભાઈ તેમજ તેમની પત્ની બબુબેન બંને એક જ સાથે જુની મોરવાડ ગામે જવા માટે ઘરેથી નીકળી ગયા હતા. તેઓ લીંબડી હાઇવે ઉપર ભાડાના વાહનની શોધખોળમાં હતા…

જેના થકી તેઓ મોરવાડ ગામ સુધી પહોંચી શકે તેવો હાઇવે સર્કલ ઉપર ઉભા હતા. એવામાં તેમની પાસે સફેદ કલરની એક કાર આવી પહોંચી આ કારની અંદર ડ્રાઇવર તેમજ પાછળની સીટમાં બે પુરુષો અનેક મહિલાઓ પહેલેથી જ બેઠેલા હતા. ત્યારબાદ તેઓએ આ કારના ડ્રાઇવર સાથે ભાડાની વાતચીત નક્કી કરી આ બંને પતિ પત્ની કારમાં બેસી ગયા હતા..

તેવો લીમડી હાઇવે સર્કલથી મોરવાડ ગામે જઈ રહ્યા હતા. જ્યારે ગાડી નેશનલ હાઈવે ઉપર ચાલવા લાગી ત્યારે પાછળ બેઠેલા વ્યક્તિઓએ મહિલા બબુબેનને એક કપડું કાઢી દીધું હતું. આ કપડું સુંઘાડી દેતા બબુબેનને ધીમે ધીમે ભાન ભુલાવા લાગી હતી. અને થોડા સમય પછી બબુબેનને ચક્કર આવવા લાગ્યા હતા..

તેઓએ તેમના પતિને જાણ કરી કે, તેમને ચક્કર આવા લાગ્યા છે. ત્યારે કાર ઊભી રાખવા માટે જણાવ્યું હતું. કાર ઉભી રખાવી બબુબેન તેમજ તેમના પતિ ઘરની બહાર નીકળ્યા અને થેલાનું ચેકિંગ કરી રહ્યા હતા એવામાં કાર ચાલકે કાર ચાલુ કરીને પૂર ઝડપે ત્યાંથી ચાલતી પકડી હતી.

થેલાની અંદર સોનાના દાગીના સહિતની કિંમતી ચીજ વસ્તુઓ હતી. જે કારમાં પાછળ બેઠેલા વ્યક્તિઓએ કંઈક ઘેની પદાર્થો સુઘાડીને બબુબેનને મૂર્છિત કરી દીધા હતા અને તેમના થેલામાં રહેલી તમામ કિંમતી ચીજ વસ્તુઓ ફેરવીને પોતાના થેલામાં મૂકી દીધા બાદ ત્યાંથી રફુચક્કર થઈ ગયા છે.

જ્યારે પણ મુસાફરી કરતી વખતે કોઈ કીમતી ચીજ વસ્તુઓનો સામાન આપણી પાસે રહેલો હોય ત્યારે તેને હંમેશા આપણી પાસે જ રાખવું જોઈએ આ ઉપરાંત કોઈપણ વ્યક્તિ એ આપેલી ચીજ વસ્તુઓને ખાતા પહેલા પણ વિચાર કરવો જોઈએ કારણ કે આ અગાઉ પણ સુરતમાં એક બનાવ બન્યો હતો કે, જેમાં સ્ટેશને જનાર એક વડીલ વ્યક્તિને પાન મસાલાની અંદર કેફી પદાર્થ ભેળવી દઈ ખવડાવી દીધો હતો..

અને બેભાન કરી નાખ્યા હતા અને ત્યારબાદ તેમના થેલામાં રહેલા તમામ રોકડ રૂપિયા અને સોના ચાંદીના દાગીના ને લૂંટીને ચોર લૂંટારાઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જ્યારે બબુબેન અને તેમના પતિને જાણ થઈ કે તેમની સાથે ખૂબ જ મોટી છેતરપિંડી થઈ છે. ત્યારે તેઓ તાત્કાલિક લીમડી પોલીસ મથકે હાજર થઈ કાર ચલાવનાર ડ્રાઇવર તેમજ પાછળ બેઠેલા વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *