Breaking News

બાતમી મળતા જ પોલીસે કન્ટેનરને પકડી પાડ્યું, અંદર રહેલા સામાનને જોઈને ઉડી ગયા ભલભલાના હોશ.. વાંચો..!

ગુજરાતની પોલીસની સહસિકતાના દાખલાઓ સમગ્ર દેશમાં પ્રચલિત છે. ગુજરાતનું પોલીસ ખાતું ખૂબ જ ઈમાનદારીથી કામકાજ કરી રહ્યો છે અને કાળા કામ કરનાર તેમજ મન ફાવે તેવી પ્રવૃત્તિ આચરનાર લોકોને તાત્કાલિક ધોરણે પકડી પાડીને જેલના સળિયા પાછળ પણ ધકેલી દે છે. અને દરેક નાગરિકોને સરખો ન્યાય અપાવે છે..

પોલીસને અવારનવાર માહિતી મળી જાય છે કે, આ વિસ્તારમાં ખૂબ જ કાળા કામ ચાલી રહ્યા છે. આ માહિતીના આધારે તેઓ કાર્યવાહી પણ ચલાવે છે. ગઈકાલે સુરેન્દ્રનગરના રાણપુર પોલીસને બાતમી મળી હતી એ બાતમી આધારે પોલીસે પોતાની ટીમો સાથે લઈને વોચ પણ ગોઠવી હતી. બાતમીમાં માહિતી મળી હતી કે, રાણપુર તરફ એક કન્ટેનર આવી રહ્યું છે..

આ કન્ટેન્ટની અંદર કંઈક કાળું ધોળું છુપાયેલું છે. આ બાતમીના આધારે પોલીસે રાણપુરના કિનારાના ગામ પાસેથી આ કન્ટેનરને પકડી પાડ્યું હતું. કિનારાના ગામ પાસે રેલવેના નાળા નીચે આ કન્ટેનર ફસાઈ ગયું હતું. પોલીસે ત્યાં જ આ કન્ટેનરને ઝડપી પાડ્યું અને તેની તલાસી લેવાની કામગીરી પણ શરૂ કરી હતી..

આ કન્ટેનર ધંધુકા તરફથી રવાના થયું હતું અને પાળીયાદ થઈ રાજકોટ તરફ જઈ રહ્યું હતું. પરંતુ પોલીસે રેલવેના નાળા પાસેથી આ કન્ટેનરને પકડી પાડતા આ તમામ કામગીરીનો પરદાફાશ થઈ ગયો હતો. આ કન્ટેનરની અંદર તલાશી લેતા કુલ 573 પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

એટલે મોટી સંખ્યામાં વિદેશી દારૂનો જથ્થો જોઈને સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા હતા. કારણકે ધંધુકા બરવાળા વિસ્તારમાં થોડા દિવસ પહેલા જ ખૂબ મોટો લઠ્ઠાકાંડ થયો હતો. જેમાં કુલ 57 કરતા વધારે લોકોના મૃત્યુ થયા હતા અને ફરી એક વખત આ વિસ્તારની અંદર જ બુટલેગર અને દારૂ ઘુસાડવાના આટલા મોટા સાહસને જોઈને સૌ કોઈ લોકો હચમચી ગયા…

પરંતુ પોલીસની સુઝબુઝના કારણે આ તમામ વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. જ્યારે કન્ટેનરને પકડવામાં આવ્યું ત્યારે કન્ટેનરનો ડ્રાઇવર આ કન્ટેનરને ત્યાં ને ત્યાં જ મૂકીને ભાગવા લાગ્યો હતો. એટલો મોટો દારૂનો જથ્થો કયા બુટલેગર મારફતે શહેરમાં ઘૂસી રહ્યો છે..?

તેમજ તે ક્યાંથી આવી રહ્યો છે..? અને ક્યાં લઈ જવામાં આવતો હતો..? આ ઉપરાંત આ તમામ કામગીરી કોના ઇશારે ચાલી રહી છે..? આ તમામ પ્રશ્નોના જવાબને મેળવવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. નશાની ચીજ વસ્તુઓની ઘોષણ ખોલીને લઈને હંમેશા પોલીસ ખાતું સજ્જર રહે છે…

પરંતુ બુટલેગરો અવનવા કીમીયાવો અપનાવીને પોલીસને ચકમો આપવાની કોશિશ કરતા હોય છે. પરંતુ તેમની આ તમામ કોશિશ પોલીસની કામગીરી સામે હંમેશા નિષ્ફળ સાબિત થતી હોય છે. પોલીસની આ સાહસિક કામગીરીના કારણે આજે ખૂબ જ મોટી ઘટનાનો પરદાફાશ થયો છે. તેમની આ કામગીરીને સલામ છે.

આ અગાઉ પણ ગુજરાતના બોર્ડર વિસ્તારો એટલે કે રાજસ્થાન મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રની બોર્ડર વિસ્તારના જિલ્લાઓમાંથી બાતમીના આધારે ખૂબ જ મોટી સંખ્યામાં વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. જેમાં છોટાઉદેપુર, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, બનાસકાંઠા, સાબરકાંઠાની સરહદી વિસ્તારોમાંથી પોલીસે તપાસ ચલાવીને બુટલેગરોના અવનવા કીમિયાઓને નિષ્ફળ બનાવી દીધા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *