આપણે એવા ઘણા બધા કિસ્સાઓ સાંભળ્યા છે. જેમાં ભાડાના મકાનમાં રહેતા ભાડુઆતે મકાન માલીકનો ત્રાસ સહન કરવાનો વારો આવતો હોય છે. ભાડું સમયસર આપી દેતા હોય છે. છતાં પણ મકાનમાલિક કોઇને કોઇ કારણસર ભાડુઆતને હેરાનગતિ પહોંચાડવાના રસ્તાઓ શોધી કાઢતો હોય છે..
ઘણાખરા મકાનમાલિકો ભાડુઆતો સાથે એવી હરકતો કરતા પણ નજરે ચડે છે. જે સાંભળતાં જ સૌ કોઈ લોકોના હોંશ ઉડી જાય. મૂળ જૂનાગઢની એક મહિલા ની નોકરી અમદાવાદ ખાતે હોવાથી તે છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદના બોપલ વિસ્તારમાં એક મકાન ભાડે રાખીને રહેતી હતી..
મહિલા નો પરિવાર જુનાગઢ હતો. જ્યારે મહિલા પોતે એકલી જ બોપલ વિસ્તારમાં રહીને નોકરી કરતી હતી. આ વાતનો ફાયદો મકાનમાલિક ઉઠાવી લીધો હતો. અને મહિલાને નાની નાની બાબતોને લઈને ખૂબ જ હેરાનગતી પહોચાડતો હતો. આ મહિલા ઘરની અંદર ખૂબ જ ગંદકી રાખે છે, તેમજ પાણી પણ મનફાવે તેટલું વાપરે છે..
આ સાથે સાથે તે ટૂંકા કપડાં પહેરીને ઘરમાં આંટા મારે છે. આવી બધી વાતો કહીને મકાનમાલિક વારંવાર આ મહિલાને ત્રાસ પહોંચાડતો હતો. આટલું જ નહીં પરંતુ જુદી જુદી ચીજવસ્તુઓ અને રીપેરીંગ કરવાના બહાને પણ મકાન માલિકે ભાડુઆત મહિલા પાસેથી રૂપિયા પડાવી લેતો હતો..
થોડા દિવસ પહેલા મહિલા જ્યારે આ ઘરે રહેવા આવી ત્યારે બાથરૂમનો નળ તૂટેલો હતો. મહિલાએ આ બાબતની જાણ મકાનમાલિકને કરી હતી. તો મકાન માલિકે જણાવ્યું કે, આ નળ વ્યવસ્થિત હતો પરંતુ તમે રહેવા આવ્યા પછી જ તુટ્યો છે. એટલા માટે તમારે રીપેરીંગના 250 રૂપિયા આપવા પડશે..
તેમજ મકાન માલિક અને ભાડુઆત બંને વચ્ચે એક વોશિંગ મશીન મૂકવામાં આવ્યું હતું. આ મશીનનો ઉપયોગ મહિલા રવિવારના સમયે કરતી હતી. પરંતુ એક વખત બુધવારના સમયે પણ આ મશીનનો ઉપયોગ કર્યો હતો. બીજા દિવસે મકાનમાલિકે કહ્યું કે, આ મશીન બગડી ગયું છે તેને રીપેરીંગ કરવાના 500 રૂપિયા પણ તમારે આપવા પડશે.
આ મહિલા એકલી રહેતી હતી. એટલા માટે તે મકાન માલિક સાથે કોઈ પણ દલીલો કરી શકતી હતી નહીં. આ વાતનો ફાયદો ઉઠાવીને મકાન-મિલકત આ મહિલાને ખૂબ જ હેરાન કરતો હતો. એટલા માટે મહિલા એક દિવસ કંટાળીને અભીયમની ટીમની મદદ લીધી હતી. મહિલાએ અભીયમની ટીમને જણાવ્યું હતું કે હું છેલ્લા ત્રણ મહિનાથી બોપલ વિસ્તારમાં રહું છું..
હું લાઈટ બિલ તેમજ પાણી બિલ ના તમામ રૂપિયા હું મકાનમાલિકને એડવાન્સ આપી દઉં છું. દરેક બાબતોને લઈને હું ખૂબ સારો વ્યવહાર રાખું છું. છતાં પણ મકાન માલિક તેને હેરાનગતિ પહોંચાડે છે. અભિયમની ટીમે મકાનમાલિકને પૂછપરછ કરી હતી. તેમજ તેની સાથે કાયદાકીય શબ્દોમાં પુછતાછ શરૂ કરતાં મકાનમાલિક સીધો દોર થઈ ગયો હતો..
અને પોતે કરેલી હેરાનગતિને સ્વીકારી હતી. અભીયમની ટીમે મકાન માલિક પાસેથી 3500 રૂપિયા તેમજ અન્ય રૂપિયા કે જે મહિલા પાસેથી પડાવી લીધા હતા તમામ અને પરત આવ્યા છે. અને બીજે મકાનમાં રહેવા જવા માટે જણાવ્યું છે. મકાન-માલીકની રોજરોજની આવી હરકતો સાંભળીને લોકો હચમચી ગયા છે. સોસાયટીના આસપાસના પડોશીઓ પણ મકાન માલિક હવે દૂર રહેવાનું પસંદ કરે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]