હાલના સમયમાં કોઈના પર વિશ્વાસ કરવો ખૂબ જ અઘરો બની ગયો છે. કારણકે જે આપણી સાથે રહેતા હોય તે જ ક્યારે આપણી સાથે દગો કરી જાય છે અને વિશ્વાસઘાત કરે છે. લોકોને કોઈપણ નાની નાની વાતમાં ઝગડાઓ, મારામારીઓ ચાલતી જ હોય છે પરંતુ જ્યારે વાત મૃત્યુ સુધી આવી જાય છે. એટલે સમય દિવસે ને દિવસે વિકટ બનતો જાય છે.
આજકાલ લોકોને પોતાના સ્વાર્થ માટે સામે ગમે તે વ્યક્તિ હોય પણ તે કોઈ જોતું નથી પછી તે મિત્રો હોય, સગા હોય કે પરિવારના સભ્યોમાંથી જ કોઈ હોય છે. ચોકાવનારી આવી જ એક ઘટના સામે આવી છે, તેમાં એક મિત્ર તેમના બીજા બે જુના મિત્રને મારી નાખે છે. આ ઘટના અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં આવેલી ન્યુ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં બની છે.
આ સોસાયટીમાં ત્રણ મિત્રો બાજુ-બાજુમાં ઘણા સમયથી રહેતા હોવાથી ખૂબ જ સારા મિત્રો હતા. પરંતુ કોઈક મિત્ર- મિત્રની બોલાચાલીને લીધે એક મિત્રએ બીજા બે મિત્રોને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ સોસાયટીમાં રહેતા અશ્વિન મરાઠી, કલ્પેશ અને રણજીત આ ત્રણ મિત્રો રહેતા હતા. આ તમામ મિત્રો યુવાન વયના હતા.
આ અશ્વિન મરાઠી અગાઉના કોઈ ઝઘડાને કારણે રણજીતની હત્યા કરવાનું પહેલેથી જ વિચારી નાખ્યું હતું પરંતુ અશ્વિન મરાઠીને પૈસા સાથે સારું એવું બનતું હતું. તેને કારણે તેણે કલ્પેશને જણાવ્યું હતું કે, તે રણજીતને મારી નાખવાનો છે. આ વાત કલ્પેશે રણજીતને કરી હતી. તેને કારણે અશ્વિન એક દિવસ કલ્પેશના ઘરે ગયો.
અને કલ્પેશને તેના ઘરના ધાબા ઉપર લઈ ગયો. અને ત્યાં કલ્પેશને મારી નાખ્યો કેમકે કલ્પેશ રણજીતને તેની હત્યાનું કહી દીધું હતું. ત્યારબાદ અશ્વિને રણજીતને ખુલ્લા ખેતરમાં લઈ જઈને મારી નાખ્યો હતો. આ ઘટનાની જાણ અમદાવાદના પોલીસને કરવામાં આવી હતી. અને પોલીસે તેમના આજુબાજુના પાડોશના લોકોને પૂછપરછ કરી હતી.
રામોલ વિસ્તારની પોલીસનું કેવું હતું કે તેમના પાડોશીના જણાવ્યા મુજબ હત્યારો શરીરે દુબળો-પાતળો અને એક યુવક હતો. તેના પરથી પોલીસે આ યુવકને ઝડપી પાડયો હતો. અને પોલીસે અશ્વિન મરાઠીની પૂછપરછ ચાલુ કરે છે, ત્યારે અશ્વિન મરાઠીએ સાચું બોલ્યો હતો કે તેમણે તેમના બંને મિત્રોને મારી નાખ્યા છે.
અને અશ્વિન મરાઠી બંને યુવકને મારયા આ બાદ તેમણે એક વિડીયો બનાવ્યો હતો કે તે એક મરાઠી છે. મરાઠા ઘરમાં ઘૂસીને મારી શકે એવું કહ્યું હતું. આ ઘટનાની તપાસ પોલીસ કરી રહી છે. અને આ હત્યારાને ઝડપી પડયો હતો. ઘટના અંગે જાણ થતા તેના માતા-પિતા ખુબ આઘાતમાં હતા. અને ભવિષ્યમાં પણ આ પ્રકારની કોઈ અણબનાવ ના બને તેનો ખ્યાલ રાખવો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]