આજકાલ ઓછા સમયમાં વધારે પૈસા કમાવવાની લાલચમાં તાજેતરમાં જ ધંધે ચઢેલા લોકો ગોરખધંધા તરફ જતા હોય છે. જુવાનિયા યુવકો વધારે પૈસા કમાવવાની લાલચમાં એવા કારનામા કરી બેઠા છે કે જેને કલંક તેમના પર સમગ્ર જીવનભર રહે છે. પરંતુ પોલીસ કાળા-ગોરા ધંધા કરનારાઓને થોડા સમયની અંદર જ પકડી પાડતી હોય છે..
કારણ કે ખોટું કામ લાંબા સમય સુધી ટકી શકતું નથી. સુરત પોલીસને બાતમી મળી હતી કે મિહિર મુકેશભાઈ પરમાર નામના યુવક પાસે પ્રતિબંધિત વસ્તુઓ છે. આ બાળકની મળતાની સાથે જ પોલીસે આ યુવક પર રેકી કરવાનું શરૂ કરી દીધું હતું. આ યુવક પલસાણાના કારેલી ગામ માં રહેતો હતો.
તે એક ટેમ્પો ચલાવતો હતો. પોલીસે તેને પકડી પાડ્યો હતો. અને તેના ટેમ્પાનું ચેકિંગ કર્યું હતું. તેમજ તેનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ટેમ્પો પોલીસને બારડોલી તાલુકાના રજવાડી ગામથી મળી આવ્યો હતો. ટેમ્પાની અંદર એચપી ગેસ સિલિન્ડર હતા. કુલ ૨૯ સિલિન્ડર ને હલાવતા જ અંદરથી કંઈક વિચિત્ર અવાજ આવ્યો હતો..
એટલા માટે પોલીસે ગેસ સિલિન્ડરને તોડીને જોવાનો પ્રયત્ન કર્યો હતો. ગેસ સિલિન્ડરના નીચેનો ભાગ તોડી ને જોયું તો અંદરથી ખૂબ જ ચોંકાવનારી વસ્તુઓ મળી આવી હતી. જે જોયા બાદ સૌ કોઈ લોકોના હોંશ ઉડી ગયા હતા. કારણ કે 24 ગેસના બાટલામાં નીચેના ભાગથી ગુપ્ત ખાવાનું બનાવીને તેની અંદર વિદેશી દારૂનો જથ્થો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવતો હતો..
જેની પોલીસે પકડી પાડી હતી. ટેમ્પાની અંદર રહેલા તમામ સિલેન્ડરમાંથી કુલ બે લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. કુલ 1630 નંગ વિદેશી દારૂની બોટલની સાથે સાથે તમામ સિલિન્ડરો અને ટેમ્પાને પણ પોલીસે જપ્ત કર્યું હતું. આ યુવકને પકડતાની સાથે શરૂઆતમાં તો પોલીસને લાગ્યું કે આ યુવક પાસે તો કશું છે નહીં.
પરંતુ જ્યારે સિલિન્ડરને હલબલાવીને ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે જણાયું કે સિલિન્ડરની અંદર રાંધણગેસ નહીં. પરંતુ વિદેશી દારૂનો વેપલો ચાલતો હોવાની માહિતી મળી હતી. આ અગાઉ પણ પોલીસ એવા ઘણા બધા બુટલેગરોને પકડી પાડ્યા છે. જે જુદી-જુદી તરકીબો અપનાવી ને ગુજરાતમાં દારૂની કુષણ ખોરી કરતા હોય છે.
આ અગાઉ એક ટેમ્પાના તળિયામાં ગુપ્તાનું બનાવીને બુટલેગરો દારૂ ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યા હતા. પરંતુ પોલીસની સૂઝબૂઝના કારણે તેઓને પકડી પાડવામાં આવ્યા હતા. ખરેખરમાં આપણા રાજ્યની પોલીસ ખૂબ જ મહાન છે. તેમજ તેમના સાહસની કોઈ સીમા નથી. આવા લોકોને પકડી પાડવા એક ખૂબ મોટી બાબત છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]