Breaking News

બસ ચુકી જતા વેપારી ભાડાની કારમાં બેસ્યો, આસપાસ બેઠેલા 4 પેસેન્જરે કર્યું એવું કે જાણીને તમે પણ ચોંકી જશો..!

સમાજમાં લુંટેરાઓની સંખ્યા વધી રહી છે. દિવસેને દિવસે ચોરી કરીને બીજા લોકોની કિંમતી વસ્તુઓને ચોરી કરી રહ્યા છે. આજકાલ આવી ઘટનાઓ બનતા સૌ કોઈ કીમતી વસ્તુ ઘરની બહાર કાઢતા પહેલા વિચારી રહ્યા છે. આજકાલ આવી ઘટનાઓ બનતા સૌ કોઈ લોકો હેરાન છે. આવી જ એક ચોરીની ઘટના હાલમાં સામે આવી હતી.

જેમાં એક વેપારીને અપહરણ કરીને તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. આ ઘટના રાજકોટ જિલ્લામાં બની હતી. રાજકોટ જિલ્લામાં રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ ચોક પાસે આ ઘટના બની હતી. ગ્રીનલેન્ડ ચોક પાસે એક રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના રાયપુર ગામનો વેપારી ઉભો હતો.

આ વેપારીનું નામ સત્યનારાયણ અંબાલાલ સોની હતું. સત્યનારાયણની ઉંમર 53 વર્ષની હતી. તેઓ વર્ષોથી ચાંદી કામ કરતા હતા. તેને કારણે તેઓ કામ માટે રાજકોટ આવ્યા હતા અને તેનું કામ પતાવ્યા બાદ તેઓ રાજકોટથી પરત રાજસ્થાન જવા માટે નીકળ્યા હતા. નીકળતા સમયે તેઓ ગ્રીન લાઈન ચોકડીએ ઉભા હતા.

તેની રાજસ્થાન તરફ જઈ રહેલી બસની રાહ જોઈ રહ્યા હતા. તે સમયે રાજસ્થાન જવા માટે જે બસ પકડવાની હતી તે બસ તેઓ ચૂકી ગયા હતા. આ બસ લીમડી પાસે ઉભી હોવાની તેને ખબર મળી હતી. જેને કારણે રાજસ્થાનના વેપારી ગ્રીનલેન્ડ ચોકડીથી કોઈ વાહન મારફતે લીમડી તરફ જતા વાહનને શોધી રહ્યા હતા.

તે સમયે રાજકોટ શહેરના 4 યુવકો જે લુટેરાઓ હતા. તેઓને આ વેપારીની જાણ થઈ હતી. તેને કારણે તેઓ પોતાની અર્ટીગા કાર લઈને તેને વેપારી પાસે પહોંચી ગયા હતા. આ ચારેય યુવકોના નામ એકનું હિમાંશુ પરમાર હતું. બીજાનું ખુશાલ રાદડિયા હતું. ત્રીજા યુવકનું નામ સુમિત સરવૈયા હતુ. અને ચોથો યુવક પાર્થ ભોજાણી હતું.

આ 4 યુવકોએ વેપારીને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. યુવકો ખાસ મિત્રો હતા. યુવકોને પૈસાની જરૂર હોવાથી તેઓ આ કામ કરી રહ્યા હતા. જેને કારણે તેઓએ વેપારીને પોતાની ગાડીમાં બેસાડ્યા હતા. લીમડી પહોંચાડી દેશે તેમ કહ્યું હતું. તેઓ પણ તે તરફ જઈ રહ્યા છે તે માટે તેમને રસ્તામાં છોડી દેશે તેમ કહીને વેપારીને પોતાની કારમાં બેસાડ્યા હતા.

થોડા દૂર જઈને વેપારીને કહ્યું હતું કે, ‘તમારું અપહરણ થઈ ગયું છે, હવે તમારે છૂટવું હોય તો 50,000 આપવા પડશે’ એમ કહીને ધમકાવ્યા હતા અને ધમકાવતા ગભરાયેલા વેપારીએ પોતાના પુત્રને રાજસ્થાન ફોન કરીને ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતું. જેને કારણે પુત્ર એ રાજકોટમાં તેમના કાકાને આ ઘટનાની જાણ કરી હતી.

સોનીના સંબંધીએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. અપહરણ થયાની ઘટનાની જાણ કરતા પોલીસે આ લુટેરાઓના ફોનને ટ્રેસ કર્યો હતો. વેપારીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તેને કારણે ટ્રેસ કરતા જાણવા મળ્યું હતું કે લુટેરાઓ વેપારીને ગોંડલના હાઇવે પર ખોડીયાર હોટલ પાસે લઈ ગયા હતા.

લુટેરાઓને પોલીસ પાછળ પડ્યાની જાણ થતા વેપારીને ચોકડી નજીક ઉતારીને લોઠડા નજીક કાચા રસ્તે લુટેરાવો કાર છોડીને ભાગી ગયા હતા. અને વેપારી પાસેથી 1500 રૂપિયા અને મોબાઈલ તેમ જ થોડું ચાંદી લઈને તેઓ ભાગી ગયા હતા. લુટેરાઓએ વેપારી પાસેથી 16,500 ની લૂંટ કરી લીધી હતી. ત્યારબાદ વેપારીએ પોલીસ અને આ ઘટનાની જાણ કરી હતી. અને લુટેરાઓને પોલીસે પકડી પાડ્યા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રોજની માથાકૂટોથી કંટાળી ગયેલી 4 બાળકોની માતાએ ફિનાઈલના ટીકડા પીઈને આપઘાત કરી લેતા રોક્કળ મચી ગઈ, પરિવાર દોડતો થઈ ગયો..!

આજકાલ આપઘાતના બનાવવામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. લોકો પોતાના અંગત કારણો અને જીવનમા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *