Breaking News

બાતમી મળતા જ પોલીસે સ્પામાં દરોડા પાડ્યા, પોલીસ ઘુસતા જ સ્પાની અંદરના લોકોનો જીવ ચોંટી ગયો તાળવે..

ગુજરાતના મોટા મોટા શહેરોમાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાને અટકાવવા માટે પોલીસ ખૂબ જ મહેનત કરી રહી છે. તેમજ વારંવાર શંકાસ્પદ જગ્યાએ દરોડા પાડીને ચેકિંગ હાથ ધરવામાં આવતી હોય છે. મોટાભાગના કુટણખાનાનો શહેરના પોશ વિસ્તારમાં ચાલતા હોય છે.

આ કૂટણખાનાઓ પાછળ મોટા ભાગે કોઈ મોટી ઓળખાણ વાળા વ્યક્તિનો હાથ હોય છે. કે જેથી કરીને તેઓના ગોરખધંધાવો કોઈપણ પ્રકારની અડચણ વગર ચાલ્યા કરે. ઘણીવાર તો કુટણખાના માલિકો તંત્રને હપ્તા પહોંચી હોવાની વાતો સામે આવી હતી. રાજકોટ શહેર પોલીસે જુદી જુદી જગ્યા ઉપર દરોડા પાડયા હતા..

જેમાં એરપોર્ટ રોડ પર આવેલા એમ લાઈટ નામના સ્પામાં દરોડા પાડયા હતા. દરોડા પાડતાની સાથે જ પોલીસે જોયું કે અહીંયા સ્પા મસાજ નહીં પરંતુ કુટણખાનુ ચાલી રહ્યું છે. રાજકોટ ક્રાઇમ બ્રાંચને એક બાતમી મળી હતી કે એરપોર્ટ રોડ પર જનતા જનાર્દન સોસાયટી આવેલી છે આ સોસાયટીમાં એમ લાઈટ સ્પામાં મસાજ પાલર નહીં પરંતુ કૂટણખાના ધમધમી રહ્યા હતા..

બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને આ કુટણખાનાને બંધ કરાવ્યું છે. તેમજ આ કુટણખાનાનો સંચાલક શ્યામ ગોહિલ નામના વ્યક્તિની કાયદેસર કાર્યવાહી કરવા માટે ધરપકડ કરી છે.. આ સંસ્થામાં કામ કરતી યુવતીઓ સાથે પુછતાછ કરતા જણાવ્યું છે કે સ્પાનો માલિક ગ્રાહકો પાસેથી 2500 રૂપિયા વસૂલ કરતો હતો..

જ્યારે યુવતીઓને 1500 રૂપિયા આપીને પોતે હજાર રૂપિયાનું કમિશન રાખતો હતો. પોલીસે આ ત્રણ યુવતીઓને મુક્ત કરાવી છે. તેમજ કૂટણખાના સંચાલક શ્યામ ગોયલ ને પકડી પાડયો છે. આવાજ કુટણખાનાઓ સુરતના પોશ વિસ્તારમાં પણ ધમધમી રહ્યા હતા. પોલીસે થોડાક દિવસ પહેલા દરોડા પાડીને મોટાભાગના કુટણખાના અને બંધ કરાવી દીધા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *