બાથરૂમમાં નાહવા ગયેલી પૈસાવાળા ઘરની વહુનું રહસ્યમય રીતે થયું મોત, ઘરે આંગણે લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ.. જાણો..!

કહેવાઈ છે ને કે જયારે ઘરમાં શુભ પ્રસંગ આવી પહોચ્યો હોઈ ત્યારે જ દુખની ઘડીઓ શુભ પ્રસંગને બગાડવા માટે જોર પકડતી હોઈ છે. અને શુભ પ્રસંગ માતમમાં પણ ફેરવાઈ જતો હોઈ છે. હાલ એવું જ એક ખુબ મોટા પરિવાર સાથે થયું છે. હરિયાણાના ફતેહાબાદમાં બીજેપી ધારાસભ્ય દુદારામ પોતાના પરિવારજનો સાથે રહે છે.

પરિવારમાં તેમનો દીકરો સંદીપ બિશ્નોઈ તેમજ તેની પત્ની શ્વેતા બિશ્નોઈ અને એક પૌત્રનો સમાવેશ થતો હતો. ધારાસભ્ય દુદારામના નાના ભાઈ ઉગ્રસેનના પુત્ર આદિત્યના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. આખો પરિવાર આ ઉજવણીમાં વ્યસ્ત હતો. જેમાં સાંજે દુદારામના બીજા ભાઈ સ્વ.દેવીલાલના ઘરે જમણવારનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગમાં હાજરી આપવા માટે શ્વેતાએ પહેલા તેના ચાર વર્ષના પુત્રને નવડાવ્યો હતો. જે બાદ તે પોતે ન્હાવા ગઈ હતી. પરંતુ દોઢ કલાક સુધી તે બહાર ન આવતાં સંબંધીઓએ બાથરૂમનો દરવાજો ખખડાવ્યો હતો. કોઈ અવાજ ન આવતાં સૌ કોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા. અને તાત્કાલિક દરવાજો તોડવાની કામગીરી શરુ કરી દીધી હતી..

દરવાજો તોડીને અંદર ગયા તો શ્વેતા બેભાન અવસ્થામાં મળી આવી હતી. તેને જોઈને સૌ કોઈના હોશ ઉડી ગયા હતા. ઈલેક્ટ્રિક ગીઝરમાં કરંટ ચાલી રહ્યો હતો અને તેણે શાવર શરૂ કરતા જ તેને વીજળીનો કરંટ લાગ્યો હતો. આ દરમિયાન શ્વેતા બેહોશ થઈ ગઈ અને ત્યાં જ પડી ગઈ.

પરિવાર તેને શહેરની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો, પરંતુ તેણે દુનિયાને અલવિદા કહી દીધું હતું. તેમના મૃત્યુની માહિતી મળતા જ આદમપુરના ધારાસભ્ય દુદારામના પિતરાઈ ભાઈ અને આદમપુરના ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈ સહિત શહેરના ઘણા લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમને 4 વર્ષનો પુત્ર છે.

બીજેપી ધારાસભ્યની પુત્રવધૂના મૃત્યુના સમાચાર ફતેહાબાદ શહેરમાં ફેલાતા જ પરિવારના સભ્યો અને સંબંધીઓ સિવાય શહેરના સામાન્ય લોકો પણ હોસ્પિટલની બહાર એકઠા થવા લાગ્યા. શ્વેતા બિશ્નોઈના અંતિમ સંસ્કાર આજે બપોરે 2 વાગ્યે મોહમ્મદપુર રોહી ગામમાં કરવામાં આવશે.

શ્વેતાના અવસાનથી વિસ્તારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે અને અનેક આગેવાનોએ મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. પરિવાર જનોમાં ઘરના લગ્ન પ્રસંગની જે ખુશી હતી તે માતમમાં ફેરવાઈ ગઈ છે. બાથરૂમમાં નાહવા જતી વેળાએ ખુબ જ ધ્યાન રાખવું પડે છે. ઇલેક્ટ્રિક વસ્તુઓ પાણીના સંપર્કમાં આવતા જ શોક લાગી જતો હોઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment