આ વિસ્તારની બેકરીમાંથી એકસાથે 3 મૃતદેહો મળી આવ્યા – કારણ છે ખુબ જ વિચિત્ર.. જાણો..!

અમદાવાદના ઘાટલોડીયા વિસ્તાર જે જ્યાંથી ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 2017ની ચુંટણી જીત્યા છે. ધાટલોડીયા વિસ્તારમાં એક એવી ઘટના બની છે કે બિલકુલ રહસ્યમય લાગી રહી છે. ઘટના અંગેનું કારણ જાણીને સૌ કોઈ લોકો ચોંકી ગયા છે.

અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં 15 દિવસ પેહલા જ એક બેકરીનું કામ શરુ કરવામાં આવ્યું હતું. ત્યાં બેકરીની તમામ વસ્તુઓ બનવવામાં આવતી હતી. તે બેકરીના માલિક રાજશ્રી બહેન પટેલ છે જેઓ હાલ ગાંધીનગરના વતની છે. તેઓએ હજુ 15 દિવસ પેહલા જ ઘાટલોડીયા વિસ્તારમાં બેકરીની બનાવટો બનવવાની શરૂઆત કરી હતી.

આ બેકરીમાં તેઓએ 3 કારીગર રાખ્યા હતા જેઓના નામ ઈબ્રાહીમ (ઉ.વ.45), અસલમ (ઉ.વ.21) અને તેમનો સંબંધી હસન (ઉ.વ.15) છે. તેઓ બેકરીમાં કામ કરતા હતા અને ત્યાંને ત્યાં જ ખાઈને સુઈ જતા હતા. એક દિવસ એવું બન્યું કે જે જાણીને સૌ કોઈ દંગ રહી ગયા છે. બેકરીના માલિક રાજશ્રી બહેને સવારમાં બેકરીનો દરવાજો ખોલ્યો તો જોયુ કે ત્રણેય કારીગર ઢળી પડ્યા હતા.

રાજશ્રી બહેને તેઓની પાસે જઈને જોયુ તો ત્રણેય કારીગરો મુર્ત્યું પામ્યા હતા. તેઓએ તરત જ પોલીસને જાણ કરી હતી અને પોલીસ ઘટના સ્થળે આવી પહોચી હતી. પોલીસે તરત જ તપાસ શરુ દીધી હતી. તેઓને હાથાપાઈના કોઈ નિશાન મળ્યા નોહતા તેમજ તેઓના શરીરમાંથી પણ કોઈ ઝેરી પદાર્થ મળ્યો નથી તેથી મૃત્યુ કેવી રીતે થયું તેની કોઈ જાણકારી મળી શકી નથી.

ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ વાય. આર. વાઘેલાએ જણાવ્યું હતું કે, ગોપાલનગર પાસે આવેલા uk’s ફૂડ ફાર્મ નામના પફ બનાવવાના કારખાનામાં આ ઘટના બની છે તેમજ કારખાનામાં પફ બનાવવાનું ભારે મશીન આવેલું છે અને તેની સ્વીચ ચાલુ રહી જતા ગૂંગળામણના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. પોલીસ, એફએસએલ અને ફાયરની ટીમ તપાસ કરી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજુબાજુમાં રહેણાંક મકાનો આવેલા છે અને કારખાનું શરૂ કરવામાં આવ્યું છે જેના મામલે તપાસ કરવામાં આવશે. જગ્યાના માલિક બાજુમાં રહેતા વિષ્ણુ દેસાઈ છે અને તેઓએ ભાડે મકાન આપેલું છે. ફાયર સેફટી હતી કે કેમ તે મામલે તપાસ કરવામાં આવશે. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા બેકરી આઈટમ ચલાવવા માટે હેલ્થ લાયસન્સ હતું કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે?

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment