Breaking News

બાતમી મળતા નદીની ભેખડોમાં ખોદકામ કરતા મળ્યું એવું કે ઉડી ગયા પોલીસના હોશ..! વાંચો.!

ગુજરાતમાં ક્રાઇમ રેટ દિવસેને દિવસે વધતો જાય છે. કોઈ જગ્યાએ ડ્રગ્સ, ગાંજો મળે છે. તો એક બાજુ મોટો દારૂનો જથ્થો મળી આવ્યો છે. એ તો એકબાજુ દુ.ષ્ક.ર્મના બનાવો પણ વધી રહ્યા છે. તેમજ અકસ્માતના કેસો તો ચિંતાજનક સપાટી પર વધી રહ્યા છે..

આ બધા કેસોની મથામણ ઉકેલવા માટે ગુજરાત પોલીસ હંમેશા તત્પર રહે છે અને દરેક કેસને સોલ્વ કરવામાં પૂરતું યોગદાન આપતા હોય છે. થોડા દિવસ પહેલા વડોદરા તાલુકા પોલીસ મથકના કેતનસિંહ ઝાલા તેમજ ભુપેન્દ્રસિંહ મહિડા નામના અધિકારીઓને માહિતી મળી હતી કે, શેરખી ગામ ના નદીના કોતર પાસે બુટલેગરોએ ખૂબ મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે…

આ પ્રકારની બાતમી મળતા પોલીસે પોતાની ટીમ તૈયાર કરીને બધી જ જાણકારીઓ એકઠી કરી રાખી હતી. અને સ્થળ પર દરોડા પાડવા માટે બધી ટીમ રેડી હતી. બુટલેગરો દારૂને સંતાડવા માટે નત નવીન કીમિયા અપનાવતા હોય છે. પરંતુ પોલીસ પણ બૂટલેગરોને ઝડપવા માટે પૂરી રીતે સક્ષમ છે…

પરંતુ આ વખતે બુટલેગરોએ દારૂ એવી જગ્યાએ સંતાડ્યો હતો કે તે જોતા બે ઘડી તો પોલીસના પણ હોશ ઉડી ગયા.. કે બુટલેગરો પાસે આટલું બધું મગજ ક્યાંથી આવ્યું હશે કે તેઓએ આ પ્રકારનો રસ્તો અપનાવ્યો..

મળેલી બાતમી મુજબ તાલુકા પોલીસ શેરખી ગામના નદીની કોતરમાં દારૂનો જથ્થો બહાર કાઢવા માટે દરોડા પાડી લીધા હતા અને ત્યાં જઈને ખોદકામ કરતાં સુરંગ મળી આવી હતી. સુરંગમાં આશરે ૭૬ હજાર રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.. દારૂના જથ્થાને પોલીસે કબજે કર્યો હતો.

આ આગાઉ તાલુકા પોલીસે ભુગર્ભમાં બનાવેલી ટાંકીમાંથી પણ દારૂનો જથ્થો શોધી કાઢ્યો હતો.. એટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હશે. અને કોના હસ્તક આવ્યો હશે તે બાબતની જાણ પોલીસ કરી રહી છે.. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ આટલી મોટી માત્રામાં દારુ મળી આવતા માહોલ ગરમાયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *