અકસ્માતો સીન-પ્રતિદિન વધતા જ જતા જોવા મળે છે હવે આટલા બધા અકસ્માતો માં જો વાત કરવામાં આવે તો દરેક વખતે રોડ કે રસ્તાઓ ને કારણે જ આવા પ્રકારના ગંભીર અકસ્માત થવા શક્ય હોતા નથી ઘણીવાર વાહન ચાલક ની ખોટી થતી હાકણી પણ ખુબ મોટું પરિણામ લાવી શકે છે પરિસ્થિતો માં તો અન્ય કોઈપણ પ્રકારના બીજા સાધનો ની મદદ થી પણ બચાવી શકવા ખુબ મુશ્કેલ બની જતા હોય છે.
આમ તો જોકે સમગ્ર દેશ માં દિન પ્રતિદિન અકસ્માતો થવાની સંખ્યા વધતી જ જાય છે પરંતુ અત્રે ખાસ ગુજરાત રાજ્ય પૂરતી વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી અકસ્માત થયેલ ની સંખ્યા ખુબ જ બોહળા પ્રમાણ માં વધવા પામી છે જે ખરેખર ખુબ જ ગંભીર બાબત ઘણી શકાય સમગ્ર રાજ્યના અનેક લોકો માટે હાલ જે અકસ્માત થવા પામ્યો છે એમાં તો એક જ પંથકના એક જ સાથે બે અકસ્માતો થવા પામ્યા છે જેની વિસ્તારમાં વાત કરવામાં આવે તો,
બનસકાંઠા ના ડીસાના રાસાણા અને ઝેરડા ગોગાડેરી પાટિયા વિસ્તારો પાસે બે જુદાજુદા એકજ સાથે અકસ્માતમાં 2 યુવાનોના મોત નીપજ્યાં હતા. જ્યારે 2 વ્યક્તિને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. અને બીજી બાજુ થયેલ બીજા અકસ્માત ની વાત કરવામાં આવે તો એ અકસ્માત બન્યો છે દાંતાના મગવાસ ગામ પાસે અને તેમાં ઘટના બની છે જેમાં કાર અને બાઈક ટકારાતાં એકનું મોત નીપજ્યું હતું. આવી તમામ પ્રકારની ઘટનાઓ આમતો અનેક લોકો ને નુકશાની ની ઊંડી ખાદી માં ઘકેલી જ દેતી હોય.
હવે આવી રીતે બનેલ બને અકસ્માતો ની ઊંડાણ થી માહિતી મેળવવા માં આવે તો છેલ્લા કેટલાય સમય થી બનાસકાંઠામાં અકસ્માતોના બનાવોમાં સતત અને સતત વધારો થવા પામ્યો છે. જેમાં વધુ એક મંગળવારે ડીસા એપીએમસી પાસે અકસ્માતમાં યુવાનના મોત બાદ થોડા જ દિવસમાં ગુરુવારે રસાણા પાટિયા પાસે જુના ડીસાના શ્રાવણ મેઠાભાઈ રાવળ પોતે બાઈક લઈને ડીસા તરફ આવતા હતા ત્યારે પોતે તો પોતાની સામાન્ય ઝડપ ને આધારે જ વાહન સાથે જતા હતા પરંતુ સામેથી,
આવતી કારે ઝડપ અથવા તો અંદેખાવ ને કારણે ખુબ જ જોરથી ટક્કર મારતાં મોટું કાર જેવું વાહન જયારે નાના બાઈક જેવા નાના અમથા વાહન સાથે અથડાઈ તો સ્વાભવિક રીતે નાના વાહનને નુકશાન પોહ્ચવાનું જ હોય પણ માત્ર નુકશાન થવાથી અટકતું હોય તો સમજ્યા પરંતુ અનેક કિસ્સાઓ માં માણસ ના અંતિમ શ્વાશ પણ બની જતા હોય છે બસ એજ રીતે આ અકસ્માત માં પણ કંઈક એવું જ બન્યું ગંભીર અથડામણ બાદ શ્રાવણભાઈનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું.
જ્યારે કાર પલટી ખાઈ જતાં કારમાં સવાર ભુમાભાઈ દેસાઈ અને તેમના પુત્ર વિશાલને ઈજાઓ પહોંચી હતી. બીજો આવો જ બનાવ ડીસા-ધાનેરા હાઈવે પર ઝેરડાના ગોગાડેરી નજીક બનવા પામ્યો છે. જેમાં ધનાવાડા ગામના રાણાભાઈ વાલાભાઈ દેવુ પોતાની બાઈક લઈને ડીસા તરફ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ કારના ચાલકે બાઈકને પાછળથી ખુબ જ ગંભીર રીતે ટક્કર મારતાં રાણાભાઈનું તો મોત નીપજ્યું હતું.
આ અંગે મૃતકના ભાઈ ઈૃરભાઈએ રૂરલ પોલીસ મથકમાં કારના ચાલક કાલુસિંહ ભવાનસિંહ રાવણા રાજપૂત રહે ખુહડી (રાજસ્થાન) સામે હાલ ફરિયાદ નોંધવામાં છે. દાંતાના મગવાસના બસ સ્ટેશન નજીક કાર અને બાઈક વચ્ચે ખુબ જ ગંભીર અકસ્માત થતા બાઈક ના ચાલક જગદીશભાઈ સુખાભાઈ ડાભી (31) રહે. સાંઢોસીનું મોત નીપજ્યું હતું. ત્રણેય બનાવોમાં બાઈક અને કાર ટકરાયા, એક કાર પલટી ખાઈ ગઈ અને આ વા જ અકસ્માત અનેક વારસદાર ને એકલા કરી મુકતા હોય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]