બાતમી મળતા બસને અટકાવીને ચેકિંગ કરાયું, 3 મહિલાઓ પાસે રહેલા સ્કુલના થેલા ખોલીને જોયું તો મળ્યો એવો સમાન કે ઉડી ગયા હોશ..!

ગુજરાતમાં દારૂ જેવી નશીલી ચીજ વસ્તુઓ પકડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. ગઈકાલે અમદાવાદ અને બોટાદ જિલ્લાના બરવાળા તેમજ ધંધુકામાંથી ઝેરી દેશી દારૂ પીવાને કારણે કુલ 31 કરતા વધારે લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 45 કરતા વધારે લોકો સારવાર હેઠળ છે. રાજ્યમાં બુટલેગરો બેફામ બન્યા છે. છેલ્લા બે મહિનાની અંદર અંદર કરોડો રૂપિયાનો વિદેશી તેમજ દેશી દારૂ પકડાયો છે..

અને હવે છોટાઉદેપુર જિલ્લામાં વધુ એક દારૂનો વેપલો પકડાઈ ગયો છે. છોટાઉદેપુર જિલ્લો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદ વિસ્તાર પર આવેલો છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર દારૂ ઉપર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ લગાવવામાં આવ્યા નથી. એટલે બુટલેગરો છોટાઉદેપુરમાં આ બંને રાજ્યોમાંથી દારૂની ઘુસણખોરી કરે છે..

પરંતુ પોલીસ પણ સજાગ થઈને હંમેશા બુટલેગરના નવીન કીમિયાઓને નિષ્ફળ બનાવીને પકડી પાડે છે. પરંતુ હવે બુટલેગરોએ એવી અજીબ તરકીબ અપનાવી છે કે, જેને જોતા જ ભલભલાના હોશ ઉડી ગયા હતા. હકીકતમાં પોલીસને બાતમી મળી હતી કે, છોટાઉદેપુર વડોદરા એસટી બસમાં વિદેશી દારૂની હેરફેર થઈ રહી છે..

આ બાતમી મળતા જ પોલીસે એસટી ડેપોમાં બસને રોકી હતી અને આ બસની અંદર તપાસ કરવાની કામગીરી શરૂ કરી હતી. જ્યાં છોટાઉદેપુર જિલ્લાની ત્રણ મહિલાઓ આ બસમાં ચૂપચાપ બેસી ગયેલી હતી. આ ત્રણેય મહિલાઓ પાસે કાપડની તેમજ ગુટખાની થેલીઓ હતી અને એક મહિલા પાસે સ્કૂલબેગ હતું.

પોલીસને આ ત્રણેય મહિલાઓનો વર્તાવો કંઈક અજીબ લાગ્યો એટલા માટે તેઓને ચેકિંગ કરવાની કામગીરી શરૂ કરી જેમાં તેમના છેલ્લા ખોલતા જ જે સામાન મળ્યો તે જોઈને હોશ છૂટી ગયા હતા. અને આ વાતની સત્યમાં પરિવર્તન પામી હતી. આ બેગની અંદરથી દારૂનો ખૂબ મોટો જથ્થો મળી આવ્યો હતો..

કોઈ સામાન્ય વ્યક્તિને શંકા ન જાય એટલા માટે તે બાળકની શાળામાં ભણવાના છેલ્લા ઉપયોગમાં લેતી હતી. અને બુટલેગરના હિસાબે દારૂની હેરાફેરી કરી રહી હતી. પરંતુ પોલીસે સૂઝબુઝ રાખવી અને આ ત્રણેય મહિલાઓને પકડી પાડી છે. અને આ દારૂ ક્યાંથી લાવવામાં આવી રહ્યો છે. તેમજ કયા બુટલેગર અને કયા મોટા માથાના ઇશારે આ તમામ ગતિવિધિઓ ચાલે છે.

તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. છોટાઉદેપુરમાં વારંવાર જુદા જુદા ગામડાઓમાંથી દારૂ જેવા નશાકારક ચીજ વસ્તુઓના જથ્થા પકડી પાડવામાં આવતા હોય છે. ક્યાંક ને ક્યાંક તંત્ર આ તમામ ગતિવિધિઓને ડામવા માટે નિષ્ફળ થતું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ગઈકાલે બનેલા લઠ્ઠાકાંડમાં એ વિસ્તારના પોલીસ તંત્ર પણ સામેલ હોય તેવી સૂત્રો તરફથી માહિતીઓ મળી છે.. આ બનાવ સામે આવ્યા બાદ ગુજરાતના કેટલાય ગામમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ ડામવા માટે ગામના સરપંચ સહિતના લોકો રસ્તા પર નીકળી ગયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment