Breaking News

બેસતા વર્ષમાં ગામનો સરપંચ પરિવાર સાથે મંદિરે દર્શન કરવા ગયો, પરત આવીને દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે થરથર ટાંટીયા ધ્રુજવા લાગ્યા..!

બેસતા વર્ષના દિવસે તમામ લોકો મંદિરે ભગવાનના દર્શન માટે જતા હોય છે. આ દિવસે મંદિરે ભગવાનના દર્શન કરવા એ શુભ માનવામાં આવે છે. હરિયાણા રાજ્યના પાણીપત શહેરના પોશ એરિયાના સેક્ટર 13-17 ના સરપંચ બેસતા વર્ષના દિવસે બપોરે પોતાના પરિવાર સાથે મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે બન્યું એવું કે સૌ કોઈ આ દ્રશ્ય જોઈને ચોકી ઉઠ્યા હતા.

હરિયાણા રાજ્યના પાણીપત શહેરના પોશ વિસ્તારના સેક્ટર 13-17 ના સરપંચ રાજેન્દ્રકુમાર તે જ ગામના મૂળરહેવાસી છે. તેઓ બેસતા વર્ષના દિવસે પોતાના પરિવાર સાથે પાસેના કાબડી ગામમાં આવેલા પોતાના કુળદેવી માતાના મંદિર પૂજા કરવા માટે ગયા હતા. તેઓને ઘરે પરત ફરતા 2 કલાક જેટલો સમય લાગ્યો હતો.

જ્યારે તેઓ પૂજા કરીને પોતાના ઘરે પરત ફર્યા. ત્યારે તેમના ઘરના મુખ્ય દ્વારનું તાળું તૂટેલું હતું. આ જોઇને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જ્યારે તેઓ પોતાના ઘરમાં પ્રવેશે ત્યારે ઘરનો તમામ સમાન વેર-વિખેર થઈ ગયો હતો. તેમજ ઘરના તમામ રૂમના તાળા પણ તૂટી ગયેલા હતા.

રૂમનો તમામ સામાન આમ તેમ વેરાયેલો હતો. આ જોઈને રાજેન્દ્રકુમારના મનમાં પાક્કું થઇ ગયું હતું કે, તેના ઘરમાં ચોરી થઇ છે. ઉપરાંત કબાટના દરવાજા પણ ખુલ્લા હતા. સરપંચ દ્વારા ઘરની તપાસ કરતા જાણવા મળ્યું કે આ ચોરી દરમિયાન ઘર માથી ૧૦ લાખ રોકડ રકમ અને ઘરેણાની ચોરી થઈ છે.

તેમણે તરત જ સેક્ટર 13-17 પોલીસ સ્ટેશનમાં ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા સરપંચના ઘરની તપાસ કરવામાં આવી હતી. તેમજ આસપાસના દુકાન પર લાગેલા કેમેરો ચેક કરે તા જાણવા મળ્યું તે બપોરે 2 વાગ્યા આસપાસ બે વ્યક્તિ દ્વારા ઘરના મુખ્ય દરવાજા નું તાળું તોડીને અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો.

તેઓએ ઘરમાંથી લગભગ ૧૦ લાખ રૂપિયા જેટલી રોકડ રકમ ઉપરાંત ઘરેણાં પર 2 કાનના જુમખા , 2 સોનાની ચેઇન , 1 જોડી પાયલ તેમજ 3 ચાંદી ના હાર અને એક સોના નો કંદોરા સાથે કુલ 14 લાખ રૂપિયાની ચોરી કરી હતી છે. આ ઉપરાંત કેમેરાની ચકાસણી કરતા સામે આવ્યું છે કે, બંને ચોર મારુતિ સ્વિફ્ટ ડીઝાયર કાર લઈને ચોરી કરવા માટે આવ્યા હતા.

પાણીપત પોલીસએ ચોર દ્વારા લાવવામાં આવેલી કરનો નંબર નોધ્યો છે. તેમજ પાણીપત RTO દ્વારા આ કારના માલિક ની શોધખોળ શરું કરવામાં આવી છે. તેમજ તે બંને ચોરોને પકડી પાડવા માટે પોલીસએ પોતાના તમામ ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે સરપંચના ઘરેથી ચોર વિરુદ્ધ મળેલા તમામ સબૂત ભેગા કરી ને તેના પર કામ કરવાનું શરું કર્યું છે

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *