આજના સમય માં આપણે જે સમાજમાં રહીયે છીએ એમાં હવેના ડિજિટલ સમય માં જેમ જેમ વધુ ને વધુ ઝડપે ટેક્નોલોજી આગળ વધી રહી છે એમ એમ સમાજ માં પણ એક સુધારા ની મિસાલ જાગી ચુકી છે જેમાં મુખ્યત્વે જો વાત કરવામાં આવે તો શહેરી વિસ્તારોમાં તો લોકો માં અંધશ્રધ્ધામાં માનનારો વર્ગ ખુબ જ નૂનતમ પ્રમાણ માં જ જાણી શકાય એમ છે.
પરંતુ હજુ પણ જો વાત કરવામાં આવે તો કેટલાક ગામડા અને જૂની રૂઢિગત માન્યતાઓ થી જોડાયેલા લોકો સુધરવાનું નામ લેતા હોતા નથી જેના કારણે પરિણામ તેના પરિવારના અન્ય સભ્યો ને ખુબ જ ગંભીર એવા પરિણામો ભોગવવા પડતા હોય છે અને આપણી જ વચ્ચે એવી ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ પણ છેકે જેઓ આ પ્રકારના તમામ લોકો ને સમજવવાનો પ્રયત્ન કરતી હોય છે,
પણ કયારેય કયારેક ખુબ જ ચોંકાવનારી અને સમાજ ના બીજા લોકો ને શરમ આવે એવી ઘટનાઓ આપણી સામે આવતી હોય છે જેમાં હાલમાં બનેલ ઘટનાની જો વાત કરવામાં આવે તો રાજકોટ જેવા ખુબ મોટા અને જેની રંગીલા રાજકોટ તરીકે ની ઓળખ છે ત્યાં જ અંધશ્રદ્ધા નો કિસ્સો સામે આવ્યો જેમાં બનેલ ઘટનાની સવિસ્તારમાં જો વાત કરવામાં આવે તો માત્ર,
આટલા બધા મોબાઈલ ઇન્ટરનેટ અને આધુનિક યુગમાં આટલી બધી આરોગ્યની સેવાઓ આપણી વચ્ચે હોવા છતા અનેક વ્યક્તિઓ આવી અંધશ્રદ્ધામાં પડી પોતાના વ્હાલસોયા સંતાનોના જીવ ખુબ જોખમમાં મુકી દેતા હોય છે. હવે આવો જ એક અંધશ્રદ્ધાનો કિસ્સો રાજકોટમાં આપણી સામે આવ્યો છે. જેમાં ખાસ તો જયારે ગોંડલ ની હોસ્પિટલ પછી રાજકોટ સિવિલમાં વધુ સારવાર માટે બાળકીને ખસેડાઈ છે.
બે જ મહિનાની બાળકી ને શરીર પર ડામ આપવામાં આવ્યા હતા ત્યારબાદ તેને ગોંડલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી ત્યારબાદ વધુ સારવાર જરૂર પડતા રાજકોટ માટે ખસેડવામાં આવી મળતી માહિતી પ્રમાણે ગોંડલના ગુંદાળા ચોકડી પાસે આ પરિવાર રહે છે અને બાળકી માત્ર 2 મહિનાની છે માત્ર બે મહિનાની બાળકીને આપવામાં આવેલ આ ડામ ખરેખર ખુબ ગંભીર મામલો છે.
આ ઘટનાને પગલે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા પણ હોસ્પિટલ પહોંચ્યા અને પરિવારના સભ્યો ને સમજાવવાનો પ્રયત્નો કર્યા ગોંડલના ગુંદાળા ચોકડી પાસે આ પરિવાર રહે છે જે પરિવારની બાળકી પાત્ર બે મહિનાની છે અને તેને છે તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે છેલ્લા કેટલાક દિવસો થી તાવ આવતો હતો, આ પ્રકારની ઘટના માફ કરવા યોગ્ય નથી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]