રાજ્યમાં વસતા તમામ લોકોને ખુબ જ સારી રીતે ખ્યાલ છે તે પ્રમાણે ગાંધીના ગુજરાતમાં દારૂ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે છતાં પણ તે જ ગાંધીના ગુજરાતમાં દારૂ નું વેચાણ મોટા પાયા પર થઈ રહ્યું છે એટલે છે જે વિસ્તારોમાં અને જે રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ છે એ જ રાજ્યમાં દારૂનો બહુ મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે અને બહારથી સંતાડી ને દારૂ લાવવામાં આવી રહ્યું છે..
દારૂ લાવનાર અનેક ટુચકાઓ ની મદદત થી અને અનેક પ્રકાર ની ગાડીઓ અને તેમાં અલગ-અલગ પ્રકારના ખાનાઓ બનાવીને તેમાં દારૂ સંતાડીને લાવી રહ્યા છે અને દર વખતે પોલીસ દ્વારા આવા દારૂની હેરાફેરી કરતી ગેંગોને ઝડપી પડે છે છતાં તેઓ તેમનું આ ગેરકાયદેસર કાર્ય બંધ નથી કરતા અને તેઓનું કાર્ય શરૂ જ રાખે છે તેઓ અનેક વખત ઝડપાઈ પણ છે..
આ અંગે પોલીસ અને પોલીસની ટીમ દ્વારા ચેક પોસ્ટ અને દરેક જગ્યાએ પોલીસ કડક માં કડક ચેકિંગ કરી રહ્યું છે અને આના નિવારણ લાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આવો જ બનાવ બન્યો હતો મોડાસાના ગાજણ ટોલનાકા પાસે આ ટોલનાકા પાસે પોલીસ દ્વારા પેટ્રોલિંગ થઈ રહ્યું હતું ત્યારે તે દરમિયાન પોલીસને તેઓના ખબરી ઓ દ્વારા માહિતી મળી હતી.
કે દારૂ ભરેલી ગાડી આવી રહી છે તેમાં વિદેશી દારૂ ભરેલું છે અને બાતમી મળતાની સાથે જ પોલીસ દ્વારા તે માહિતીને ધ્યાનમાં લઈને કડક ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું જીજે31 એન 2844માં વિદેશી દારૂ ભરી ને શામળાજી થી મોડાસા તરફ જવાની અને તેની આગળ બાઇકચાલક પાયલોટિંગ કરતા હોવાની માહિતીના આધારે પોલીસે ગાજણ ટોલનાકા ઉપર સઘન વોચ ગોઠવી હતી.
તે દરમિયાન આ ઈકો કાર ડ્રાઈવર અને ટુવીલ ડ્રાઈવરને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો પરંતુ તે પહેલા પોલીસની નાકાબંધી જોઈ બાઈક અને ઇકો આ બંને શામળાજી તરફ હંકારી મુકતા પોલીસે પીછો કરતા બાઈક ચાલકને અને ઇકો માં બેઠેલા અન્ય શકશો ને ઝડપી પાડયા હતા તેમાં બાઇકચાલક હાર્દિકભાઈ બાલાભાઈ રાઠોડ તેઓને વધુ પૂછપરછ માટે પોલીસની નજરમાં બેસાડવામાં આવ્યો છે.
તેને પોલીસે પૂછપરછ કરતાં જણાવવામાં આવ્યું હતું કે ૮૦ હજાર રૂપિયાનો દારૂ પકડાયેલ છે ગાડી સહિત કુલ 380000 નો મુદ્દામાલ કબજે કરાયો છે અને આટલો બધો વિશાળ માત્રા માં ગેરકાનૂની રીતે દારૂની ઘૂસણખોરી થી સૌ કોઈ ચોંકી જ ગયા હતા આ ઉપરાંત હેમંતભાઈ સુરેશભાઈ ડામોર અને વિજયભાઈ કાંતિભાઈ ગામેતી તેમજ ત્યાં રહેલા અન્ય વ્યક્તિ ઉપર મોડાસા પોલીસ દ્વારા નોંધવામાં આવ્યો છે.
પોલીસ થકી કરવામાં આવેલ કડકમાં કડક કાર્યવાહી માં ગાડી સહિત કુલ 380009 મુદ્દામાલ કબજે લઇ હેમંતભાઈ સુરેશભાઈ ડામોર અને તેની સમગ્ર ગેંગને પોલીસની નજરમાં બેસાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને આવી તમારી અનેક ગેંગો પણ હશે તેની વિશે માહિતી મેળવવા પોલીસ અને તેની ટીમ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]