રોજ રોજ ગુજરાતમાં શારીરિક અડપલા, .દુ.ષ્ક.ર્મ. અને અત્યાચારના બનાવો ખૂબ જ સામે આવે છે. આ તમામ બનાવ પાછળ કયા કારણો જોડાયેલા છે. આ તમામ બાબતોને લઈને સમાજના અગ્રણીઓ પણ ખૂબ જ ચિંતિત છે. કારણ કે હવે દીકરીઓને મહિલાઓ સુરક્ષિત ન હોય તેવું લાગી રહ્યું છે. બે દિવસ પહેલા રાજકોટના કોઠારીયા રોડ ઉપરથી ખૂબ જ ચોકાવનારો એક બનાવ સામે આવ્યો હતો..
જેમાં માત્ર 16 વર્ષની એક સગીરા .દુ.ષ્ક.ર્મ.નો ભોગ બની છે. આ બાબતને લઈને સગીરાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસને જણાવ્યું કે તે પોતાના ચાર દીકરા અને બે દીકરીઓ સાથે રહે છે. તેઓ એક કારખાનામાં નોકરી કરે છે. અને કોઠારીયા રોડ પર રહે છે. તેમના પતિ આજથી ચાર મહિના પહેલા તેમને છોડીને અન્ય કોઈ જગ્યા પર રહેવા માટે જતા રહ્યા હતા..
થોડા દિવસ પહેલા તેના સૌથી નાના દીકરાને આંચકી આવતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ લાંબા સમય સુધી તેને રિકવરી ન આવતા તેઓ હોસ્પિટલમાં જ રહેવા લાગ્યા હતા. એક દિવસ રાતના સમયે જમવાનું બાકી હતું. એટલા માટે આ મહિલાની 16 વર્ષની દીકરી એની સાથે સાથે તેના 13 વરસ અને સાત વર્ષના બે દીકરાઓ પણ જમવા નું લેવા ગયા હતા.
રાતના સમયે જમવાનું લઈને તેના બે દીકરા તેની પાસે આવી ગયા હતા. પરંતુ 16 વર્ષની દીકરી ગાયબ હતી. આ ત્રણેય ભાઈ બહેન શાકમાર્કેટ પાસે જમવાનું ખરીદી રહ્યા હતા એવામાં એક હોન્ડા બાઈક લઈને એક યુવક ત્યાં આવી પહોંચ્યો હતો. તેને 16 વર્ષની આ સગીરા સાથે કંઈક વાત કરી હતી. ત્યારબાદ તેણે ત્રણેય ભાઈ બહેનને પોતાની હોન્ડા ગાડીમાં બેસાડ્યા અને એક આંટો પણ મરાવ્યો હતો..
ત્યારબાદ બંને ભાઈઓને દવાખાને ઉતારી દીધા હતા. જ્યારે આ 16 વર્ષની આ સગીરાને પોતાની સાથે લઈને જતો રહ્યો હતો. એટલે કે તેણે આ દીકરીનું અપહરણ કર્યું હતું. હકીકતમાં તેણે આ દીકરીને જણાવ્યું કે, હું તને ફરવા લઈ જઈશ. તેમજ તને સારી સારી વસ્તુઓ લઈ આપીશ એમ કહીને પોતાની સાથે આ સગીરાને લઈ ગયો હતો. ત્યારબાદ તેણે એક બસમાં ચોટીલા તરફ ફરવા જવાનું કહીને સગીરાને એક સીટમાં બેસાડી દીધી હતી..
ત્યારબાદ આ સગીરાને ત્યાં સૂઈ જવા માટે કહ્યું હતું. થોડી જ મિનિટની અંદર અંદર એ નરાધમ યુવક પણ બસની સીટમાં આવી ગયો હતો. અને કહ્યું કે હું તને 500 રૂપિયા આપીશ તેમજ નવો મોબાઈલ ફોન પણ લઈ દઈશ. પરંતુ સગીરાએ આ તમામ ચીજ વસ્તુ નથી જોતી તેમ જણાવ્યું હતું. પરંતુ આ નરાધમ યુવક સગીરાના શરીર ઉપર હાથ ફેરવવા લાગ્યો હતો..
અને ખરાબ કામ પણ કરવા લાગ્યો હતો. ખરાબ કામ આચર્યા બાદ તેણે કપડાં પહેરવાનું જણાવ્યું હતું અને તેણે પણ પેન્ટ પહેરી લીધું હતું. અને ત્યારબાદ તેને સીટ નીચે ઉતારી દીધી અને ડ્રાઇવરની પાસે બસ ઊભી રખાવીને બંને ત્યાંથી નીચે ઉપડી ગયા હતા. ત્યારબાદ તે ગાડી પર બેસાડીને સિવિલ હોસ્પિટલ ઉતારી ગયો હતો.
લાંબા સમય બાદ આ સગીરા રડતી રડતી તેની માતાની પાસે આવી અને આ તમામ બાબતોની જાણ કરી હતી. આ સાંભળતાની સાથે તેની માતાના હોશ ઉડી ગયા હતા તેઓએ તાત્કાલિક ધોરણે પોલીસમાં આ બાબતની ફરિયાદ નોંધાવી છે. પોલીસે તાત્કાલિક ધોરણે આરોપીને પકડી પાડ્યો હતો. આરોપીનું નામ હનીફ ખાલીદભાઈ આરબ છે. અને તે પોતે એક રીક્ષા ડ્રાઇવર તરીકે કામ કરે છે. આ હવસખોર નરાધમ યુવક દારૂ અને જુગારના કનેક્શન સાથે પણ જોડાયેલો છે તેવું પોલીસે જણાવ્યું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]