રોજ ઘણીબધી મહિલાઓ પોલીસમાં ફરિયાદો નોંધાવે છે કે તેના સાસરિયાઓ તેમને ખૂબ જ ત્રાસ પહોચાડે છે. જેના કારણે તેમનું જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. અને અંતે તેઓ પરિવારજનોથી કંટાળી જઈને આપઘાત જેવું પગલું પણ ભરી લે છે. હકીકતમાં પરિવારના તમામ સભ્યો વચ્ચે સારી સમજણ ધીમે ધીમે ઘટી રહી હોય તેવું લાગી રહ્યું છે..
કારણ કે રોજ ઘરેલું કંકાસમાં ઘણા બધા વ્યક્તિઓ આપઘાત કરવા લાગ્યા છે. હાલ સુરતના તલોદમાં બે દીકરીઓની માતા એ પોતાના ઘરમાં ગળેફાંસો લગાવી ને જીવનલીલા સંકેલી લીધી છે. પ્રભુલાલ લખારાની દીકરી સુનિતા બેનના લગ્ન સુરતના તલોદ ગામમાં રહેતા ધર્મેન્દ્રકુમાર સાથે કરવામાં આવ્યા હતા..
ધર્મેન્દ્ર કુમાર અને સુનીતાને લગ્નજીવન દરમ્યાન ચાર વર્ષની દીકરી અને એક પાંચ મહિનાની દીકરી હતી. લગ્નજીવન દરમ્યાન પતિ અને પત્ની વચ્ચે સારો તાલમેળ ચાલતો હતો. પરંતુ તેના સસરાને લઈને સુનિતાબેન અવારનવાર ચિંતિત રહેતા હતા અને તેના માતા-પિતાને ફરિયાદ કરતા જણાવતા હતા કે..
તેના સસરા તેને ખૂબ જ ખરાબ નજરથી જોવા લાગ્યા છે. તેની સાથે ન કરવાની હરકતો પણ ક્યારેક ક્યારેક કરે છે. તેમજ જો સુનીતાબેન ના કહે તો ઘરમાં ઝઘડો થઈ જાય છે. એક દિવસ ધર્મેન્દ્રભાઈ પણ સુનીતાબેનની સાથે પીટર ગયા હતા. ત્યારે સુનીતાબેન માતા-પિતાએ ધર્મેન્દ્ર ભાઇને કહ્યું હતું કે તમે તમારા પિતાને સમજાવો જોકે સુનિતા સાથે ગેરવર્તણૂક ન કરે..
મારી દીકરી નો વાંક હશે તો અમને જણાવજો. અમે એને ખૂબ સમજાવિશુ. પરંતુ તમે અમારી દીકરીને ત્રાસ આપતા નહી એમ કહીને સુનીતાબેન માતા-પિતાએ ધર્મેન્દ્ર ભાઈને ઠપકો આપ્યો હતો. થોડા સમય બાદ એક દિવસ સુનીતાબેનએ પોતાની રૂમમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું..
આ બાબતની જાણ જ્યારે ધર્મેન્દ્ર ભાઈને જ્યારે તેઓએ તેમના માતા પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે, તમારી દીકરી એ આપઘાત કરી લીધો છે. ત્યારે તેના માતા-પિતા ના ડોળા ફાટી ગયા હતા. અને તેઓએ મનોમન વિચારી લીધું હતું કે નથી તેમની દીકરીએ આ પગલું તેના સસરા ને કારણે જ ભર્યું હશે. તેમની દીકરી ખૂબ જ કંટાળી ગઈ હતી..
પરંતુ કેટલાક કારણોસર સસરા તેની હરકતો મૂકી શકતો હતો નહીં. એટલા માટે આજે તેમની દીકરીનો જીવ ગયો છે. આપઘાત બાદ તેની લાશને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવતી હતી. ત્યારે તેમની પાસેથી અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠી ધર્મેન્દ્રભાઈ જ્યારે વાંચવાની શરુ કરી ત્યારે આસપાસના ઊભેલા સૌ કોઈ લોકોને ખબર પડી ગઈ હતી કે સુનીતાબહેને એ શા માટે આપઘાત કર્યો છે..
અને આ ચિઠ્ઠીના શબ્દ સાંભળતાની સાથે જ ધર્મેન્દ્રની આંખમાંથી આંસુ આવી ગયા હતા. જ્યારે તેના પિતા મીઠાલાલભાઈનું શરીર કાંપવા લાગ્યું હતું. કારણ કે અંતિમ ચિઠ્ઠીમાં તેમની કાળી કરતૂતો બહાર આવી ગઈ હતી. દીકરી સુનિતાએ અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે તેમના સસરા ગામ તેમની સાથે ખૂબ જ ખરાબ હરકતો કરતા હતા..
અવારનવાર તેને ખરાબ નજરથી જોતા હતા. તેમજ તેની સાથે શારીરિક અડપલાં પણ કરવા લાગ્યા હતા. આ મહિલા જો ના પાડે તો તે તેની સાથે ઝઘડો પણ કરતા હતા અને શારીરિક તેમજ માનસિક પહોંચાડતા હતા. આ બધી બાબતોથી કંટાળી જઈને મહિલાએ તેના માતા-પિતાને પણ જણાવ્યું હતું.
પરંતુ તેના માતા-પિતાએ તેને સમજાવીને સાસરીયા પરત મોકલી હતી. પરંતુ આ બાબત હજુ ચાલતી હતી એટલા માટે તેઓ આપઘાત કરી લીધો છે. અને જીવન ટૂંકાવી દીધું છે 24 વર્ષની પરિણીત મહિલાના મોત નું કારણ બહાર આવી જતાં સૌ લોકોએ એ મહિલાના સાસરે સામે રોષ ઠાલવ્યો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]